ChatGPT વેબ વર્ઝન ડાઉનઃ યૂઝર્સે કરી ફરિયાદ
OpenAIનું ચેટબોટ ChatGPTનું વેબ વર્ઝન અચાનક કામ કરતુ બંધ થયાની હજારો વપરાશકર્તાઓએ ફરિયાદ કરી છે. વપરાશકર્તાઓ ચેટબોટને ઍક્સેસ કરવામાં અસમર્થ છે અને પ્લેટફોર્મ બધા માટે અનએક્સીસીબલ છે.
અત્યારે, જેઓ વેબસાઇટ દ્વારા AI ચેટબોટને ઍક્સેસ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે તેઓ લૉગિન પણ કરી શકતા નથી, કારણ કે વેબસાઇટ “બેડ ગેટવે” બતાવે છે. લગભગ પાંચ વાગ્યાના સુમારે સર્વર ડાઉન થયા પછી વપરાશકર્તાઓએ ફરિયાદ કરી હતી.
ડાઉન ડિટેક્ટર, જે વપરાશકર્તાઓ માટે વેબસાઈટ અને એપ્લિકેશન્સમાં સર્વર આઉટેજની જાણ કરવા માટેનું પ્લેટફોર્મ છે, તે બતાવે છે કે, OpenAI અને ChatGPT માટે ફરિયાદોમાં મોટાપાયે વધારો થયો છે. જો કે, મોબાઈલ એપ અત્યારે સામાન્ય રીતે કામ કરી રહી છે, પ્રોમ્પ્ટનો પ્રતિસાદ આપે છે અને કોઈ અડચણ વિના ઇમેજ જનરેટ કરે છે.
આ પણ વાંચો : સેમ ઓલ્ટમેનના પાછા ફરતા જ OpenAIમાં ધમાધમી! ChatGPT બાદ નવા પ્રોજેક્ટની જાહેરાત
કોઈ પણ સમસ્યાઓ, આઉટેજ અને કામગીરીની ગુણવત્તા વિશે રીઅલ-ટાઇમ માહિતી આપતા સ્ટેટસ પેજ પર, OpenAI દ્વારા ChatGPT માટે “ડિગ્રેડેડ પર્ફોર્મન્સ” નો ઉલ્લેખ છે, અને એક નોંધ છે કે ‘સમસ્યાની ઓળખ કરવામાં આવી છે અને કંપની તેને ઠીક કરવા પર કામ કરી રહી છે.’ આ અંગે યૂઝર્સે એક્સ પર પણ ફરિયાદ કરી હતી. એક મહિના પહેલા પણ સર્વર ડાઉન થયું હતું.