આ વર્ષે લોકોએ સૌથી વધુ અનઈન્સ્ટોલ કરી છે આ એપ…
અત્યારે જમાનો સ્માર્ટફોનનો છે અને અહીં કોઈ પણ એપ ડાઉનલોડ કે અનઈન્સ્ટોલ કરવાનો નિર્ણય પલકવારમાં લેવાતા હોય છે અને હાલમાં જ ટીઆરજી ડેટા સેન્ટર દ્વારા સ્માર્ટફોન યુઝર્સની એપ અનઈન્સ્ટોલ કરવાની ટેવનું વિશ્લેષણ કર્યું હતું અને એમાં કેટલીક ચોંકાવનારી માહિતી સામે આવી હતી. રિપોર્ટમાં યુઝર્સના મોબાઈલ એપ ઈન્સ્ટોલ કરવાની અને અનઈન્સ્ટોલ કરવાની માહિતી આપવામાં આવી છે અને આ યાદીમાં જે એપે અનઈન્સ્ટોલ થવાની બાબતમાં ટોપ કર્યું છે એ એપનું નામ સાંભળીને તમે ચોંકી ઉઠશો.
રિપોર્ટમાં મળેલી માહિતી અનુસાર દુનિયાભરમાં 4.8 બિલિયન સોશિયલ મીડિયા યુઝર્સ છે અને જે વૈશ્વિક વસ્તીના 59.9 ટકા અને તમામ ઈન્ટરનેટ યુઝર્સનું 92.7 ટકા પ્રતિનિધિત્વ કરે છે જે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે અને દર મહિને સરેરાશ 6.7 અલગ અલગ નેટવર્કનો ઉપયોગ કરે છે અને આશરે તેઓ સરેરાશ 2 કલાક 24 મિનીટ ખર્ચ કરે છે.
આ સર્વેમાં જાણવા મળેલાં તારણો અનુસાર ઈન્સ્ટાગ્રામ એવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બની ગયું છે જેને સૌથી વધુ વખત લોકોએ અનઈન્સ્ટોલ કર્યું હતું. ડેટાની વાત પર વિશ્વાસ કરીએ તો 2023માં ગ્લોબલ લેવલ પર 10 લાખ કરતાં વધુ લોકોએ મારું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ કઈ રીતે ડિલીટ કરું એવું સર્ચ કર્યું હતું.
રસપ્રદ વાત તો એ છે કે ડિજિટલ સ્ક્રેપબુકના રૂપમાં પોતાની શરૂઆત પછી ઈન્સ્ટાગ્રામ સતત સોશિયલ મીડિયા પર સૌથી આગળ પોતાનું સ્થાન બની રાખ્યું હતું. અત્યારે દુનિયાભરમાં 2.4 બિલિયન એક્ટિવ યુઝર્સ છે. જોકે, જ્યાં એક તરફ દર મહિને લાખો લોકો પોતાનું એકાઉન્ટ ડિલીટ કરવાનું શરૂ રાખશે તો ઈન્સ્ટાગ્રામેબલનો આ પરપોટો ફૂટી શકે છે.
લોકોએ સૌથી વધુ ઈન્સ્ટાગ્રામ અનઈન્સ્ટોલ કર્યું છે એ જાણી લીધા બાદ આગળ વધીએ અને વાત કરીએ બીજા નંબરની એપની તો એ છે સ્નેપચેટ. 2011માં સ્નેપચેટ લોન્ચ કરવામાં આવ્યું હતું અને આ વર્ષે દર મહિને 1,30,000 લોકોએ પોતાના સ્નેપચેટ એકાઉન્ટ ડિલીટ કર્યા છે, જોકે આ આંકડો ઈન્સ્ટાગ્રામ કરતાં સરખામણીમાં ખૂબ જ ઓછો છે.