આજનું રાશિફળ (08-09-25): આ ત્રણ રાશિના જાતકોના ટાર્ગેટ થશે પૂરા, જોઈ લો શું છે બાકીની રાશિના હાલ? | મુંબઈ સમાચાર
રાશિફળ

આજનું રાશિફળ (08-09-25): આ ત્રણ રાશિના જાતકોના ટાર્ગેટ થશે પૂરા, જોઈ લો શું છે બાકીની રાશિના હાલ?

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સાવધાની રાખવાનો રહેશે. આજે તમે તમારા ખર્ચને નિયંત્રણમાં રાખીને ચાલશો તો તમારા માટે સારું રહેશે. આજે તમે તમારી બુદ્ધિમત્તા અને વિવેક જોઈને લોકો હેરાન કરશે. આજે તમારે કામને લઈને થોડી સમાધાન રાખશો. માતા-પિતાની સેવા કરવા માટે સમય કાઢશો. સંતાનો સાથે આજે સમય પસાર કરશો. જો કોઈ ચિંતા સતાવી રહી હતી તો આજે તે દૂર થઈ રહી છે.

આજનો દિવસ આ રાશિના જાતકો માટે બાકીના દિવસની સરખામણી સારો રહેવાનો છે. આજે તમે તમારી સૂઝબૂઝથી કામમાં આગળ વધશો. તમારે તમારી કોઈ જૂની ભૂલ પરથી શીખ લેવી પડશે. પરિવારનો કોઈ સદસ્ય આજે તમને ખરી ખોટી સંભળાવી શકે છે. આસપાસના વિરોધીઓને ઓળખવાનો પ્રયાસ કરવો પડશે. ઘરે પૂજા-પાઠનું આયોજન થશે. વાહનોનો ઉપયોગ કરતી વખતે આજે ખાસ સાવધાની રાખવી પડશે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ જવાબદારીથી આગળ વધવાનો રહેશે. આજે તમે કોઈ મોટા ટાર્ગેટને ધ્યાનમાં રાખશો. કોઈ પાસેથી પૈસા ઉધાર લેતાં પહેલાં ખૂબ જ સમજી વિચારીને માંગો. પરિવારના કોઈ સદસ્યને આજે તમે કોઈ સલાહ આપશો તો તેના પર અમલ કરશે. દૂર રહેતાં કોઈ પરિવારજન તરફથી નિરાશાજનક માહિતી સાંભળવા મળી શકે છે. પૈતૃક સંપત્તિને લઈને આજે કોઈ વિવાદ થઈ શકે છે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેવાનો છે. આજે તમે તમારું દેવુ ચૂકવવાનો પ્રયાસ કરી શકે છે. અધ્યાત્મના કાર્યમાં આજે તમારો રસ વધશે. સમાજસેવાના કાર્યક્રમમાં આજે મોકો મળવાનો મળી શકે છે. આજે તમને કામના સ્થળે કોઈ સહયોગીઓની વાત ખરાબ લાગી શકે છે. સંતાન તરફથી આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. દાન-ધર્મના કાર્યમાં આજે તમારી રસ વધી રહ્યો છે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કામકાજ પર ધ્યાન આપવાનો રહેશે. આજે લેવડદેવડના મામલામાં સાવધાની રાખવાનો રહેશે. આજે તમે તમારા કામમાં થોડી લાપરવાહી દેખાડી શકો છો. કંઈક નવું કરવાનો તમારો પ્રયાસ સફળ થશે. કોઈ કામ માટે આજે તમારે બીજા પર નિર્ભર રહેવાનું ટાળવું જોઈએ. ભગવાનની ભક્તિમાં આજે તમારું મન લાગશે. પિતાજીની કોઈ વાત આજે તમને ખરાબ લાગી શકે છે. બિઝનેસમાં આજે કોઈ ફેરફાર કરવાની યોજના બનાવી શકો છો.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ મૂંઝવણથી ભરપૂર રહેવાનો છે. પરિવારમાં કોઈ નવા મહેમાનનું આગમન થઈ શકે છે. આજે તમારે તમારા કામને લઈને યોજના બનાવીને આગળ વધવું પડશે. આજે તમે તમારા વ્યવહારથી લોકોનું દિલ જિતવામાં સફળ રહેશો. સંતાનને અભ્યાસમાં આજે કોઈ સમસ્યા સતાવી રહી હશે તો તેમાં તમે મદદ કરશો. આજે તમે તમારી આસપાસના લોકોને વણમાંગી સલાહ આપવું ટાળવું જોઈએ.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ મહેનતથી કામ કરવાનો રહેશે. આજે તમારે તમારા કામ ધીરજથી પૂરા કરવાનો રહેશે. આજે તમે ઉધારનું લેવડદેવડ કરવાથી બચવું જોઈએ. સરકારી યોજનાઓનો પૂરેપૂરો લાભ ઉઠાવવો જોઈએ. કોઈ નોકરી સંબંધિત કામ માટે આજે બહાર જવું પડી શકે છે. બોસને તમે આજે કોઈ સૂચન આપશો તો તેઓ તેના પર અમલ કરશે. રાજકારણમાં આગળ વધી રહેલાં લોકો આજે કોઈ મોટા પદની પ્રાપ્તિ થઈ શકે છે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રગતિના માર્ગ પર આગળ વધવાનો રહેશે. આજે તમારી આવકમાં વૃદ્ધિ આવશે. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ નવા મહેમાનનું આગમન થઈ શકે છે. જો કોઈ સરકારી યોજનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આજે એમાં પણ તમને સફળતા મળી રહી છે. જૂની ભૂલ પરથી આજે બોધપાઠ લેવો પડશે. કોઈની કહેલી કે સાંભળેલી વાત પર ભરોસો કરવાનું ટાળો. પારિવારિક બાબતોને આજે ઘરની બહાર ના જવા દો.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કંઈક નવું કરવાનો રહેશે. આજે પરિવારમાં કોઈ પણ મુદ્દે વાતચીત થઈ રહી હોય તો તેમાં તમારે બોલવાથી બચવું જોઈએ. પ્રોપર્ટી રિલેટેડ આજે કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો તેમાં પણ ઉકેલ આવી રહ્યો છે. આજે ભક્તિમાં તમારું મન લાગશે. તમારી ઈચ્છાઓ પૂરી કરવા પાછળ આજે તમે સારા એવા પૈસા ખર્ચ કરશો. સંતાન આજે તમારી અપેક્ષા પર ખરું ઉતરશે. પરિવારમાં ચાલી રહેલાં કોઈ કલહનું આજે તમારે નિવારણ લાવવું પડશે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેવાનો છે. આજે ઉચ્ચ અધિકારીઓની કૃપા દ્રષ્ટિ તમારા પર બની રહેશે. આજે લોહીના સંબંધોમાં મજબૂતી આવી રહી છે. કોઈ જગ્યાએ હરવા ફરવાનું પ્લાનિંગ કરી શકો છો. આજે તમે બધાને સાથે લઈને ચાલવાના પ્રયાસમાં સફળ થશો. કામના સ્થળે તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થશે, જેને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે. વૈવાહિક જીવનમાં કોઈ સમસ્યા હશે તો તમારે એનો ઉકેલ લાવવો પડશે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત ફળદાયી રહેવાનો છે. આજે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને દૂર કરવાનો પ્રયાસ કરવો પડશે. કોઈ જૂની ભૂલ પરથી આજે પડદો ઉઠી શકે છે. જે કોઈ પાસેથી પૈસા ઉધાર લીધા હશે તો આજે તમે એ પૈસા પાછા આપવાનો પ્રયાસ કરશો. માતા-પિતા આજે તમારા કામમાં સહયોગ આપશે. તમારા સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ રોકાણ સંબંધિત બાબતોમાં તમારે ખાસ સાવધાની રાખવી પડશે. કળા અને કુશળતામાં વધારો થતાં તમને ખુશી થશે. આજે કામના સ્થળે તમને બોસ કે ઉપરી અધિકારીનું સંપૂર્ણ સમર્થન મળી રહ્યું છે. જીવનસાથીની નોકરીમાં કોઈ સમસ્યા આવી રહી હતી તો આજે એનો ઉકેલ આવી રહ્યો છે. આજે તમે તમારા કામ પર પૂરેપૂરું ફોકસ કરશો. કેટલાક નવા લોકો સાથે મુલાકાત થશે, જે ભવિષ્યમાં તમારા માટે લાભદાયી સાબિત થઈ શકે છે.

આપણ વાંચો: આ દિવસથી પૈસા ગણતાં ગણતાં થાકી જશે ચાર રાશિના લોકો, ગ્રહોના રાજા બનાવશે માલામાલ…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button