રાશિફળસ્પેશિયલ ફિચર્સ

Boss હંમેશાં તમારાથી નારાજ જ હોય છે? તો જાણી લો આ કામની Information…

નોકરિયાત વર્ગની એક ફરિયાદ ખૂબ જ કોમન હોય છે અને એ એટલે કે કંઈ પણ કરી લો યાર બોસ ખુશ થતાં જ નથી, ખબર નહીં મારાથી શું પ્રોબ્લેમ છે એમને… જો તમારી સાથે પણ આવું જ કંઈક થાય છે તો ભાઈસાબ આ Information તમારા માટે જ છે. એમાં જો બોસ તમારાથી પણ નાખુશ રહેતા હોય તો શક્ય છે કે એનું કારણ એવું પણ હોઈ શકે કે તમારી અને એમની એનર્જી મેચ નથી થતી, એમાં તમારો કોઈ જ વાંક ગુનો નથી અને એટલે જ તમારે સેલ્ફ ગિલ્ટ ફીલ કરવાની બિલકુલ પણ જરૂર નથી.

મુંબઈના એક જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર અમુક મૂળાંક હોય છે કે જેમની એમના બોસ સાથે બિલકુલ નથી જામતું અને અમુક મૂળાંકવાળા લોકો આ બાબતમાં એટલા બધા ભાગ્યશાળી હોય છે કે જેઓ કંઈ નહીં પણ કરે તો પણ બોસ હંમેશાં એમના પર ખુશ રહેતા હોય છે. આવો જ એક મૂળાંક છે 5. 5, 14 અને 23 તારીખ જન્મેલા લોકોનો મૂળાંક 5 છે. આ રાશિના જાતકો ખૂબ જ આકર્ષક હોય છે અને તેઓ બોલચાલમાં પણ ખૂબ જ માહેર હોય છે. એટલું જ નહીં પણ આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ ખૂબ જ સારી હોય છે, ઉપરાંત તેઓ સારા રોકાણકાર પણ હોય છે.


સૌથી મહત્વની વાત એટલે આ રાશિના લોકો પોતાના બોસને ઇમ્પ્રેસ કરવામાં એકદમ જ માહેર હોય છે. આ મૂળાંકવાળા લોકો હંમેશાં પોતાનું કામ સમયસર પૂરું કરી લે છે અને બોસ દ્વારા આપવામાં આવેલું ટાર્ગેટ પણ પૂરું કરી લે છે. આ જ કારણે ઓફિસમાં તેમનું માન સન્માન વધી જાય છે અને તેઓ બોસના ફેવરિટ એમ્પ્લોયી બની જાય છે.


આ માહિતી વાંચ્યા બાદ હવે તમે ચોક્કસ બોસની નારાજગી માટે પોતાની જાતને કોસ્વનું બંધ કરી દેશો અને ટાર્ગેટ અને કામ સમયસર પૂરા કરી જ દેશો હેં ને??

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button