ઈન્ટરનેટ સ્પીડ મુદ્દે પાકિસ્તાન અને ભારત વચ્ચે કેટલો તફાવત? જાણો રેન્કિંગમાં કોણ આગળ | મુંબઈ સમાચાર
વિજ્ઞાન અને ટેકનોલોજીસ્પેશિયલ ફિચર્સ

ઈન્ટરનેટ સ્પીડ મુદ્દે પાકિસ્તાન અને ભારત વચ્ચે કેટલો તફાવત? જાણો રેન્કિંગમાં કોણ આગળ

21મી સદીમાં ઇન્ટરનેટની સ્પીડના ક્ષેત્રે હરણફાળ ભરી છે. ટૂજી, થ્રીજી અને ફોરજી બાદ હવે લોકો ઇન્ટરનેટની ફાઈવજી (5G) સ્પીડનો ઉપયોગ પણ કરવા લાગ્યા છે. મોબાઇલના નેટવર્કની જેમ દરેક જગ્યાએ ઇન્ટરનેટની સ્પીડ પણ વધ-ઘટ થયા કરે છે. જેને લઈને દર વર્ષે ‘સ્પીડટેસ્ટ ગ્લોબલ ઇન્ડેક્સ’ જાહેર કરવામાં આવે છે, જેમાં સામે આવ્યું છે કે, પાકિસ્તાન ઇન્ટરનેટ સ્પીડના મામલે ભારત સહિત અન્ય પડોશી દેશો કરતાં ઘણું પાછળ છે.

પાકિસ્તાનમાં ઇન્ટરનેટની સ્પીડ કેટલી

ઓગસ્ટ 2025માં હેઠળ ઈન્ટરનેટ સ્પીડના જાહેર થયેલા ડેટા અનુસાર પાકિસ્તાન મોબાઇલ ઇન્ટરનેટ સ્પીડમાં 100મા ક્રમે અને ફિક્સ્ડ બ્રોડબેન્ડ સ્પીડમાં 145મા ક્રમે છે. મોબાઇલ ઇન્ટરનેટ સ્પીડની વાત કરીએ તો પાકિસ્તાનમાં સરેરાશ ડાઉનલોડ સ્પીડ 90Mbps અને અપલોડ સ્પીડ 13.06Mbps છે, જ્યારે ભારતમાં સરેરાશ ડાઉનલોડ સ્પીડ 131.77Mbps અને અપલોડ સ્પીડ 11.18Mbps છે.

આ પણ વાંચો : આજે રાતથી ભારતમાં ઈન્ટરનેટ સ્પીડ અને કનેક્ટિવિટી વધશે, ISRO SpaceX સાથે GSAT-N2 લોન્ચ કરશે

મોબાઈલ ઇન્ટરનેટ સ્પીડ સિવાય ફિક્સ્ડ ઇન્ટરનેટ સ્પીડની વાત કરીએ તો પાકિસ્તાનમાં સરેરાશ ડાઉનલોડ સ્પીડ 104.43Mbps અને અપલોડ સ્પીડ 56.59Mbps છે. જ્યારે ભારતમાં સરેરાશ ડાઉનલોડ સ્પીડ 59.07Mbps અને અપલોડ સ્પીડ 57.16Mbps છે.

જોકે, ભારતમાં મોબાઈલ ઇન્ટરનેટ સ્પીડ પાકિસ્તાન કરતાં ઘણી સારી છે, પરંતુ ફિક્સ્ડ ઇન્ટરનેટ સ્પીડના મામલે પાકિસ્તાન ભારત કરતાં આગળ છે. વૈશ્વિક રેન્કિંગમાં ભારત મોબાઈલ ઇન્ટરનેટમાં 25મા ક્રમે અને ફિક્સ્ડ કનેક્શનમાં 98મા ક્રમે છે.

આ પણ વાંચો : ભારતમાં એલન મસ્કની સ્ટારલિંકની ઈન્ટરનેટ સેવા હશે બહુ મોંઘી પણ સ્પીડ પણ હશે જોરદાર………

વિશ્વના સૌથી ઝડપી ઇન્ટરનેટ સ્પીડવાળા દેશો

ઉલ્લેખનીય છે કે, સ્પીડટેસ્ટ ગ્લોબલ ઇન્ડેક્સના અહેવાલ મુજબ, વિશ્વના સૌથી ઝડપી ઇન્ટરનેટ ધરાવતા દેશોમાં મધ્ય પૂર્વ અને એશિયાનો દબદબો છે. મધ્ય પૂર્વ અને એશિયાના દેશોની ઈન્ટરનેટ સ્પીડની વાત કરીએ તો યુએઈમાં (UAE) 442Mbps, કતારમાં (Qatar) 358Mbps, કુવૈતમાં (Kuwait) 264Mbps, બલ્ગેરિયામાં (Bulgaria) 172Mbps, ડેનમાર્કમાં (Denmark) 162Mbps, દક્ષિણ કોરિયામાં (South Korea) 148Mbps, નેધરલેન્ડ્સમાં (Netherlands) 147Mbps, નોર્વેમાં (Norway) 145.74Mbps, ચીનમાં (China) – 139.58Mbps અને લક્ઝમબર્ગમાં (Luxembourg) 134.14Mbps ઈન્ટરનેટ સ્પીડ જોવા મળે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button