વિજ્ઞાન અને ટેકનોલોજી

જો આ અવકાશી નજારો જોવાનું ચૂકી જશો તો 400 વર્ષ રાહ જોવી પડશે…

થોડાક સમય પહેલાં જ શોધાયેલો ખૂબ એકદમ ઝળહળતો અને લીલા રંગનો ધૂમકેતુ 17મી સપ્ટેમ્બરના પૃથ્વીની એકદમ નજીકથી જોવા મળશે. આ પહેલાં તે 12મી સપ્ટેમ્બરના પૃથ્વીની સૌથી વધુ નજીક આવ્યો હતો અને આવું એટલા માટે કારણ કે તે ખૂબ જ ઝડપથી સૂર્ય તરફ આગળ વધી રહ્યો છે. આ ધૂમકેતુને ધૂમકેતુ નિશિમુરાના નામે ઓળખવામાં આવે છે.

લીલા રંગનો પ્રકાશ ફેંકી રહેલાં આ ધૂમકેતુની શોધ 12મી ઓગસ્ટના જાપાનના ખગોળશાસ્ત્રી હિદેઓ નિશિમુરાએ કરી હતી અને એટલે તેને નિશિમુરાના નામે ઓળખવામાં આવે છે. આ ધૂમકેતુને C/2023 P1 વૈજ્ઞાનિક નામ આપવામાં આવ્યું છે.

એવું કહેવાઈ રહ્યું છે કે આ ધુમકેતુ નેપ્ચ્યુનની કક્ષાની બહાર ધૂમકેતુ અને અન્ય બર્ફીલા ટુકડાઓનો ભંડાર છે. આ ધૂમકેતુની કક્ષા બાહરી અને સૂર્ય મંડળમાંલ રહે છે ત્યાર બાદ તે ઝડપથી સૂર્યીની દિશામાં આગળ વધે છે અને ઉછરે છે. નાસાની વાત પર વિશ્વાસ કરીએ તો સૂર્યની ચારે બાજુ આની કક્ષા આશરે 430 વર્ષ સુધી ચાલે છે અને એટલે જ હવે આ તે ચાર સદી બાદ જ દેખાશે.

ધૂમકેતુ નિશિમુરા 12મી સપ્ટેમ્બરના પૃથ્વીની નજીક આવશે તો તે આપણી પૃથ્વીથી આશરે 78 મિલીયન માઈલ એટલે કે 125 મિલીયન કિલોમીટરના અંતરેથી પસાર થશે. ધૂમકેતનું સૂર્યનું નિકટતમ બિંદુ 17મી સપ્ટેમ્બરના હશે અને ત્યારે એ આપણા ગૃહ તારાના 20.5 મિલીયન માઈલ એટલે કે 33 મિલીયન કિલોમીટરના અંતરથી પસાર થશે.

સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં એટલે કે 15મી સપ્ટેમ્બરના ધૂમકેતુ સૂર્યની નજીક તો આવશે જણ એની સાથે સાથે તે બુધની કક્ષામાં પણ પ્રવેશ કરશે. 17મી સપ્ટેમ્બરના નિશિમુરા પેરિહેલિયન સુધી પહોંચી જશે અને એનો અર્થ એવો થાય છે કે ધુમકેતુ પૃથ્વીની કક્ષામાં એ બિંદુ પર પહોંચી જશે કે જ્યાં તે સૂર્યની સૌથી નજીક હશે. આ બિંદુ પર નિશિમુરાની તીવ્રતા 2.9 હશે અને એટલે તેને નરી આંખે જોઈ શકાશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button