
જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને દૈત્યોના ગુરુનો દરજ્જો આપવામાં આવ્યો છે અને આવા આ શુક્ર દર મહિને રાશિ પરિવર્તન કરે છે. શુક્રના આ રાશિ પરિવર્તનની તમામ રાશિના જાતકો પર અસર જોવા મળશે. આજે એટલે કે 26મી જુલાઈના રોજ શુક્ર મિથુન રાશિમાં ગોચર કરશે, આ પહેલાં શુક્ર વૃષભ રાશિમાં બિરાજમાન હતા. મિથુન રાશિમાં શુક્ર અને શનિ ઓગસ્ટ મહિનાની પહેલી તારીખે મળીને કેન્દ્ર યોગનું નિર્માણ કરી રહ્યા છે. આ યોગને કારણે અમુક રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ રહ્યો છે. આ સમયે આ રાશિના જાતકોને અપરંપાર સફળતા અને ધનલાભ થઈ રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
આ પણ વાંચો: આજનું રાશિફળ (26-07-25): મેષ અને કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે એકદમ Happy Happy….
મિથુન રાશિના જાતકો માટે આ યોગ લાભદાયી સાબિત થઈ રહ્યો છે. આર્થિક સ્થિતિ સુધરી રહી છે. તમારી આસપાસ સકારાત્મક વાતાવરણ જોવા મળશે. તમારા વ્યવહારમાં સુધારો જોવા મળશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. જીવનમાં ખુશીઓનું આગમન થશે. વાહન વગેરે ખરીદવાનું સપનું પણ આ સમયે પૂરું થશે. મિત્રો સાથેના સંબંધો ગાઢ થઈ રહ્યા છે.
મેષ રાશિના જાતકો માટે આ સમયગાળો અપરંપાર સફળતા લઈને આવી રહ્યો છે. આ સમયે ધનલાભ થઈ રહ્યો છે. કરિયરમાં પણ અપાર સફળતા મળશે. લાંબા સમયથી જો આર્થિક સ્થિતિ ડામાડોળ હશે તો તે પણ થાળે પડશે. કોર્ટ કચેરીના કેસમાંથી મુક્તિ મળી રહી છે. કોઈ પણ કાયદાકીય બાબતમાં આ સમયે તમને સફળતા મળશે.
કુંભ રાશિના જાતકો માટે આ સમય અનુકૂળ રહેશે. સંતાન તરફથી આવી રહેલી સમસ્યાઓનો પણ અંત આવી રહ્યો છે અને કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. લગ્નજીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે. લાંબા સમય બાદ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યામાંથી રાહત મળી રહી છે. તમારી અંદર નવી નવી સ્કિલ્સ ડેવલપ થશે. કરિયરમાં સફળતા મળી રહી છે.