રોજ બરોજ

G-20 સમિટ પર સ્વિગીની અનોખી ક્રિએટીવીટી, સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ પોસ્ટ

G-20 સમિટને લઇને વિશ્વભરમાં આજે ભારત છવાયેલું રહ્યું. સોશિયલ મીડિયા પર પણ આજે આખો દિવસ G-20 સમિટને લગતા અનેક મીમ્સ, ટ્વીટ વાઇરલ થયાં. એવામાં ઓનલાઇન ફૂડ ઓર્ડરિંગ એપ સ્વીગી દ્વારા સોશિયલ મીડિયા સાઇટ X પર એક ફની પોસ્ટ મુકી હતી જેને જોઇને યુઝર્સ અલગ અલગ રિએક્શન આપી રહ્યા છે.

સ્વીગીએ ચાના કપનો એક ફોટો પોસ્ટ કર્યો છે. અને ચાના કપની આસપાસ પારલેજીના બિસ્કીટ ગોઠવ્યા છે. કેપશનમાં સ્વિગીએ લખ્યું છે કે અમારી ‘પારલે’ G-20 સમિટમાં સૌને આમંત્રણ છે. આમ બિસ્કીટને બહાને સ્વિગીએ પોતાનું અને પારલેજી બિસ્કીટનું માર્કેટિંગ કરી નાખ્યું. જો કે અનેક યુઝર્સે આ પોસ્ટ જોઇને સ્વિગીના ટ્રેન્ડમાં સામેલ થવાની આ ટેકનીકના વખાણ કર્યા હતા.

કેટલાક યુઝર્સે જણાવ્યું હતું કે નાનપણની યાદ તાજી કરાવી દીધી, તો કેટલાકે લાફિંગ ઇમોજી સાથે પોસ્ટને શેર કરી હતી. તો ઘણા યુઝર્સે સ્વીગીની ક્રિએટીવીટીને આવકારી પણ હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button