ટોપ ન્યૂઝવિજ્ઞાન અને ટેકનોલોજી

Nasaએ શેર કર્યા Himalayના એવા ફોટો કે નેટિઝન્સ બોલી ઉઠ્યા…

અમેરિકન સ્પેસ એજન્સી નાસા આપણને અવારનવાર આપણી પૃથ્વીને અલગ અલગ એન્ગલથી દેખાડે છે અને ઘણી વખત તો આપણે એ જોઈને ચોંકી ઉઠીએ છીએ. નાસા દ્વારા પૃથ્વીના જે ફોટો શેર કરવામાં આવે છે એ સ્પેસ લવર્સને ખૂબ જ પસંદ આવે છે. આ તસવીરો તમામ સેટેલાઈટ્સ અને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની મદદથી તૈયાર કરવામાં આવે છે.

હાલમાં નાસાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પાંચ ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં હિમાલયથી લઈને બહામાસ, બોસ્ટન શહેર, સાઉદી અરેબિયાની રાજધાની અને બ્રિટીશ કોલંબિયાના બરફીલા પહાડોની સુંદરતા જોવા મળી રહી છે. યુઝર્સ દ્વારા આ તસવીરો ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી આ ફોટોને 5.81 લાખ લાઈક્સ મળી ચૂક્યા છે.

ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ધરતીથી 400 કિલોમીટર દૂર લો અર્થ ઓર્બિરટ એટલે કે પૃથ્વીની નીચલી કક્ષામાં છે. જેમાં અમેરિકા, રશિયા અને સહયોગી દેશના એસ્ટ્રોનટ્સની એક ટીમ હંમેશા તહેનાત રહે છે અને અંતરિક્ષથી જોડાયેલા પ્રયોગ પૂરા કરે છે.

View this post on Instagram

A post shared by NASA (@nasa)

ઈન્ટરનેશનલ સ્પેસ લગભગ 7.6 કિલોમીટર પ્રતિ સેકન્ડની સ્પીડથી પૃથ્વીની પરિક્રમા કરે છે અને 24 કલાકમાં 16 વખત પૃથ્વીની પરિક્રમા કરે છે. આઈએસએસ કક્ષીય પથ આપણા પૃથ્વીની 90 ટકાથી વધુ આબાદીને કવર કરે છે.

નાસા દ્વારા શેર કરવામાં આવેલા પાંચ ફોટોમાંથી પહેલાં ફોટોમાં હિમાલયની સુંદરતા જોવા મળી રહી છે અને એ દુનિયાના બે શક્તિશાળી દેશો ભારત અને ચીનની સીમા પણ દર્શાવે છે. બીજા ફોટોમાં બહામાસનું સાફ પણી દેખાઈ રહ્યું છે જેમાં વાદળા પણ જોવા મળી રહ્યા છે.

ત્રીજા ફોટોમાં બોસ્ટન શહેરની નાઈટલાઈફ તો ચોથા ફોટોમાં સાઉદી અરેબિયાના સૌથી મોટા શહેર અને એની રાજધાની રિયાદ જોવા મળી રહ્યું છે. પાંચમી અને છેલ્લાં ફોટોમાં બ્રિટીશ કોલંબિયાથી બરફથી ઢંકાયેલા પહાડો જોવા મળી રહ્યા છે. સ્પેસ લવર્સ દ્વારા આ ફોટોને ખબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button