વૈદિક પંચાગ અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર ગોચર કરે છે. ગ્રહોના ગોચરની તમામ રાશિના જાતકો પર સારી નરસી અસર જોવા મળે છે. આજે એટલે કે શુક્રવારના 17મી જાન્યુઆરી, 2025ના વહેલી સવારે 7. 51 કલાકે સુખ-વૈભવના સ્વામી શુક્ર નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યા છે. શુક્ર શતભિષા નક્ષત્રમાંથી નીકળીને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. મળતી માહિતી મુજબ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રના સ્વામી દેવગુરૂ ગુરૂ છે. શુક્રના આ નક્ષત્ર પરિવર્તનની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળશે. કેટલીક રાશિના જાતકો પર આ ગોચરની વિશેષ અસર જોવા મળશે. આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે અને આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ પણ સુધરી રહી છે. આવો, જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે…
મીન રાશિના જાતકો માટે શુક્રનું આ નક્ષત્ર પરિવર્તન ખૂબ જ લાભદાયી સાબિત થવા જઈ રહ્યું છે. આ દરમિયાન આ રાશિના જાતકોના વ્યક્તિત્વમાં નિખાર જોવા મળશે. સાથે વેપારમાં મોટો લાભ થશે અને રોકાણથી પણ ફાયદો થશે. કામના સ્થળે પણ તમને તમારી મહેંતરીમહેનતનું ફળ મળશે. નવી નોકરીની તક મળશે. આવકના નવા સ્રોત ઊભા થશે. આ સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. તેને કોઈ પરીક્ષામાં સફળતા મળી શકે છે. તો કુંવારા લોકો માટે લગ્નનો યોગ બની રહ્યો છે. સ્વાસ્થ્ય સારૂ રહેશે. તમે વિચારેલી યોજનાઓ સફળ થશે.
શુક્રનું નક્ષત્ર પરિવર્તન વૃષભ રાશિના જાતકો માટે ખૂબ જ અનુકૂળ સાબિત થશે. તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે. જે લોકો બેરોજગાર છે, તેને નોકરી મળી શકે છે. જીવનસાથી સાથે સંબંધ મજબૂત થશે. પ્રેમ સંબંધો મજબૂત બનશે. પરિવાર સાથે સમય પસાર કરવાની તક મળશે. સાથે આ સમયમાં મોટા-મોટા લોકો સાથે તમારા સંબંધ બનશે. કામના સંબંધમાં કોઈ યાત્રા વગેરે પર જઈ શકો છો, જેને કારણે ભવિષ્યમાં ફાયદો થશે.
તુલા રાશિના જાતકો માટે શુક્ર ગ્રહનું નક્ષત્ર પરિવર્તન લાભદાયી સાબિત થશે. આ સમયગાળા તમારા મોજશોખની વસ્તુ પાછળ સારી એવી રકમ ખર્ચ કરશો. જીવનસાથી સાથે તાલમેલ વધશે અને પ્રેમ સંબંધ વધુ મજબૂત થશે. કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. આ સમયે તમને ભૌતિક સુખની પ્રાપ્તિ થશે. તમારી આવકમાં વધારો થશે. બિઝનેસ કરી રહેલા લોકોને નવા ઓર્ડર મળી શકે છે, જેને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે.
આ પણ વાંચો…Health: બાળકોને સંતરા ખવડાવવાથી શરદી અને ઉધરસ થતા અટકે છે, જાણો હકીકત?