નેશનલવિજ્ઞાન અને ટેકનોલોજી

Google Play Store માં 1 સપ્ટેમ્બરથી મોટા ફેરફાર, કરોડો એન્ડ્રોઈડ યુઝર્સને થશે અસર

નવી દિલ્હી : વિશ્વભરના લાખો એન્ડ્રોઈડ યુઝર્સની સુરક્ષાને લઇને મોટા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જેમાં મળતી માહિતી મુજબ ગૂગલ પ્લે સ્ટોરમાં(Google Play Store)ટૂંક સમયમાં એક મોટો ફેરફાર જોવા મળશે. 1 સપ્ટેમ્બરથી ગૂગલ પ્લે સ્ટોર પરથી હજારો એપ્સ દૂર થઈ શકે છે. ગૂગલે આ નિર્ણય નવા ગુણવત્તા નિયંત્રણને ધ્યાનમાં રાખીને લીધો છે. ટેક કંપનીનું કહેવું છે કે માલવેર ધરાવતી અને થર્ડ પાર્ટી એપ્સ માટે નવા નિયંત્રણો લાદવામાં આવશે. જેથી થર્ડ પાર્ટી સ્ટોર્સ પર એપીકે અપલોડ કરવામાં આવશે નહીં. માર્કેટિંગ અને યુઝર એક્સપિરિયન્સ સંદર્ભે ગૂગલ દ્વારા અત્યાર સુધી લેવામાં આવેલ આ એક સૌથી મોટું પગલું છે.

આ કારણોસર નિર્ણય લેવાયો

વાસ્તવમાં ગૂગલે એક ક્રિપ્ટો એપને કારણે આ મોટો નિર્ણય લીધો છે. જેમાં એક મહિલાએ દાવો કર્યો હતો કે તેણે પ્લે સ્ટોર પરથી ક્રિપ્ટો એપ ડાઉનલોડ કરી હતી. ત્યારબાદ તેની સાથે છેતરપિંડી થઇ હતી. જેના પગલે ગૂગલે તેના પ્લે સ્ટોરના નિયમોમાં મોટા ફેરફારની જાહેરાત કરી છે. હવે પ્લે સ્ટોરમાંથી કોઈપણ એપના એપીકેને કોઈપણ થર્ડ પાર્ટી એપ સ્ટોર પર અપલોડ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

પ્લે સ્ટોર પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા

ગૂગલ પ્લે સ્ટોર માટે આ પહેલો કિસ્સો નથી જ્યારે તેની સુરક્ષા પર સવાલ ઉઠાવવામાં આવ્યા હોય. મેટા સહિત અનેક ટેક કંપનીઓ અને સુરક્ષા એજન્સીઓએ એન્ડ્રોઈડની સુરક્ષા પર સવાલો ઉઠાવ્યા છે. ગૂગલ માંથી ઘણી ખતરનાક એપ્લિકેશનો સમયાંતરે દૂર કરવામાં આવી છે.જેમાં માલવેર મળી આવ્યા છે. હેકર્સે પ્લે સ્ટોર પર ઉપલબ્ધ ઘણી એપ્સ દ્વારા ડેટાનું માઇનિંગ કરીને અને યુઝર્સની અંગત માહિતીની ચોરીને છેતરપિંડી કરી છે.

31 સુરક્ષા ચેતવણીઓ જાહેર કરી

સ્વિટ્ઝર્લૅન્ડની EPFL એ પણ ગૂગલની એન્ડ્રોઈડ સિસ્ટમ સંબંધિત 31 સુરક્ષા ચેતવણી જાહેર કરી હતી. જો કે ગૂગલ હંમેશા દાવો કરે છે કે તેમની ટીમ સમયાંતરે પ્લે સ્ટોરમાંથી આવી એપ્સને દૂર કરતી રહે છે. હવે ગૂગલે એન્ડ્રોઈડ યુઝર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્લે સ્ટોરમાં આ મોટો ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. ગૂગલના આ નિર્ણયથી યુઝર્સની અંગત માહિતી થર્ડ પાર્ટી સુધી નહીં પહોંચે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો લીલા મરચાને વરસાદમાં સ્ટોર કરવાની ટીપ્સ જાણો