2026નું વર્ષ છે ગ્રહોના રાજા સૂર્યનું, છપ્પર ફાડ પૈસા વરસશે આ રાશિના જાતકો પર…

નૂતન વર્ષ ૨૦૨૬નો પ્રારંભ થઈ ચૂક્યો છે અને અંક જ્યોતિષ અને ગ્રહ નક્ષત્રોની ગણતરી અનુસાર મુજબ આ વર્ષ અત્યંત વિશેષ રહેવાનું છે. વર્ષ ૨૦૨૬નો મૂળાંક પણ એક થાય છે (2+0+2+6 = 10, 1+0 = 1), જે સૂર્યનો અંક ગણાય છે.
જ્યોતિષીઓની દ્રષ્ટિએ આ વર્ષ સૂર્યદેવના પ્રભાવ હેઠળ રહેશે, જે તેજ, પ્રગતિ અને નેતૃત્વનું પ્રતિક છે. ત્યારે ચાલો જોઈએ આ સૂર્ય પ્રધાન વર્ષમાં કઈ રાશિઓ માટે ભાગ્યશાળી રહેવાનું છે…

મેષ રાશિ માટે ૨૦૨૬નું વર્ષ પરિવર્તનનું વર્ષ સાબિત થશે. કરિયર અને વ્યક્તિગત જીવનમાં નવી ઊર્જાનો સંચાર થશે. સૂર્યના પ્રભાવથી આ સમયે મેષ રાશિના જાતકોના આત્મવિશ્વાસ અને નિર્ણય લેવાની શક્તિમાં વધારો થશે, જે તમને નેતૃત્વ કરવાની નવી તકો અપાવશે. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે.

આ વર્ષે વૃષભ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ પરિણામો લઈને આવી રહ્યું છે. આર્થિક સ્થિતિ અત્યંત મજબૂત રહેશે અને આવકના નવા સ્ત્રોત ઉભા થશે. સુખ-સંપત્તિમાં વધારો થવાની સાથે તમે નવું વાહન અથવા ઘર ખરીદવાનું સપનું પૂરું કરી શકશો. તમે તમારા સૌથી શક્તિશાળી સ્વરૂપમાં જોવા મળશો.

કર્ક રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. દેવગુરુ બૃહસ્પતિના આશીર્વાદથી કરિયરમાં પ્રગતિ અને વેપારમાં મોટો લાભ થશે. લાંબા સમયથી અટવાયેલા કામો પૂરા થશે અને લગ્ન જીવનમાં સ્થિરતા આવશે. જોકે, સ્વાસ્થ્ય બાબતે સહેજ સજાગ રહેવાની સલાહ છે.

સિંહ રાશિના સ્વામી ખુદ સૂર્ય હોવાથી આ વર્ષ આ રાશિના જાતકો માટે વરદાન સમાન રહેશે. અનેક ક્ષેત્રોમાં સફળતાના દ્વાર ખુલશે. જોકે શનિની ઢૈય્યા ચાલે છે, પરંતુ શનિની સ્થિતિમાં થતા ફેરફારો સિંહ રાશિના જાતકોને આર્થિક લાભ અને કરિયરમાં નવી ઊંચાઈઓ અપાવવામાં નિમિત્ત બનશે.

કન્યા રાશિના જાતકો માટે આ વર્ષ શિક્ષણ અને પૈસાની દ્રષ્ટિએ આ વર્ષ પ્રગતિમય રહેશે. સૂર્ય અને ગુરુના પ્રભાવથી નોકરીમાં પ્રમોશન અને નવી નોકરીની ઉત્તમ તકો મળશે. પૈતૃક સંપત્તિથી લાભ થવાના યોગ છે. જે વિદ્યાર્થીઓ વિદેશ જઈને ઉચ્ચ શિક્ષણ મેળવવા ઈચ્છે છે, તેમના માટે આ વર્ષ સફળતા અપાવનારું રહેશે.

તુલા રાશિ માટે આ વર્ષ વ્યાવસાયિક પ્રતિષ્ઠા વધારનારું રહેશે. જો લાંબા સમયથી કોઈ સરકારી કામ અટવાઈ પડ્યા હશે તો આ સરકારી કે કોર્ટના કામો પણ પૂરા થશે. જેને કારણે માનસિક શાંતિનો અહેસાસ થશે. હરીફાઈમાં સફળતા મળશે અને વિદેશી કંપનીઓ સાથે કામ કરવાની તક મળી શકે છે. રોકાણ કરતી વખતે સાવધાની રાખવી, પરંતુ એકંદરે આવકમાં મોટો વધારો જોવા મળશે.

રાહુ અને ગુરુના પ્રભાવથી વૃશ્ચિક રાશિના જાતકોને આ વર્ષે અચાનક ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. અટવાયેલા પૈસા પરત મળશે અને પ્રોપર્ટીના સોદામાં મોટો નફો થશે. સરકારી ક્ષેત્રે જોડાયેલા લોકોને નવી જવાબદારીઓ મળશે. સંતાન સુખના પણ ઉત્તમ યોગ બની રહ્યા છે. ક્રોધ પર સંયમ રાખવો જરૂરી છે.

કુંભ રાશિના જાતકો માટે આ વર્ષ બિઝનેસ અને આર્થિક બાબતોમાં આ ફેરફાર લાવનારું વર્ષ રહેશે. સૂર્ય અને ગુરુના પ્રભાવથી બિઝનેસમાં તેજી આવશે અને નવા કોન્ટ્રાક્ટ મળશે. રિયલ એસ્ટેટ અને ઓનલાઈન બિઝનેસ સાથે જોડાયેલા લોકોને વિશેષ લાભ થશે. જૂન મહિના પછી ખર્ચ પર નિયંત્રણ આવશે અને આર્થિક સ્થિતિ વધુ સ્થિર બનશે. માનસિક શાંતિ માટે યોગ અને ધ્યાન કરવા હિતાવહ છે.


