સૂર્યના નક્ષત્રમાં બુધનું ગોચર, આ રાશિના જાતકોને થશે અપરંપાર લાભ…

જ્યોતિષશાસ્ત્રમાં બુધને ગ્રહોના રાજકુમારનો તો સૂર્યને ગ્રહોના રાજાનો દરજ્જો આપવામાં આવ્યો છે. આવા આ ગ્રહોના રાજકુમાર બુધે 21મી તારીખની રાતે 10.23 કલાકે સુર્યના નક્ષત્રમાં કૃતિકા નક્ષત્રમાં ગોચર કર્યું છે. જ્યોતિષશાસ્ત્રમાં બુધ અને સૂર્યને મિત્ર ગ્રહો ગણવામાં આવે છે. આવી સ્થિતિમાં કૃતિકા નક્ષત્રમાં બુધનું ગોચર કેટલીક રાશિના જાતકો માટે શુભ પરિણામ લઈને આવી રહ્યો છે. સૂર્યના સ્વામિત્વવાળા કૃતિકા નક્ષત્રમાં બુધનો પ્રવેશ કેટલીક રાશિના જાતકોને ભાગ્યનો સાથ અપાવવાની સાથે સાથે લાભ કરાવી રહ્યો છે. આ રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ થશે, કારકિર્દીમાં પ્રગતિ અને બિઝનેસમાં લાભ કરાવશે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

આ રાશિના જાતકો માટે બુધનું કૃતિકા નક્ષત્રમાં ગોચર શુભ પરિણામ લઈને આવશે. આ રાશિના જાતકોના અટકી પડેલાં પૈસા પાછા મળી શકે છે. વેપાર કરી રહેલાં લોકો માટે આ સમય અનુકૂળ રહેશે. બિઝનેસમાં પણ તમને સારો એવો લાભ થઈ રહ્યો છે. આ સમયે આ રાશિના જાતકોને ઊર્જા અને ઉત્સાહનો અનુભવ થશે. ધાર્મિક કાર્યમાં તમારો રસ વધશે.

સિંહ રાશિના જાતકોને આ સમયે આવકમાં વૃદ્ધિ અને આર્થિક સ્થિતિ સુધરી રહી છે. આ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓનું આગમન થશે. બિઝનેસમાં પણ અચાનક લાભ થશે. દરેક કામમાં સફળતા મળશે. પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. પ્રોપર્ટી વગેરે ખરીદવાની ઈચ્છા પૂરી થશે. નવું વાહન ખરીદશો. બેરોજગાર લોકોને રોજગાર મળી શકે છે.

આ રાશિના જાતકોના જીવનમાં પણ સૂર્યના નક્ષત્રમાં બુધનું થઈ રહેલું ગોચર શુભ પરિણામ લઈને આવશે. નોકરી કરી રહેલાં જાતકોની આવકમાં વૃદ્ધિ થઈ રહી છે. પ્રમોશનની નવી નવી તક સામે ચાલીને આવશે. તમારા લક્ષ્યને હાંસિલ કરવામાં સફળ થશો. તમારી નિર્ણય લેવાની ક્ષમતામાં વૃદ્ધિ થશે. પૈસા બચાવવામાં પણ સફળતા મળશે.
આ પણ વાંચો…એક જ અઠવાડિયામાં બે વખત ચાલ બદલશે બુધ, પાંચ રાશિના જાતકોને જલસા જ જલસા…