રાશિફળ

આજનું રાશિફળ (10-07-25): મેષ, વૃષભ સહિત ચાર રાશિના જાતકોને આજે મળશે કોઈ Good News…

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ મોટી ઉપલબ્ધિ લઈને આવશે. પરિવારમાં કોઈ સભ્ય સાથે આજે બોલાચાલી થઈ છે. આજે તમે બિઝનેસમાં ચાર ચાંદ લગાવશો, કારણ કે મનમાં કામને લઈને નવા નવા વિચારો આવશે. આજે ઘરે કોઈ અતિથિનું આગમન થઈ શકે છે. આજે કંઈક નવું કરવાના તમારા પ્રયાસો સફળ થશે. બોસ આજે તમારા કામ માટે શાબાશી આપશે. આજે તમારું પ્રમોશન થવાની શક્યતા છે. મનની કોઈ ઈચ્છા પૂરી થશે.

આજનો દિવસ વૃષભ રાશિના જાતકો માટે મોજમસ્તીથી ભરપૂર રહેશે. સાસરિયામાંથી આજે કોઈ વ્યક્તિથી ધનલાભ થઈ રહ્યો છે. આજે તમે કોઈ નવી વસ્તુ ખરીદી શકો છો. આજે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવાનો મોકો મળશે, તો તેમાં બિલકુલ પાછળ ના હટશો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ થોડો નબળો રહેશે. કામની સાથે સાથે આરામ માટે પણ સમય કાઢો. કમમની ઈચ્છા પૂરી થતાં તમારી ખુશીનો પાર નહીં રહે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યસ્તતાથી ભરપૂર રહેશે. આજે અધૂરા કામને પૂરા કરવાનો પ્રયાસ કરશો, પરંતુ તમારે કામની સાથે સાથે આજે પરિવાર માટે પણ સમય કાઢવો પડશે. બિઝનેસ માટે કામને લઈને આજે કોઈ જગ્યાએ પ્રવાસ પર જવું પડી શકે છે. આજે આસપડોશમાં ચાલી રહેલાં વિવાદથી દૂર રહો. પ્રેમજીવન જીવી રહેલાં લોકોએ આજે સમજદારીથી કામ લેવું પડશે. આજે તમારે તમારા કિંમતી સામાનનું ધ્યાન રાખવું પડશે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ વાણી અને વ્યવહાર પર કાબૂ રાખવાનો રહેશે. આજે પ્રોપર્ટીની બાબતમાં થોડું સમજી વિચારીને આગળ વધો. આજે તમારે તમારા કામને લઈને યોજના બનાવીને આગળ વધવું પડશે. પરિવારના કોઈ સદસ્યના લગ્નમાં જો કોઈ અવરોધ આવી રહ્યો હશે તો તે પણ દૂર થશે. આજે તમારે કોઈ સાથે કોઈ કામને લઈને વાત કરવાની છે. હરવા-ફરવા દરમિયાન આજે તમને કોઈ મહત્ત્વની માહિતી મળી શકે છે. માતા-પિતાના આશિર્વાદથી આજે કોઈ અટકી પડેલું કામ પૂરું થશે.

આજનો દિવસ સિંહ રાશિના જાતકો માટે પૈસાની બાબતમાં સારો રહેશે, કોઈ જગ્યાએ અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. કોઈ છોડેલી નોકરીની પાછી ઓફર આવી શકે છે, પણ હાલમાં ચાલી રહેલી નોકરીમાં કાયમ રહેશો તો તમારા માટે સારું રહેશે. વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાનને વધારવાનો એક પણ મોકો નહીં છોડે. આવે એક કરતાં વધુ સ્રોતથી આવક થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. આજે તમારે મનમાં કોઈ માટે સ્પર્ધાનો ભાવ ના રાખવો જોઈએ. રાજકારણ સાથે સંકળાયેલા લોકો માટે સમય અનુકૂળ છે.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ મોટી સિદ્ધિ લઈને આવશે. આજે તમે કંઈક નવું કરવાનો પ્રયાસ કરશો. ઓનલાઈન કામ કરી રહેલાં લોકોને આજે કોઈ મોટો ઓર્ડર મળી શકે છે. આજે તમે ઘરના રિનોવેશનનું કામ હાથ ધરશો, પણ તમારે ખર્ચનો ખાસ ખ્યાલ રાખવો પડશે, તો જ તમારા માટે સારું રહેશે. સંતાન આજે તમારી પાસેથી કોઈ વસ્તુ માંગી શકે છે. આજે તમે તમારું દેવુ ચૂકતે કરવામાં પણ સફળ રહેશો.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયી રહેવાનો છે. વિદ્યાર્થીઓ આજે અભ્યાસમાં સારું પ્રદર્શન કરશે. સાસરિયાઓ સાથે ખૂબ જ સમજી વિચારીને વાત કરવી પડશે. કામના સ્થળે ઉપરી અધિકારી તમારા કામથી પ્રસન્ન થશે. ભૌતિક સુખ-સુવિધામાં આજે વધારો થશે. તમે તમારા માટે કોઈ નવા કપડાં, લેપટોપ વગેરે ખરીદી શકો છો. આજે કોઈ પાસેથી પણ ઉધાર પૈસા લેવાનું ટાળો, નહીં તો એ ચૂકવવામાં તમને મુશ્કેલી પડશે.

આ રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયી રહેશે. આજે તમને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે, જેને કારણે પ્રોપર્ટી વગેરે ખરીદવાની તમારી ઈચ્છા પૂરી થશે. આજે તમે કોઈને પૈસા ઉધાર આપ્યા હશે તો તે પાછા મળી શકે છે. આજે તમે તમારી મરજી પ્રમાણે ખર્ચ કરશો. જીવનસાથી માટે કોઈ મનચાલી ગિફ્ટ લાવી શકો છો. આજે તમને તમારા પારિવારિક બાબતમાં વરિષ્ઠ સદસ્યની સલાહ લેવી પડશે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ મહેનત અને લગનથી કામ કરવાનો રહેશે. વિદ્યાર્થીઓ આજે કોઈ સ્પર્ધામાં ભાગ લેશે અને તમારા માટે એ સારું રહેશે. આજે ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે. આજે કોઈ અજાણી વ્યક્તિ સાથે કોઈ પણ માહિતી શેર કરવાથી બચો. આજે કેટલાક ખાસ લોકો સાથે તમારી મુલાકાત થશે, જે બિઝનેસને લઈને કોઈ સલાહ આપશે. પરિવારમાં કોઈ સદસ્યની તબિયત બગડી શકે છે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદમય રહેશે. કામના સ્થળે બોસ પાસેથી સલાહ લઈ શકો છો. જીવનસાથીને પ્રમોશન મળવાની શક્યતા છે. ભાગ્યની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે. સંતાનના કરિયરને લઈને આજે કોઈ મહત્વનો નિર્ણય લેશો. રાજકારણમાં આગળ વધી રહેલાં લોકો માટે આજે કોઈ પુરસ્કાર વગેરે મળી શકે છે. ઘરમાં પૂજા-પાઠનું આયોજન થશે, જેને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ પૈસાને લઈને થોડી સાવધાની રાખવાનો રહેશે. કોઈ કાયદાકીય બાબતમાં આજે બિલકુલ લાપરવાહી ના દેખાડો. તમારું કોઈ કામ સમયસર પૂરું ના થતાં તમારા માટે મુશ્કેલી વધી શકે છે. આજે કોઈ પણ જગ્યાએ રોકાણ કરતાં રહેલાં સમજી વિચારીને કરો. કોઈ નિષ્ણાતની સલાહ લેશો તો તમારા માટે સારું રહેશે. આજે તમારે કોઈ પણ કામના નીતિ-નિયમનું ખાસ ધ્યાન આપવું પડશે. કોઈ મિત્ર લાંબા સમય બાદ આજે મળવા જશો.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ વિવેક બુદ્ધિથી કામ લેવાનો રહેશે, કારણ કે વિરોધીઓ આજે તમારું કામ બગાડવાનો પ્રયાસ કરશે. નોકરી કરી રહેલાં લોકો આજે તેમના કામમાં સારું પ્રદર્શન કરશે. પરિવારમાં નાના બાળકો સાથે મોજ મસ્તીમાં સમય પસાર કરશો. પરિવારમાં કોઈ માંગલિક કાર્યક્રમનું આયોજન થશે. આજે કોઈ પણ વાત ખૂબ જ સમજી વિચારીને બોલશો. સારા ભોજનનો આનંદ ઉઠાવશો, પણ તમારે તમારા પેટનું પણ ધ્યાન રાખવું પડશે. સંતાન તરફથી આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળશે.

આપણ વાંચો:50 વર્ષે બનશે પ્રભાવશાળી યોગ, ત્રણ રાશિના જાતકોને થશે બંપર લાભ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button