તાજેતરમાં એપલે ભારતના વિપક્ષી સાંસદો સહિત કેટલાક ગ્રાહકોને “રાજ્ય પ્રાયોજિત હુમલાખોરો” વિશે ચેતવણી સૂચના જારી કરી હતી. વિપક્ષી નેતાઓના આઇફોન પર ચેતવણીના મેસેજ આવ્યા બાદ કેન્દ્ર સરકાર પર પસ્તાળ પાડવામાં આવી રહી છે, આ મામલે સરકાર બચાવ કરી રહી છે સાથે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. હવે આ અંગે સરકારનો મહત્વનો પ્રતિભાવ સામે આવ્યો છે.
સરકારની કોમ્પ્યુટર ઈમરજન્સી રિસર્ચ ટીમ અથવા CERT અનુસાર, એક એડવાઈઝરી 27 ઓક્ટોબરે જારી કરવામાં આવી હતી. ત્યારે સરકારે એમ પણ કહ્યું હતું કે એપલની ઘણી પ્રોડક્ટ્સમાં ઘણી ખામીઓ જોવા મળી હતી. તે સમયે, સરકારે કંપનીના ઉત્પાદનોમાં “ઘણી ખામીઓ” ટાંકીને ઉચ્ચ ગંભીરતા રેટિંગ પણ જારી કર્યું હતું. થોડા દિવસો પહેલા સામે આવ્યું હતું કે એપલની અલગ-અલગ પ્રોડક્ટ્સમાં વિવિધ પ્રકારની ખામીઓ જોવા મળી રહી છે.
જેના કારણે હેકર્સ એપલના આ ઉત્પાદનોને પોતાનો શિકાર બનાવી શકે છે. અને જો આવું થાય, તો તેઓ તમારી અત્યંત સંવેદનશીલ માહિતી ચોરી શકે છે અને તેનો દુરુપયોગ કરી શકે છે. આ નબળાઈઓને ઠીક કરવા માટે જારી કરાયેલ એડવાઈઝરી નવ Apple સોફ્ટવેર અપડેટ્સ સાથે સંબંધિત છે.
નોંધનીય છે કે વિપક્ષના અનેક નેતાઓને તેમના એપલના આઇફોન પર ચેતવણીના સંદેશ આવ્યા છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે “ચેતવણી, રાજ્ય-પ્રાયોજિત હેકર્સ તમારા ફોનને નિશાન બનાવી શકે છે. એપલના આઇફઓન દુનિયાભરમાં સૌથી મોંઘી કિંમતના છે.
એપલ દાવો કરે છે કે તેમના ફોન કે અન્ય કોઇ પ્રોડક્ટ્સ હેક કરવા શક્ય નથી. એવા સમયે જ્યારે વિપક્ષી નેતાઓને તેમના આઇફોૌન પર રાજ્ય-પ્રાયોજિત હેકર્સની ચેતવણી અંગેના સંદેશ મળે તો હોબાળો મચે એ સ્વાભાવિક જ છે.
જોકે, એપલ કંપની દ્વારા આ અંગે એવી પ્રતિક્રિયા આપવામાં આવી છે કે કોઈ ચોક્કસ રાજ્ય પ્રાયોજિત હેકર વિશે તેમને જાણ નથી અને આ ચેતવણી ખોટી પણ હોઇ શકે છે.
Taboola Feed