ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

મેષ રાશિમાં શુક્ર કરશે ગોચર, આ પાંચ રાશિના જાતકો માટે લાવશે Good Luck and Success…

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ નિયત સમયે ગોચર કરે છે અને આ ગોચરની અમુક તમુક રાશિના જાતકો પર સારી નરસી અસર જોવા મળે છે. આ જ મહિનાન અંતમાં એટલે કે 25મી એપ્રિલના રોજ શુક્ર પોતાની ઉચ્ચ રાશિ મીનમાંથી ગોચર કરીને મેષ રાશિમાં પ્રવેશી રહ્યો છે. શુક્રના આ ગોચરની પાંચ રાશિના જાતકો પર વ્યાપક પ્રમાણમાં અસર જોવા મળશે. ચાલો જોઈએ કઈ છે એ ભાગ્યશાળી રાશિઓ કે જેમના માટે શુક્રનું આ ગોચર ભાગ્યના દ્વાર ખોલનારું સાબિત થવા જઈ રહ્યું છે…

મેષઃ શુક્રનું મેષ રાશિમાં ગોચર થતાં જ મેષ રાશિના જાતકો પર તેની સારી અસર જોવા મળશે. આ રાશિના લોકોને પાર્ટનરનો સહયોગ મળશે અને વૈવાહિક જીવનમાં આવી રહેલી સમસ્યામાં પણ રાહત મળશે. તમારી સંગત પર ખાસ ધ્યાન આપો. વિદેશથી કામ કરી રહેલા લોકોને પણ આ ગોચરને કારણે લાભ થઈ રહ્યો છે.


મિથુન: આ રાશિના જાતકોને પિતાથી લાભ થઈ રહ્યો છે. કોઈ સરકારી કામ અટકી પડ્યા હશે તો તે પણ પૂરા થઈ રહ્યા છે. સંતાનની પણ પ્રગતિ થઈ રહી છે. તમે મોટા ભાઈ બહેનોને સ્વાસ્થય સંબંધિત કોઈ સલાહ સૂચન આપશો અને તેઓ એના પર અમલ પણ કરશે.


સિંહ: આ રાશિના જાતકોને પણ મેષ રાશિમાં થઈ રહેલું શુક્રનું ગોચર ખૂબ જ લાભદાયી સાબિત થઈ રહ્યું છે. નોકરી કરી રહેલા લોકોના કામમાં અડચણ આવી શકે છે, પણ સતત પ્રયાસ કરશો તો તેમાં ચોક્કસ સફળતા મળશે. આળસથી દૂર રહો. તમે તમારી સામાજિક છબિ સુધારવાના તમામ પ્રયાસો કરશો.


તુલા: કુંવારા લોકો માટે આ ગોચરને કારણે સારા સારા માંગા આવી શકે છે. જીવનસાથીના સ્વસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. તમારી મહેનતનું પરિણામ તમને મળશે. બોસ કે ઉપરી અધિકારીઓ સાથે સંબંધ બનાવી રાખો કારણ કે એમની પાસેથી ઘણું બધું શિખવાનું મળશે.


મકર: આ રાશિના જમીન કે પ્લોટ ખરીદવાનું વિચારી રહેલા લોકોની ઈચ્છા પૂરી થઈ શકે છે. માતા સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ જ કોઈ પણ કામ કરવાનું વિચારો. સોફ્ટવેર, બેન્કિંગ, આઇટી સેક્ટરમાં કામ કરી રહેલા લોકોની પણ પ્રગતિ થવાના યોગ બની રહ્યા છે. કુંવારા લોકો માટે સારા સારા માંગા આવી શકે છે. ઘરમાં કોઈ શુભ કાર્યનું આયોજન થઈ શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button