આજનું રાશિફળ (02-08-25): મેષથી મીન રાશિના જાતકો માટે કેવો હશે આજનો દિવસ, જાણી લો એક ક્લિક પર… | મુંબઈ સમાચાર

આજનું રાશિફળ (02-08-25): મેષથી મીન રાશિના જાતકો માટે કેવો હશે આજનો દિવસ, જાણી લો એક ક્લિક પર…

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખાસ રહેવાનો છે. વૈવાહિક જીવનમાં ખુશહાલી આવશે. રાજકારણમાં આગળ વધી રહેલાં લોકો માટે દિવસ સારો રહેશે. બિઝનેસમાં આજે કેટલાક નવા લોકોનો સમાવેશ કરશો. તમારી વાણીમાં રહેલી મિઠાશ અને સૌમ્યતા જ તમને માન-સન્માન અપાવશે. આજે તમે સારા વિચારોથી આજે લોકોને પ્રભાવિત કરશો. કોઈ જૂની નોકરીમાંથી આજે તમને પાછી ઓફર આવી શકે છે. આજે તમારે તમારા કામમાં લાપરવાહી દેખાડવાનું ટાળવું પડશે.

આજનો દિવસ આ રાશિના જાતકો માટે આળસને છોડીને આગળ વધવાનો રહેશે. આજે તમારે કોઈ પણ કામાં નિતી નિયમોનું ખાસ ધ્યાન રાખવું પડશે. આજે થોડી ધીરજ રાખીને કામ કરશો તો તમારા માટે સારું રહેશે. આજે કોઈની વાતમાં આવીને કોઈ મોટું જોખમ લેવાનું ટાળો, નહીં તો બાદમાં તે તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. પરિવારમાં કોઈ પૂજા પાઠ વગેરેનું આયોજન થઈ શકે છે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કળા-કુશળતામાં સુધારો લઈને આવશે. ઘરમાં સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થઈ રહી છે. તમે તમારી બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને આજે કોઈ મુશ્કેલીમાંથી સરળતાથી બહાર આવી જશો. જીવનસાથી સાથે કોઈ મુદ્દે અણબનાવ ચાલી રહ્યો હતો તો તેનો પણ ઉકેલ આવી રહ્યો છે. આજે તમારે તમારા કામને લઈને કોઈ પણ પ્રકારની લાપરવાહી ના દેખાડવી જોઈએ. જો તમે કમિશન પર કામ કરો છો તો આજે તમને પારાવાર લાભ થઈ રહ્યો છે. કોઈને પણ આજે સમજ્યા વિચાર્યા વિના કંઈ પણ કહેવાથી બચો.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ઠીકઠાક રહેશે. આજે તમે ભાઈચારાને પ્રોત્સાહન આપશો. પૈતૃક સંપત્તિની પ્રાપ્ત થશે. આજે કેટલાક અજાણ્યા લોકો સાથે મુલાકાત થશે. તમે તમારા આળસને કારણે આજે કામને આવતીકાલ પર ટાળશો. કોઈ કામને લઈને આજે તમે જરૂરી માહિતી મેળવી શકો છો. આજે કોઈની સાંભળેલી વાત પર ભરોસો ના કરવો જોઈએ. કોઈ કાયદાકીય બાબત અટકી પડેલી હશે તો તેનો પણ ઉકેલ આવી રહ્યો છે, અને એના માટે તમે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેશો.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ઠીકઠાક રહેવાનો છે. આજે તમારી અંદર ભાઈચારાની ભાવના જોવા મળી શકે છે. આજે કોઈ પૈતૃક સંપત્તિની પ્રાપ્તિ થઈ શકે છે. કેટલાક અજાણ્યા લોકો સાથે તમારી મુલાકાત થઈ શકે છે. વિદ્યાર્થીઓ આજે અભ્યાસમાં કોઈ સમસ્યા આવી રહી હતી તો તેના માટે શિક્ષક કે વડીલની મદદ લેવી પડી શકે છે. પરિવારમાં જો કોઈ સમસ્યા ચાલી રહી હશે તો તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવો પડશે. સંતાન તરફથી આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદમય રહેશે. પરિવારમાં ચાલી રહેલી સમસ્યાને ઉકેલવામાં આજે પરિવારના તમામ સભ્યો વ્યસ્ત રહેશે. વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ ખાસ રહેશે, તેઓ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરશે, અને એને કારણે તેમને સારો મુકામ હાંસિલ થશે. આજે તમે કોઈ જગ્યાએ ફરવાની યોજના બનાવી શકો છો. કુંવારા લોકોની મુલાકાત આજે ખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે. વિદ્યાર્થીઓ પોતાના વિષયમાં ફેરફાર કરી શકે છે. માતા કોઈ વાતે તમારાથી નારાજ થશે, જો આવું થાય તો તેમને મનાવવાનો પૂરેપૂરો પ્રયાસ કરો.

આજનો દિવસ તુલા રાશિના જાતકો માટે નવા નવા સંપર્કથી લાભ અપાવનારો રહેશે. આજે તમારી મુલાકાત કેટલાક ખાસ લોકો સાથે થઈ શકે છે. તમે તમારી ખુશીઓ આજે પરિવારના લોકો સાથે શેર કરશો. પરિવારમાં કોઈ માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. નોકરી કરી રહેલાં લોકોને આજે કોઈ નવું કામ મળતાં થોડી ચિંતા સતાવશે. આજે તમે પ્રગતિના માર્ગ પર આગળ વધશો. તમારે તમારા કામમાં તાલમેલ જાળવી રાખવું પડશે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ પૈસા સંબંધિત બાબતોમાં સારો રહેવાનો છે. આજે તમારે કોઈ પણ કામને લઈને બિલકુલ ઉતાવળ ના કરવી જોઈએ. આજે તમને કોઈ નુકસાન થઈ શકે છે. તમારે તમારી જવાબદારીઓ પ્રત્યે બિલકુલ બેદરકારી ના દેખાડવી જોીએ. કોઈ જૂના મિત્ર સાથે લાંબા સમય બાદ મુલાકાત થઈ શકે છે. આજે તમારે તમારી કોઈ જૂની ભૂલ પરથી બોધપાઠ લેવો પડશે. જીવનસાથીનો સંપૂર્ણ સાથ-સહકાર મળી શકે છે. એક સાથે અનેક કામ આવતા વ્યસ્તતા વધી શકે છે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. આજે તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઈ શકે છે. કળા-કુશળતામાં સુધારો આવી શકે છે. આજે તમારા પ્રમોશનની વાત આગળ વધી શકે છે. સરકારી યોજનાનો પૂરેપૂરો લાભ ઉઠાવી શકો છો. તમારે તમારા ખર્ચ પર આજે ખાસ નિયંત્રણ રાખવું પડશે. સમાજસેવાના કેસમાં આજે તમે આગળ વધીને હિસ્સો લેશો અને ત્યાં તમારા વિરોધીઓ હોઈ શકે છે અને એ તમારી છબિ ખરડવાનો પ્રયાસ કરશે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ મોટા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનો રહેશે. આજે તમે તમારા કરિયરને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકો છો. આજે તમારે કોઈ પણ કામમાં નીતિ નિયમોનું પાલન કરવું પડશે. આજે તમારે વિના કારણ કોઈ કામમાં ના પડવું જોઈએ. સંતાનને આપેલું કોઈ વચન આજે તમારે કોઈ પણ ભોગે પૂરું કરવું પડશે, નહીં તો તે નારાજ થઈ શકે છે. આજે તમે બધાને સાથે લઈને ચાલવાનો પ્રયાસ કરશો. કોઈ પ્રોપર્ટી વગેરે ખરીદી શકો છો.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ સારો રહેશે. આજે તમને મનચાહ્યો લાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. આજે તમારા પ્રભાવમાં વૃદ્ધિ થઈ શકે છે. આજે તમે કોઈ નાની યાત્રા પર જવાનું પ્લાનિંગ કરશો. તમારી આસપાસનું વાતાવરણ ખૂબ જ ખુશનુમા રહેશે. આજે તમે જે પણ કામમાં હાથ નાખશો એમાં તમને સફળતા મળી શકે છે. આજે તમને ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાનો મોકો મળી શકે છે. વેપારમાં આજે તમને સારો એવો નફો થઈ રહ્યો છે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપનારો રહેશે. આજે તમારા પર કામનો બોજો વધી રહ્યો છે. ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેશો તો તમને નુકસાન થઈ શકે છે. આજે તમારે તમારી સૂઝબૂઝનો ઉપયોગ કરીને જ કોઈ પણ કામ કરવું પડશે. વાણી પર ખાસ નિયંત્રણ રાખવું પડશે, નહીં તો વિનાકારણ લડાઈ ઝઘડો થઈ શકે છે. આજે વિપરીત પરિસ્થિતિમાં પણ તમારે ધીરજથી કામ લેવું પડશે. આજે કેટલાક નવા લોકો સાથે ખૂબ જ સમજી વિચારીને આગળ વધો. કોઈ અજાણ્યા લોકોની સલાહ લેવાથી બચો.

આપણ વાંચો:ઓગસ્ટ મહિનામાં મહત્ત્વના ગ્રહો કરશે હિલચાલ, આ રાશિના જાતકો થશે માલામાલ…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button