પુરુષો માટે ગર્ભનિરોધક ઇન્જેક્શન: ICMR ના સાત વર્ષના પ્રયત્નને મળી સફળતા
નવી દિલ્હી: પુરુષો માટે ગર્ભનિરોધક ઇન્જેક્શન હવે સપનું રહ્યું નથી. તે હવે હકીકતમાં ઉપલબ્ધ થશે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા આ સંદર્ભે કરવામાં આવેલ પહેલું પરિક્ષણ સફળ થયું છે.
કુલ 303 સ્વસ્થ પુરુષ સ્વયંસેવકો પર આ પ્રયોગ સાત વર્ષ સુધી ચાલ્યો. બિન-હોર્મોનલ ઇંજેક્ટેબલ પુરુષ ગર્ભનિરોધક RISUG (રિવર્સેબલ ઇન્હિબીશન ઓફ સ્પર્મ અંડર ગાઇડન્સ) સંપૂર્ણ રીતે સુરક્ષિત અને અસરકારક છે. આ લાંબા સમય સુધી ઇફેક્ટિવ રહેશે એમ આ પરિક્ષણમાં જાણવા મળ્યું છે.
આ પ્રયોગના ત્રીજા તબક્કાનું પરિણામ ઇન્ટરનેશનલ ઓપન એક્સેસ જર્નલ એન્ડ્રોલોજીમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. જે મુજબ 303 સ્વસ્થ, લૈંગિક રીતે સક્રિય અને વિવાહીત પુરુષોને (ઉમંર 25-40) ફેમેલી પ્લાનીંગ માટે પસંદ કરવામાં આવ્યા હતાં. તેમેન 60 મિલીગ્રામ RISUG નું ઇન્જેક્શન આપવામાં આવ્યું. ખાસ વાત એ છે કે કોઇ પણ આડઅસર વગર RISUG થી 99 ટકા ગર્ભધારણ અટકાવી શકાય છે.
આ અભ્યાસ મુજબ RISUG 97.3% એક્ઝોસ્પર્મિયા ના લેવલ પર પહોંચ્યુ. આ એક મેડિકલ ટર્મેનોલોજી એટલે કે વિર્યમાં કોઇ પણ કાર્યશીલ શુક્રાણું નથી હોતા. આ સ્વયં સેવકોની પત્નીના આરોગ્ય પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવતા કોઇ પણ વિપરીત પરિણામો થતાં નથી તે જાણવા મળ્યું હતું. અત્યાર સુધી મહિલાઓ માટે ગર્ભનિરોધક ગોળીઓ સરળતાથી ઉપલબ્ધ હતી. જોકે પુરુષો માટે કોઇ જ પર્યાય નહતો. હવે સાત વર્ષના અથાગ પ્રયાસો બાદ ICMR ને મોટી સફળતા મળી છે.
આ અભ્યાસ માટે જયપૂર, નવી દિલ્હી, ખડગપૂર, ઉધમપૂર અને લુધિયાનાની હોસ્પિટલ્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ રિસર્ચ સમયે કેટલાંક પુરુષોને થોડી સમસ્યા થઇ હતી. જે તરત જ હલ થઇ ગઇ હતી. પુરુષોને યુરીનમાં બળતરાં, તાવ વગેરે જેવી સમસ્યા થઇ હતી. આ ઉપરાંત કોઇ પણ આડઅસર જોવા મળી નહતી.