ઇન્ટરનેશનલનેશનલવિજ્ઞાન અને ટેકનોલોજી

ચોથી ડિસેમ્બરે જોવા મળશે કૃત્રિમ સૂર્યગ્રહણ

મુંબઈ: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) દ્વારા આગામી ચોથી ડિસેમ્બરના યુરોપિયન સ્પેસ એજન્સી (ઈસા)નું ‘પ્રોબા ૩’ નામના સૌર અભિયાનનું પ્રક્ષેપણ કરવામાં આવશે. ‘પ્રોબા ૩’ અભિયાનથી પ્રક્ષેપિત થનારા બે ઉપગ્રહની અચૂક રચનામાંથી આકાશમાં સૂર્યગ્રહણની સ્થિતિ કૃત્રિમ રીતે તૈયાર કરીને સૂર્યના વાતાવરણનો અભ્યાસ કરવામાં આવશે.

સૂર્યની સપાટી પરથી હજારો કિલોમીટર સુધી પ્રસરેલા સૂર્યના વાતાવરણ (સોલાર કોરોના) એ કાયમ જ ખગોળ નિષ્ણાતો માટે એક કોયડો રહ્યો છે. સૂર્યની સપાટી પરથી તાપમાન અંદાજે છ હજાર અંશ સેલ્સિયશ હોવાથી કોરોનાનું તાપમાન જોકે અંદાજે ૧૫થી ૨૦ લાખ અંશ સેલ્સિયશ જેટલું હોય છે.

આપણ વાંચો: ઈસરોએ ‘પુષ્પક’ વિમાનનું સફળ પરીક્ષણ કર્યું

આ જ કોરોનામાં સૌરજ્વાળા, સૌરવાદળા જેવી ઘટના ઘટતી હોય છે. સૂર્યની પ્રખરતાને કારણે સોલાર કોરોનાનું નિરીક્ષણ નૈસર્ગિક રીતે ખગ્રાસ સૂર્યગ્રહણમાં કરી શકાય છે. યુરોપિયન નિષ્ણાતે જોકે બે ઉપગ્રહના માધ્યમથી આકાશમાં કૃત્રિમ ખગ્રાસ સૂર્યગ્રહણને તૈયાર કરીને સૂર્યના કોરોનાનો દીર્ઘ સમય નિરીક્ષણ કરવા માટે ‘પ્રોબા ૩’ અભિયાન હાથ ધર્યું હતું.

ઈસાએ જાહેર કરેલી માહિતી અનુસાર આ અભિયાનમાંથી પ્રક્ષેપિત થનારા એક ઉપગ્રહ પર ૧.૪ મીટર વ્યાસની પ્લેટ બેસાડવામાં આવી છે, જે ખગ્રાસ ગ્રહણમાંથી ચંદ્રની માફક સૂર્યને જોવાનું કામ કરશે.

આપણ વાંચો: Chandrayaan-Mission: ઈસરો બે તબક્કામાં લોન્ચ કરશે ચંદ્રયાન-4 મિશન

સૂર્યને ગ્રહણ લગાવનારા ઉપગ્રહથી ૧૫૦ મીટરના અંતરે બીજો નિરીક્ષક ઉપગ્રહ રહેશે, તેના પર ત્રણ વૈજ્ઞાનિક ઉપકરણની મદદથી સૂર્યનો કોરોના, સૂર્ય દ્વારા ઉત્સર્જિત થનારી ઊર્જા, તેમ જ પૃથ્વી પાસે આવતા ચાર્જ થયેલા કણોની નોંધ લેવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button