નવા iPhone 17 પર સ્ક્રેચ દેખાયા! હોબાળો થતા Appleએ આવી સ્પષ્ટતા આપી | મુંબઈ સમાચાર
વિજ્ઞાન અને ટેકનોલોજી

નવા iPhone 17 પર સ્ક્રેચ દેખાયા! હોબાળો થતા Appleએ આવી સ્પષ્ટતા આપી

મુંબઈ: એપલે આ મહિનાની શરૂઆતમાં તેની iPhone 17 સિરીઝ લોન્ચ કરી હતી. આ સાથે કંપની એ જણાવ્યું હતું કે નવા આઈફોન સ્ક્રેચ રેઝિસ્ટન્ટ છે, iPhone 17ના આગળ અને પાછળની બાજુ સિરામિક શીલ્ડ-2 પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. લોન્ચ થયાના થોડા કલાકો બાદ જ અહેવાલો વહેતા થયા હતાં કે દુનિયાભરના એપલ સ્ટોરમાં કેટલાક iPhone 17માં સ્ક્રેચ જોવા મળી રહ્યા છે.

કેટલાક ગ્રાહકોએ ફરિયાદ કરી કે iPhone 17 Proને એપલના મેગસેફ ચાર્જર સાથે કનેક્ટ કર્યા પછી પાછળના ભાગમાં એક ગોળાકાર નિશાન પણ પડી જાય છે. iPhone Airના બ્લેક કલરવાળા મોડેલની સ્ક્રીન પર પણ સ્ક્રેચ જોવા મળ્યાં હતાં. હવે Apple સ્ક્રેચ અંગેના અહેવાલો અંગે સ્પષ્ટતા કરી છે.

આ પણ વાંચો: iPhone 17: હજુ તો માર્કેટમાં આવ્યો નથી ત્યાં આઈફોન-17માં પડવા લાગ્યા છે સ્ક્રેચ

Appleએ કહ્યું કે iPhone 17ની સ્ક્રીન પર જે માર્કસ દેખાયા હતા એ સ્ક્રેચ નથી. આ નિશાન એપલ સ્ટોર્સમાં ઉપયોગમાં લેવાતા મેગસેફ સ્ટેન્ડમાંથી ટ્રાન્સફર કરવા દરમિયાન લાગેલા નિશાન છે. આ નિશાન સરળતાથી સાફ કરીને શકાય છે. મેગસેફ સ્ટેન્ડને કારણે જૂના આઇફોન પર પણ આવા જ નિશાનો જોવા મળ્યા હતા.

Appleએ દાવો કર્યો કે નવી iPhone 17 Pro સિરીઝ અને iPhone Air ઘણાં બધા બેન્ડ અને સ્ક્રેચ ટેસ્ટમાંથી પસાર થયા છે. Phone 17 સિરીઝમાં સિરામિક શીલ્ડ-2 લગાવવામાં આવ્યું છે, જે સંપૂર્ણપણે સ્ક્રેચ-રેઝિસ્ટન્ટ છે. યુઝર્સ સ્ક્રેચની ચિંતા કર્યા વિના આ iPhones નો ઉપયોગ કરી શકે છે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button