આજનું રાશિફળ (19-07-25): આ ચાર રાશિના જાતકોને આજે મળશે ભાગ્યનો પૂરેપૂરો સાથ, સુખ-સુવિધામાં થશે વૃદ્ધિ… | મુંબઈ સમાચાર
રાશિફળ

આજનું રાશિફળ (19-07-25): આ ચાર રાશિના જાતકોને આજે મળશે ભાગ્યનો પૂરેપૂરો સાથ, સુખ-સુવિધામાં થશે વૃદ્ધિ…

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ લઈને આવશે. આજે તમે પ્રમાણસર ખર્ચ કરશો. આજે તમારા ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે. તમારામાં આજે પ્રતિસ્પર્ધાનો ભાવ જોવા મળશે. જીવનસાથી સાથે મળીને આજે તમે સંતાન માટે કોઈ સારો અને મહત્ત્વનો નિર્ણય લેશો. સમય પર કોઈ કામ પૂરું નહીં થાય જેને કારણે તમારું મન થોડું પરેશાન રહેશે. આજે તમારા કેટલાક નવા વિરોધીઓ ઊભા થઈ શકે છે, જે તમારી ચિંતામાં વૃદ્ધિ કરશે. બિઝનેસ કરી રહેલાં લોકોએ આજે સતર્ક રહેવું પડશે.

વૃષભ રાશિના જાતકોના મનમાં આજે મૂંઝવણોથી ભરપૂર રહે છે. સંતાન સાથેના સંબંધો મજબૂત બની રહ્યા છે. આજે તમારા પ્રભાવ અને પ્રતાપમાં વૃદ્ધિ થશે. આજે તમારે તમારી આસપાસના વિવાદથી બચવું પડશે. બોસ આજે તમને કોઈ જવાબદારી સોંપશે, જેમાં તમારાથી કોઈ ગડબડ થઈ શરે છે. પરિવારમાં આજે કોઈ સભ્યના વિવાહમાં સમસ્યા આવી શકે છે. આજે તમારે બજેટમાં રહીને ખર્ચ કરવો પડશે, જેથી તમે તમારા આર્થિક વ્યવહારને કન્ટ્રોલ કરી શકો.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ મોજ મસ્તીથી ભરપૂર રહેશે. આજે તમે તમારા બિઝનેસમાં કેટલીક નવી વસ્તુઓ ઉમેરી શકો છો. સાસરિયામાંથી કોઈ વ્યક્તિ સાથે લેવડદેવડ કરતી વખતે ખૂબ જ સાવધાની રાખવી પડશે. કોઈ મિત્ર પાસેથી આજે તમને ગમે એવા સમાચાર સાંભળવા મળી શકે છે. આજે તમારી લોકો સાથે ખૂબ જામશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં જો કોઈ સમસ્યા આવી રહી હતી તો તે પણ દૂર થશે. આજે તમને તમારા કોઈ નિર્ણય માટે પસ્તાવો થશે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ખાસ રહેશે. આજે કેટલાક ખાસ લોકો સાથે તમારી મુલાકાત થઈ શકે છે. કોર્ટ કચેરીના કેસ જો લાંબા સમયથી પેન્ડિંગ હતા તો તેમાં પણ રાહત મળી શકે છે. સંતાનને આજે કોઈ બીજા કોલેજમાં એડમિશન અપાવી શકો છો. આજે તમારી કોઈ જૂની લેવડ દેવડ તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. કોઈ પણ કામને લઈને ઢીલ ના આપવી જોઈએ. સ્વાસ્થ્યને લઈને આજે તમારે થોડી સાવધાની રાખવી પડશે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યની દ્રષ્ટિએ સારો રહેશે. બિઝનેસ કરી રહેલાં લોકોને આજે એક પછી એક સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આજે તમે કોઈ સાથે મળીને પાર્ટનરશિપમાં કોઈ બિઝનેસ શરૂ કરી શકો છો. ઈલેક્ટ્રોનિક ગેજેટ્સનો ઉપયોગ આજે ખૂબ જ સમજી વિચારીને કરવા જેવો છે. આજે પિતા તમને કોઈ મહત્ત્વની અને મોટી જવાબદારી સોંપી શકે છે. પારિવારિક બાબતોને કારણે પરેશાન રહેશો. હરવા ફરવા દરમિયાન આજે કોઈ મહત્ત્વની માહિતી મળશે.

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ થોડો નબળો રહેશે. આજે કોઈ પાસેથી વાહન માંગીને ચલાવવાનું ટાળો. જો કોઈ જગ્યાએ ફરવા જાવ તો આજે તમારા સામાનનું ધ્યાન જાતે રાખો. ભાઈ-બહેનનો સંપૂર્ણ સાથ-સહકાર જાળવી રાખો. આજે તમારે તમારા કામને લઈને બીડા પર ભરોસો કરવાનું ટાળશો. આજે તમારી નિર્ણય લેવાની ક્ષમતા સારી રહેશે. માતા-પિતાના આશિર્વાદથી કોઈ અટકી પડેલું કામ પૂરું થશે. તમારે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ આવકની દ્રષ્ટિએ સારો રહેવાનો છે. આજે તમને કોઈ નવી નોકરી મળી શકે છે. જીવનસાથીનું સાંનિધ્ય મળશે. કોઈ અટકી પડેલું કામ પૂરું થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. સાસરિયામાંથી કોઈ સાથે આજે તમારી ખટપટ થઈ શકે છે એટલે ખૂબ જ સાચવીને તમારી વાત મૂકો. પ્રોપર્ટીની લઈને આજે કોઈ વાદ-વિવાદ ચાલી રહ્યો હશે તો તે પણ દૂર થઈ રહ્યો છે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સમસ્યાઓ લઈને આવશે, કારણ કે આજે તમારા શત્રુઓ વધી રહ્યા છે, જેમને તમારી પ્રગતિ ખાસ રાસ નહીં આવે. બિઝનેસમાં જો કોઈ ફેરફાર કરવાનો વિચારી રહ્યો છે તો આજે એના માટે સમય સારો અને અનુકૂળ રહેશે. આજે કોઈ અજાણ્યા લોકો પર વિશ્વાસ ના કરવો જોઈએ. આજે તમે વ્યસ્ત હોવા છતાં પણ માતા-પિતાના સ્વાસ્થ્ય અને સેવા માટે સમય કાઢશો. ઘરના રિનોવેશન વગેરેની પ્લાનિંગ કરશો.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ નવું મકાન કે વાહન વગેરે ખરીદવા માટે સારો રહેશે. આજે તમારી લાંબા ગાળાની યોજનાઓને સફળતા મળી રહી છે. આજે બિઝનેસનું પૂરેપૂરું પ્લાનિંગ કરીને ચાલશો તો તમારા માટે સારું રહેશે. શેરબજારમાં આજે તમારેખૂબ જ સમજી વિચારીને રોકાણ કરવું જોઈએ. આજે તમને દૂર રહેતાં કોઈ પરિવારના સભ્યની યોજના સતાવી શકે છે. આજે તમે દિલથી લોકોનું ભલું વિચારશો, પણ લોકો તેને તમારો સ્વાર્થ સમજશે. સમાજસેવાના કામમાં આજે તમારી પ્રતિભા નિખરીને આવશે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ નવું મકાન કે વાહન વગેરે ખરીદવા માટે સારો રહેશે. આજે તમારી લાંબા ગાળાની યોજનાઓને સફળતા મળી રહી છે. આજે બિઝનેસનું પૂરેપૂરું પ્લાનિંગ કરીને ચાલશો તો તમારા માટે સારું રહેશે. શેરબજારમાં આજે તમારેખૂબ જ સમજી વિચારીને રોકાણ કરવું જોઈએ. આજે તમને દૂર રહેતાં કોઈ પરિવારના સભ્યની યોજના સતાવી શકે છે. આજે તમે દિલથી લોકોનું ભલું વિચારશો, પણ લોકો તેને તમારો સ્વાર્થ સમજશે. સમાજસેવાના કામમાં આજે તમારી પ્રતિભા નિખરીને આવશે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રગતિના માર્ગ પર આગળ વધવાનો રહેશે. આજે સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. વાહનોનો ઉપયોગ ખૂબ જ સાવધાનીથી કરવો પજશે. રાજકારણમાં આગળ વધી રહેલાં લોકો આજે પોતાના કામથી નામ કમાવવાનો રહેશે અને આજે તેમને કોઈ ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે. સંતાનના અભ્યાસ પર આજે સંપૂર્ણ ધ્યાન આપશો, જેને કારણે તે સરકારી નોકરી માટે પરીક્ષા આપશે. કોઈ પારિવારિક બાબત આજે તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ પૈસાની બાબતમાં સારો રહેશે. આજે તમારી પ્રગતિના નવા નવા રસ્તા ખુલી રહ્યા છે. મિત્રોની મદદથી આજે તમે આવકના નવા નવા સ્રોત ઊભા કરશો. આજે કોઈને પણ કોઈ પણ વચન ખૂબ જ સમજી વિચારીને આપો. કુંવારા લોકોના જીવનમાં ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ શકે છે. સ્વાસ્થ્ય થોડું નબળું રહેશે. આજે વિના કારણ કામકાજને લઈને દોડાદોડી ના કરશો. આજે માતા તમારાથી કોઈ વાતને કારણે નારાજ થઈ શકે છે.

આપણ વાંચો: એક વર્ષ બાદ સૂર્ય કરશે સ્વરાશિમાં ગોચર, ત્રણ રાશિના જાતકો થશે માલામાલ, જોઈ લો તમારી રાશિના પણ છે ને?

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button