

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સરકારી કામકાજ માટે સારો રહેશે. આજે તમને કોઈ પણ કામમાં મિત્રોનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે. ભગવાનની ભક્તિમાં આજે તમારું મન લાગશે. એક પછી એક સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આજે તમે દિલથી લોકોનું ભલું વિચારશો, પણ તેઓ તેને તમારો સ્વાર્થ સમજી શકે છે. આજે તમારે કોઈ પણ વાતને લઈને વિના કારણ ગુસ્સો કરવાથી બચવાનો રહેશે. કામના સ્થળે બોસ આજે તમારા કામમાં ભૂલો કાઢશે.

વૃષભ રાશિના જાતકોની આસપાસનું વાતાવરણ આજે એકદમ ખુશનુમા રહેશે. આજે તમારી સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે. વૈવાહિક જીવનમાં ખુશહાલી આવશે. અધ્યાત્મમાં આજે તમારો રસ વધી રહ્યો છે. આજે તમે મહેનત કરવાથી બિલકુલ પાછળ નહીં હઠો. કોઈ જૂના દેવામાંથી આજે તમને મુક્તિ મળી શકે છે. સંતાનને જો કોઈ વચન આપ્યું હશે તો એ વચન કોઈ પણ ભોગે પૂરું કરવું પડશે. હરવા ફરવા દરમિયાન આજે તમને કોઈ મહત્ત્વની માહિતી મળી શકે છે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ખાસ સારો રહેવાનો છે. આજે કેટલાક ખાસ લોકો સાથે તમારી મુલાકાત થશે, જે તમારા બિઝનેસને લઈને કોઈ સારી સલાહ આપશે. શેરબજાર સાથે સંકળાયેલા લોકો આજે સારું રોકાણ કરશે, પણ એના માટે અનુભવી વ્યક્તિની સલાહ લેવી પડશે. પિતા સાથે આજે દલીલબાજીમાં ના પડો, નહીંતર તેમને તમારી વાત ખરાબ લાગી શકે છે. આજે તમારે તમારી વાણીમાં સૌમ્યતા જાળવી રાખવી પડશે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ માન-સન્માનમાં વૃદ્ધિ લઈને આવી રહ્યો છે. સંતાનને તમે આજે સંસ્કાર અને પરંપરાના પાઠ ભણાવશો. આજે તમે તમારા પેન્ડિંગ કામને પૂરા કરવા પર ધ્યાન આપશો. કામમાં લાપરવાહી દેખાડશો તો આજે તમારા માટે મુશ્કેલી થઈ શકે છે. આજે તમારે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું પડશે. વિદેશ જઈને ભણવા માંગતા વિદ્યાર્થીઓની ઈચ્છા પૂરી થશે. આજે તમારી આસપાસમાં વિવાદની સ્થિતિ ઉત્પન્ન થશે.

આજનો દિવસ સિંહ રાશિના જાતકો માટે સકારાત્મક પરિણામો લઈને આવશે. બિઝનેસની યોજનામાં આજે તમને સફળતા મળશે. તમારો આત્મવિશ્વાસ આજે વધી રહ્યો છે. તમારે આજે તમારા સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું પડશે. આજે તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. સંતાનના કરિયરને લઈને આજે તમે તેમના ગુરુજન પાસેથી સલાહ લેશો. આજે તમારે તમારી જવાબદારીઓમાંથી બિલકુલ પાછળ ના હઠવું જોઈએ.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ રોકાણ સંબંધિત બાબતો માટે સારો રહેશે. આજે તમારે માતા-પિતા સાથે કોઈ મુદ્દે વિવાદ થઈ શકે છે. શત્રુઓ કે વિરોધીઓ આજે તમને પરેશાન કરવામાં કોઈ કસર બાદી નહીં રાખે. આજે તમારે દેખાડા પાછળ ખર્ચ કરવાથી બચવું પડશે. કોઈ જગ્યાએ ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો સાવધાની રાખવાની જરૂર છે, કારણ કે આજે કોઈ પ્રિય વસ્તુ ખોવાઈ શકે છે.

આજનો દિવસ કળા-કૌશલ્યમાં સુધારો જોવા મળશે. આજે તમારી લાંબાગાળાની યોજનાઓને સફળતા મળશે. તમારે તમારા મનોબળને વધારવાના પ્રયાસ કરશો. પરિવારમાં નાના બાળકો આજે તમારી પાસેથી કોઈ વસ્તુની માગણી કરી શકે છે. જો તમારું કોઈ કામ પૈસાને કારણે અટવાયેલું હશે તો તે પૂરું થશે. આજે તમે ઘરે કોઈ ઈલેક્ટ્રોનિક ગેજેટ લઈને આવશો. રાજકારણમાં સક્રિય લોકોને આજે તેમના સહયોગીનું સંપૂર્ણ સમર્થન મળશે અને તેમની પદોન્નતિ થશે.

આજનો દિવસ આ રાશિના વેપાર કરી રહેલાં લોકો માટે વધારે સારો રહેશે. પૈતૃક સંપત્તિને લઈને આજે તમારી જીત થશે. મિત્રોનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. આજે તમારે તમારા કામકાજ ખૂબ જ ધીરજથી પૂરા કરવા પડશે. આજે તમે તમારા સારા વિચારોનો કામના સ્થળે પૂરેપૂરો લાભ ઉઠાવશો. વિદ્યાર્થીઓએ જો કોઈ પરિક્ષા આપી હશે તો તેનું પરિણામ આવી શકે છે. નોકરી શોધી રહેલાં લોકોને આજે સારા સમાચાર સાંભળવા મળશે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ ઠીકઠાક રહેવાનો છે. આજે સંતાન તમારી અપેક્ષા પર ખરું ઉતરશે. આજે તમે કંઈક નવું કરવાના પ્રયાસો કરશો, અને તમને એ પ્રયાસોમાં સફળતા મળશે. ભગવાનની ભક્તિમાં આજે તમારું મન લાગશે. આજે કોઈ મનોરંજનના કાર્યક્રમમાં હિસ્સો લેતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. આજે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવાનો મોકો મળશે. સ્વાસ્થ્યમાં કોઈ સમસ્યા સતાવી રહી હશે તો તેમાં સફળતા મળશે.

આજનો દિવસ મકર રાશિના જાતકો માટે સારો રહેશે. પરસ્પર આજે સહયોગની ભાવના તમારે રાખવી પડશે. આજે કોઈ પણ કામને લઈને તમારે અનુશાસન જાળવી રાખવી પડશે. પરિવારના વડીલો જો આજે તમને કોઈ વાત માટે સલાહ આપશે તો તમારે તેના પર અમલ કરવો પડશે. આજે તમારે ઈર્ષાળુ અને ઝઘડાખોર લોકોથી દૂર રહેવાની જરૂર છે. આજે તમારા મનની ઈચ્છા પૂરી થશે. ધન-ધાન્યમાં વૃદ્ધિ થશે. પરિવારમાં માંગલિક કાર્યક્રમનું આયોજન થશે.

આજે તમે તમારી નિર્ણય લેવાની ક્ષમતાનો લાભ ઉઠાવશો. વેપારીઓને આજે મન માન્યા પરિણામો મળશે. તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થશે. તમારી લીડરશિપ ક્વોલિટીમાં સુધારો જોવા મળશે. આજે તમારા મનમાં સહકારની ભાવના જોવા મળશે. આર્થિક બાબતોમાં આજે તમારે પૂરું ધ્યાન આપવું પડશે. બધાનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે. સંતાનના કરિયર સંબંધિત સમસ્યાને દૂર કરવા માટે આજે તમારે અનુભવી વ્યક્તિની સલાહ લેવી પડશે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક બાબતોમાં મજબૂતી લઈને આવશે. આજે બિઝનેસને લઈને તમારે જોખમ ના ઉઠાવવો જોઈએ. કામના સ્થળે જો તમે તમને સોંપવામાં આવેલી જવાબદારીઓમાં ઢીલ દેખાડશો તો બાદમાં પસ્તાવો થશે અને બોસની વઢ ખાવી પડી શકે છે. આજે મહેનત કરવાથી પાછળ ના હઠશો. સ્વાસ્થ્ય પર આજે તમારે પૂરું ધ્યાન આપવું પડશે. આજે તમારી કળા-કૌશલમાં સુધારો જોવા મળશે. નવા ઘરની ખરીદી વગેરે માટે અનુકૂળ સમય છે.
આપણ વાંચો: ઓગસ્ટ મહિનામાં બનશે બે પાવરફૂલ રાજયોગ, ત્રણ રાશિના જાતકો પર થશે ધનવર્ષા…