આ કારણે 55 લાખ મોબાઈલ નંબર બંધ કર્યા સરકારે…
ભારત સરકાર દ્વારા થોડાક સમયે સાઈબર ક્રાઈમ પર સકંજો કસવા માટે નવા નવા નિર્ણયો લેવામાં આવે છે અને આ વખતે પણ સરકાર દ્વારા આ જ કારણસર એક મહત્ત્વનું પગલું લેવામાં આવ્યું છે.
ભારત સરકાર દ્વારા મોબાઈલ ફોનથી થતી છેતરપિંડી રોકવા માટે 55 લાખ ફોન નંબર કે જે બનાવટી અને ખોટા ડોક્યુમેન્ટ્સ પર રજિસ્ટર્ડ હતા તેમને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય સંચાર સાથી પોર્ટલથી શરૂ થયેલા તપાસ એજન્સીનો હિસ્સો છે. આ અભિયાન હાથ ધરવાનો હેતુ એવો છે કે સરકાર ગેરકાયદી સિમકાર્ડની મદદથી થતી ક્રિમીનલ એક્ટિવિટી અને છેતરપિંડી પર નિયંત્રણ મેળવી શકાય.
અગાઉ જણાવ્યું એમ આ એક વેરિફેશન કેમ્પેઈનમાં સામેલ છે. આ પહેલ દરમિયાન બનાવટી દસ્તાવેજો અને બોગસ ડોક્યુમેન્ટસ પર રજિસ્ટર્ડ 55.52 લાખ કનેક્શન ડિએક્ટિવેટ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં સરકાર દ્વારા 1.32 લાખ હેન્ડસેટ પણ બ્લોક કરી દેવામાં આવ્યા છે જે સાયબર ક્રાઈમ અને નાણાંકીય ગોટાળામાં ઉપયોગમાં લેવામાં આવ્યા હતા.
આ બધા ઉપરાંત સરકાર દ્વારા 13.42 લાખ જેટલા શંકાસ્પદ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા હોવાની માહિતી આપવામાં આવી હતી. મીડિયો રિપોર્ટ્સમાં આપવામાં આવેલી માહિતી સરકારે તમામ ઉપભોક્તાઓને તેમના પર લેવામાં આવેલા કનેક્શન અને મોબાઈલ નંબર અંગે જાગરૂક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેથી સાયબર ક્રાઈમના પ્રમાણમાં ઘટાડો લાવી શકાય.
સરકારે લોકોને એવી અપીલ પણ કરી છે કે બનાવટી દસ્તાવેજો આપીને મોબાઈલ નંબર લઈને પછી એ નંબરનો ઉપયોગ સાઈબર ક્રાઈમ, છેતરપિંડી, ફ્રોડ, આર્થિક કૌભાંડ વગેરે માટે કરવામાં આવે છે. પરિણામે નાગરિકોએ પણ આ બાબતે વિશેષ સજાજ રહેવું જોઈએ.