ટોપ ન્યૂઝનેશનલવિજ્ઞાન અને ટેકનોલોજી

SpaceX રોકેટથી ભારતીય ઉપગ્રહ GSAT-20 લોન્ચ, હવે પ્લેનથી ગામડાં સુધી ઇન્ટરનેટ મળશે

ભારતના સૌથી અદ્યતન સંચાર ઉપગ્રહ GSAT 20ને આજે SpaceXના ફાલ્કન 9 રોકેટની મદદથી અવકાશમાં સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો છે. SpaceXની માલિકી પીઢ ઉદ્યોગપતિ એલોન મસ્કની છે. આ સેટેલાઈટ અમેરિકાના ફ્લોરિડામાં કેપ કેનાવેરલથી લોન્ચ કરવામાં આવ્યો હતો. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) ની વ્યાપારી શાખા ન્યુ સ્પેસ ઇન્ડિયા લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાધાકૃષ્ણન દુરાઇરાજે જણાવ્યું હતું કે પ્રક્ષેપણ સફળ રહ્યું હતું.


Also read: DRDOએ મેળવી વધુ એક સિદ્ધિ; આ આધુનિક મિસાઈલનું સફળ પરીક્ષણ


GSAT-20 એટલે કે GSAT N-2 સેટેલાઇટ દૂરના વિસ્તારોમાં બ્રોડબેન્ડ સેવાઓ અને પેસેન્જર એરક્રાફ્ટને ફ્લાઇટમાં ઇન્ટરનેટ પ્રદાન કરશે. હવે આંદામાન, નિકોબાર અને લક્ષદ્વીપ જેવા દૂરના પ્રદેશોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી સરળતાથી મળી શકશે. ઈસરોના ચીફ એસ સોમનાથે જણાવ્યું હતું કે ‘GSAT 20 ની મિશન લાઈફ 14 વર્ષ છે.


Also read: Sunita Williams જોખમમાં! ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં 50 જગ્યાએ તિરાડો પડી


ભારતનું પોતાનું રોકેટ લોન્ચ વ્હીકલ માર્ક-3 અંતરિક્ષમાં માત્ર 4,000 કિલોગ્રામ વજનના ઉપગ્રહો મોકલી શકે છે. પરંતુ GSAT-N2નું વજન 4,700 કિગ્રા છે, જે ખૂબ જ ભારે છે. તેથી, ઈસરોએ અમેરિકન કંપની સ્પેસએક્સની મદદ લેવાનું નક્કી કર્યું હતું. ભારત અત્યાર સુધી તેના ભારે ઉપગ્રહોને પ્રક્ષેપિત કરવા માટે ફ્રાન્સના એરિયનસ્પેસ પર નિર્ભર રહેતું હતું, પણ હાલમાં તેની પાસે કોઈ ઓપરેશનલ રોકેટ નથી. યુક્રેનમાં સંઘર્ષને કારણે રશિયા તેના રોકેટ કોમર્શિયલ લોન્ચિંગ માટે ઓફર કરી શક્યું નથી. ચીનના રોકેટની મદદથી ભારત તેનો ઉપગ્રહ લોન્ચ કરે એવી તો શક્યતા જ નથી. એવા સમયે ભારત પાસે અમેરિકાના એલોન મસ્કની SpaceX પાસે જવાનો એકમાત્ર ભરોસાપાત્ર વિકલ્પ હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button