ભારતમાં સિમ અને ઇન્ટરનેટ વગર વિડિયો સ્ટ્રીમિંગની મજા, આ રીતે કામ કરશે જાદુઇ ટેકનૉલોજી

નવી દિલ્હી: આપણે સૌ કોઈ જાણીએ છીએ કે મોબાઈલ પર વીડિયો, મૂવી કે ટીવી ચેનલ જોવા એ સિમ કાર્ડ અને ઈન્ટરનેટ વગર શક્ય નથી, પરંતુ હવે આ વાત કદાચ ભૂતકાળ બનીને રહી જશે. કારણ કે, દેશમાં ‘ડાયરેક્ટ-ટુ-મોબાઇલ’ પ્રસારણ ( D2M broadcasting technology) ટૂંક સમયમાં હકીકત બની શકે છે. આમાં મોબાઈલ યુઝર્સ સિમ કાર્ડ કે ઈન્ટરનેટ કનેક્શન વગર વીડિયો સ્ટ્રીમ કરી શકશે.
સૂચના અને પ્રસારણ સચિવ અપૂર્વ ચંદ્રાએ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે સ્થાનિક ડાયરેક્ટ-ટુ-મોબાઇલ (D2M) ટેક્નોલોજીનું ટૂંક સમયમાં 19 શહેરોમાં ટ્રાયલ કરવામાં આવશે અને આ ઉભરતી ટેક્નોલોજી માટે 470-582 MHz સ્પેક્ટ્રમ રિઝર્વ રાખવાની ભારપૂર્વક હિમાયત કરવામાં આવશે.
પોતાના સંબોધનમા તેને વધુમાં જણાવ્યુ હતું કે 25-30 ટકા વિડિયો ટ્રાફિકને D2M પર ટ્રાન્સફર્મ કરવાથી 5G નેટવર્ક્સ પર ટ્રાફિક ઘટશે, જે દેશમાં ડિજિટલ પરિવર્તનને વેગ આપશે. ગયા વર્ષે, D2M ટેક્નોલોજીનું ટેસ્ટ કરવા માટેનો પાયલોટ પ્રોજેક્ટ બેંગલુરુ, ડ્યુટી પાથ અને નોઈડામાં ચલાવવામાં આવ્યો હતો.
ચંદ્રાએ કહ્યું કે દેશના 28 કરોડ પરિવારોમાંથી માત્ર 19 કરોડ પરિવારો પાસે જ ટેલિવિઝન સેટ છે. D2M ટેક્નોલોજી દેશભરમાં લગભગ 8-9 કરોડ ‘ટીવી ડાર્ક’ ઘરો સુધી પહોંચવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે દેશમાં 80 કરોડ સ્માર્ટફોન છે અને યુઝર્સ માટે 69 ટકા કોન્ટટેન્ટ વિડિયો ફોર્મેટમાં છે. ગયા વર્ષે, D2M ટેક્નોલોજીનું પાયલોટ પરીક્ષણ બેંગલુરુ, ડ્યુટી પાથ અને નોઈડામાં કરવામાં આવ્યું હતું.
ચંદ્રાએ કહ્યું કે વીડિયોના ભારે ઉપયોગને કારણે મોબાઈલ નેટવર્ક બ્લોક થઈ જાય છે, જેના કારણે તે બફર થવા લાગે છે. સાંખ્ય લેબ્સ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) કાનપુર (Saankhya Labs and IIT Kanpu) દ્વારા વિકસિત D2M બ્રોડકાસ્ટિંગ ટેક્નોલૉજી, સુસંગત મોબાઇલ અને સ્માર્ટ ડિવાઈસિસ પર સીધા વિડિયો, ઑડિયો અને ડેટા સિગ્નલ ટ્રાન્સમિટ કરવા માટે પબ્લિક બ્રોડકાસ્ટર દ્વારા સોંપાયેલ ટેરેસ્ટ્રીયલ ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્પેક્ટ્રમનો ઉપયોગ કરે છે.