ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

48 કલાક બાદ શુક્ર-કેતુની યુતિ: આ રાશિના જાતકોનું ચમકી ઉઠશે ભાગ્ય, બેંક બેલેન્સમાં થશે વૃદ્ધિ…

વૈદિક જ્યોતિષ અનુસાર શુક્રને ધન, વૈભવ અને સુખ-સમૃદ્ધિનો કારક ગ્રહ માનવામાં આવ્યો છે. દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર ગોચર કરે છે અને આ ગોચરની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળે છે. આવું જ એક ગોચર બે દિવસ બાદ એટલે કે 24મી ઓગસ્ટના થઈ રહી છે. આ દિવસે ધન અને સુખ-સમૃદ્ધિના કારક એવા શુક્ર કન્યા રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. કન્યા રાશિમાં પહેલાંથી જ કેતુ બિરાજમાન છે. આવી પરિસ્થિતિમાં કેતુ અને શુક્રની યુતિ થઈ રહી છે જે અનેક રાશિના જાતકોને શુભ પરિણામ પ્રદાન કરવા જઈ રહી છે.

મુંબઈના એક પ્રખ્યાત જ્યોતિષિના જણાવ્યા અનુસાર કેતુ અને શુક્રની યુતિથી મહાસંયોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આને કારણે કેટલીક રાશિના જાતકોને નુકસાન થઈ રહ્યું છે તો કેટલાક રાશિના જાતકોને આ યુતિથી ફાયદો થઈ રહ્યો છે. શુક્ર અને કેતુની યુતિ અનેક રાશિનું ભાગ્ય જગાડશે, આ રાશિના જાતકોને ધન-ધાન્યની પ્રાપ્તિ થશે, આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-


કર્ક રાશિના જાતકોના જીવન પર કેતુ અને શુક્રની યુતિની વિશેષ અસર જોવા મળશે. આ રાશિના જાતકોને શુભ પરિણામ મળી રહ્યા છે. આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ તો મળી રહ્યો છે પણ ફાયદો પણ થઈ રહ્યો છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. વેપારમાં લાભ થશે. બેંક બેલેન્સમાં વૃદ્ધિ થઈ રહી છે. આવકમાં વધારો થતાં મન એકદમ પ્રસન્ન રહેશે.

Horoscope
વૃષભ રાશિના જાતકો માટે પણ કન્યા રાશિમાં બની રહેલી શુક્ર અને કેતુની યુતિ ખાસ લાભદાયી સાબિત થશે. આ સમયગાળા દરમિયાન આ રાશિના જાતકોનો ભાગ્યોદય થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ માટે આ સમય એકદમ અનુકૂળ છે. ભાગ્યનો સાથ મળી રહ્યો છે. તમામ કામમાં સફળતા મળી રહી છે. આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે.

Astrology: These four planets will change course
ધનના કારક શુક્રની માયાવી ગ્રહ કેતુ સાથે યુતિ થતાં કન્યા રાશિના જાતકોને વિશેષ લાભ થઈ રહ્યો છે. આ દરમિયાન મહાસંયોગથી આવકમાં વૃદ્ધિ થઈ રહી છે. કામના સ્થળે લાભ થઈ રહ્યો છે, પ્રમોશન વગેરે થઈ શકે છે. પરિવારમાં સુખ-શાંતિનો માહોલ રહેશે. ધનલાભના યોગ બની રહ્યા છે. લાંબા સમયથી અટકી પહેલાં કામ પૂરા થઈ રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button