રાશિફળસ્પેશિયલ ફિચર્સ

2024માં પાપી ગ્રહ કરી રહ્યો છે રાશિ પરિવર્તન, ત્રણ રાશિઓને મોજા હી મોજા…

જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર દરેક ગ્રહનું એક આગવું મહત્ત્વ હોય છે અને આ ગ્રહ પોતાના નિર્ધારિત સમયે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. 2024માં આવો જ એક ગ્રહ રાશિ પરિવર્તન કરી રહ્યો છે અને આ રાશિ પરિવર્તનન કારણે આગામી 18 મહિના સુધી અમુક રાશિઓને બખ્ખા થઈ જવાના છે. આવો જોઈએ કયો છે આ ગ્રહ અને તેના રશિના પરિવર્તનને કારણે કઈ રાશિઓને ફાયદો થઈ રહ્યો છે તેમ જ તે ક્યારે રાશિ પરિવર્તન કરી રહ્યો છે.

2024ની સાતમી માર્ચના પાપી ગ્રહ તરીકે ઓળખાતો રાહુ મીન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે અને આગામી 18 મહિના સુધી તે મીન રાશિમાં જ બિરાજમાન રહેશે. રાહુના મીન રાશિમાં પ્રવેશ કરવાને કારણે બુધની સાથે રાહુની યુતિ થવા જઈ રહી છે. રાહુ અને બુધની યુતિને કારણે અમુક રાશિના જાતકોને જલસા પડી રહ્યા છે. રાહુ અને બુધની યુતિનો પૂરા દોઢ વર્ષ સુધી લાભ આપી રહ્યો છે.


જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર રાહુ વ્યક્તિના મનમાં ભ્રમ પેદા કરે છે અને ભૌતિક સુખ પ્રદાન કરે છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ પર રાહુની કૃપા હોય છે તેમને જીવનમાં ખૂબ જ લોકપ્રિયતા હાંસિલ થાય છે. રાહુ દર દોઢ વર્ષે રાશિ પરિવર્તન કરે છે આવો જોઈએ કઈ છે આ રાશિઓ કે જેમને આગામી દોઢ વર્ષ સુધી જલસા જ જલસા થવાના છે.


વૃષભઃ

વૃષભ રાશિના લોકોના ધન ભાવમાં રાહુ અને બુધની યુતિ બનવા જઈ રહી છે અને મીન રાશિમાં યુતિ બનવાને કારણે વૃષભ રાશિના લોકોની આર્થિક સ્થિતિ મજબૂત બની રહી છે. એટલું જ નહીં આ રાશિના જાતકોની આવકમાં વધારો થઈ રહ્યો છે. 2024માં કોઈ જૂના રોકાણમાંથી સારો એવો નફો થવાની પૂરેપૂરી શક્યતા છે. શેર બજારમાં રોકાણ કરવા માટે આ એકદમ બેસ્ટ ટાઈમ છે.

તુલાઃ

તુલા રાશિના લોકોની કુંડળીમાં રાહુ અને બુધની યુતિ છઠ્ઠા ભાવમાં થઈ રહી છે. 2024માં આ યુતિ આ રાશિના જાતકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવા જઈ રહી છે. આ રાશિના લોકો જો કોઈ કાયદાકીય ગૂંચવણનો સામનો કરી રહ્યા છે તો ચુકાદો તમારા પક્ષમાં આવશે. શત્રુઓ પરાસ્ત થઈ શકે છે. પરિવારના બધા સભ્યોની સાથેના સંબંધોમાં સુધારો આવશે અને મધુરતા જળવાઈ રહી છે. પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. નવા વર્ષમાં જૂની સમસ્યામાંથી મુક્તિ મળી રહી છે.

કુંભઃ

કુંભ રાશિના સ્વામી ન્યાયના દેવતા શનિ છે. બુધ અને રાહુ બંને સાથે શનિનો મૈત્રીભર્યો સંબંધ છે. આવી પરિસ્થિતિમાં બુધ અને રાહુની યુતિ તમારા ધનભાવમાં થવા જઈ રહી છે. કુંભ રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળી રહી શકે છે અને આ રાશિના જાતકોને આકસ્મિક લાભ થઈ શકે છે. આવકના સ્રોત પણ વધી રહ્યા છે. 2023માં સુખ-સુવિધાઓમાં આનંદમાં પસાર.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button