તમે પણ Gmail, Facebookનો પાસવર્ડ ભૂલી જાવ છો?, આ Simple Tricksથી રાખો યાદ…

અત્યારે ઈન્ટરનેટનો જમાનો છે અને અહીં દરેક જગ્યાએ તમારે પોતાનું એકાઉન્ટ બનાવીને પાસવર્ડ યાદ રાખવા પડે છે. પરંતુ આપણામાંથી ઘણા એવા મહાન લોકો હશે કે જેઓ અવારનવાર પોતાના Gmail Account કે પછી Facebook Accountનો પાસવર્ડ ભૂલી જાય છે. પરંતુ આજે અમે અહીં કેટલીક એવી ટિપ્સ અને ટ્રિક્સ લઈને આવ્યા છીએ કે જેની મદદથી તમે તમારા તમામ એકાઉન્ટના પાસવર્ડ સુરક્ષિત રીતે સ્ટોર કરીને રાખી શકો છો.
અહં… પાસવર્ડ સેવ કરવાની આ ટ્રિક માટે તમારે ક્યાંય લાંબે જવાની જરૂર નથી, તમારા મોબાઈલમાં જ આ ટ્રિક છે જે તમારા બધા પાસવર્ડ અને એકાઉન્ટને સેવ રાખશે. આને કારણે તમારી પ્રાઈવસી પણ જળવાઈ રહેશે. આવો જોઈએ શું છે આ ટ્રિક જેની મદદથી તમે તમારા પાસવર્ડ સેવ રાખી શકો છો.
જો તે પણ સોશિયલ મીડિયા એપ, બેંકિંગ એપ કે ઓનલાઈન ઈ-કોમર્સ સાઈટનો પાસવર્ડ ભૂલી ગયા છો તો તમારે પરેશાન થવાની જરૂર નથી. અમે તમને ખૂબ જ ઈઝી પાસવર્ડ યાદ રાખવાની ટ્રિક જણાવવા જઈ રહ્યા છે. એ માટે તમારે બસ નીચે જણાવેલા સ્ટેપ્સ ફોલો કરવા પડશે…
તમારા સ્માર્ટફોનની સેટિંગમાં જાવ
હવે અહીં તમને Googleનું ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરો
હવે તમારી સામે એક નવી સ્ક્રીન ઓપન થશે, જેમાં Auto Fillનું ઓપ્શન દેખાશે એના પર ક્લિક કરવાનું રહેશે.
ત્યાર બાદ તમને સૌથી પહેલું ઓપ્શન દેખાશે Auto Fill With Googleનું ઓપ્શન જોવા મળશે.
અહીં ક્લિક કરીને જ તમારી સામે Google Password Managerનું ઓપ્શન દેખાશે.
જેવું તમે આ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તરત જ તમારી સામે Password Managerનું ઓપ્શન દેખાશે, જેમાં અલગ અલગ એકાઉન્ટ સાથે એના પાસવર્ડ આપવામાં આવ્યા હશે.
અહીં તમે જે પણ એકાઉન્ટનું પાસવર્ડ જાણવા માંગો છો તો તેના પર ક્લિક કરીને તમે એનું પાસવર્ડ જાણી શકો છો.
આ સિવાય તમે કોઈ પણ નવા એકાઉન્ટનું પાસવર્ડ અહીં સેવ કરવા માંગો છો તો તે પણ સરળતાથી સેવ કરી શકો છો અને એ માટે તમારે અહીં નીચે જણાવવામાં આવેલા સ્ટેપ્સ ફોલો કરવા પડશે
આ માટે તમારે ઉપર જણાવેલા તમામ સ્ટેપ્ટ ફોલો કરવા પડશે અને જ્યાં છેલ્લે તમને સર્ચ પાસવર્ડનું ઓપ્શન જોવા મળશે એની સાથે જ તમને પ્લસનું ઓપ્શન પણ જોવા મળશે.
તમે જેવું આ પ્લસના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારી સામે એક નવી સ્ક્રીન ઓપન થશે. જ્યાં તમને યુઝર નેમ અને પાસવર્ડની સાથે સાથે જ વેબસાઈટનું યુઆરએલ સેવ કરવાનું ઓપ્શન પણ મળશે.