રાશિફળ

આજનું રાશિફળ (09-07-25): ગુરુનો થશે ઉદય, પાંચ રાશિના જાતકોના બદલાશે દિવસો, જોઈ લો શું છે તમારી રાશિના હાલ?મેષઃ

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ માન-સન્માનમાં વૃદ્ધિ લઈને આવશે. આજે કોઈ નવી નોકરીની ઓફર આવી શકે છે. પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે, જેને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે. નાના બાળકો માટે કોઈ ભેટ લઈને આવશો. ધર્મ અને કર્મના કામમાં તમારો રસ વધશે. પારિવારિક જીવનમાં આનંદમય રહેશે. આજે તમારે તમારી જવાબદારીઓમાં બિલકુલ ઢીલ ના આપવી જોઈએ. કોઈ પણ વચન સમજી વિચારીને આપો.

આજનો દિવસ વૃષભ રાશિના જાતકો માટે લેવડદેવડના મામલમાં ખૂબ જ સાવધાનીપૂર્વક આગળ વધવાનો રહેશે. કામના સ્થળે આજે તમે તમારા અધિકારીઓ સાથે વાત કરશો. ધાર્મિક કાર્યમાં આજે તમારો રસ વધશે. દૂર રહેતાં કોઈ પરિજન તરફથી આજે નિરાશાજનક માહિતી મળશે. તમારી કોઈ ભૂતકાળની ભૂલ પરથી બોધપાઠ લેવો પડશે. જીવનસાથી આજે તમારાથી નારાજ થઈ શકે છે.

મિથુન રાશિના જાતકો માટે પાર્ટનરશિપમાં બિઝનેસ કરવા માટે સારો રહેશે. પરિવારમાં આજે કોઈ સભ્યના સંબંધોમાં અણબનાવ ચાલી રહ્યો હતો કે પણ દૂર થશે. આજે ઉતાવળમાં કે લાગણીશીલ થઈને કોઈ પણ નિર્ણય ના લો. આજે તમે તમારી જવાબદારીઓ ખૂબ જ સારી રીતે નિભાવશો. આકસ્મિક ધનલાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. કામકાજના મામલે આજનો દિવસ સારો રહેશે. સાસરિયામાંથી આજે કોઈ તમને મળવા આવશે. કોઈ પણ જરૂરી માહિતી આજે અજાણ્યા લોકો સાથે શેર ના કરો.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાનો રહેશે. બેંકિંગ સેક્ટર સાથે સંકળાયેલા લોકોને આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આજે તમે કોઈ નવું વાહન ખરીદી શકો છો. જો કોઈ વાતને લઈને ટેન્શન સતાવી રહી હતી તો આજે એના માટે તમે પિતાજી કે કોઈ વડીલની સલાહ લેશો. આજે વિના કારણ કોઈને પણ સલાહ આપવાનું ટાળો. વૈવાહિક જીવન ખુશનુમા રહેશે. મોસાળ પક્ષથી ધનલાભ થઈ રહ્યો છે. જીવનસાથી સાથે આજે કોઈ વાતે બોલાચાલી થઈ શકે છે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રફળદાયી રહેશે. આજે તમારે તમારી વાણીમાં સૌમ્યતા જાળવી રાખવી પડશે. મિત્ર આજે તમારા કામને લઈને કોઈ સલાહ આપી શકે છે. કોઈ જૂની ભૂલ તમારી સામે આવી શકે છે. આજે બિઝનેસ પહેલાં કરતાં સારો ચાલશે. પ્રેમજીવન જીવી રહેલાં લોકો સાથીના સપોર્ટથી આજે નવા કામમાં આગળ વધશે. માતા સાથે કોઈ મુદ્દે બોલાચાલી થશે. આજે લાંબા સમયથી અટકી પડેલું કામ પૂરું થઈ શકે છે.

કન્યા રાશિના જાતકોને આજે પેટ સંબંધિત સમસ્યા સતાવી શકે છે. આજે જો તમને કોઈ પૈસા સંબંધિત સમસ્યા સતાવી રહી હશે તો તે પણ દૂર થશે. કળા કૌશલમાં સુધારો લાવશો. આજે તમે બિઝનેસમાં કેટલાક નવા ઉપકરણો વગેરે લઈને આવશો. મનની કોઈ ઈચ્છા પૂરી થતાં આજે તમારી ખુશીનો પાર નહીં રહે. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થશે. અધ્યાત્મિક કાર્યોમાં તમારી રૂચિ વધશે.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સુખ-સુવિધામાં વૃદ્ધિ લઈને આવશે. આજે તમે વિવિધ ક્ષેત્રમાં આગળ રહેશો. આજે તમે ઊર્જાથી ભરપૂર રહેશો, જેને કારણે દરેક કામ સરળતાથી પૂરી કરશો. જીવનસાથી સાથે આજે કોઈ વાતે અણબનાવ ચાલી રહ્યો હશે તો તે દૂર પણ થશે. પરિવારમાં કોઈ સભ્યમના લગ્ન નક્કી થઈ શકે છે. માંગલિક ઉત્સવની તૈયારીઓ શરૂ થઈ શકે છે. કામના સ્થળે આજે બોસથી કોઈ પણ વાત છુપાવીને ના રાખો.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. આજે મિત્ર તમને કોઈ કામને લઈને સલાહ આપી શકે છે. રાજકારણમાં આગળ વધી રહેલાં લોકોની આજે પોતાના કામ પર સારી પકડ રહેશે. આજે પ્રમોશન વગેરે મળી શકે છે. કેટલાક ખાસ લોકો સાથે મુલાકાત થઈ શકે છે. પૈતૃક સંપત્તિની બાબતમાં આજે તમારી જિત થશે. આજે તમે કોઈના કહ્યામાં આવીને કોઈ પણ નિર્ણય લેવાનું ટાળો. સંતાન આજે અભ્યાસ માટે કોઈ જગ્યાએ બહાર જશે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ આવકમાં વૃદ્ધિ લઈને આવશે. આજે કોઈ નવા મહેમાનનું ઘરે આગમન થશે. માતા-પિતાના આશિર્વાદથી તમારું અટકી પડેલું કામ પૂરું થશે. સંતાન તરફથી આજે કોઈ ખુશ ખબરી સાંભળવા મળી શકે છે. બિઝનેસમાં આજે કોઈ પણ કામ કે મોકો ના છોડો. જીવનસાથીની સલાહ આજે તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. કોઈ જૂના દેવામાંથી છુટકારો મળી શકે છે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન લગાવશે.

આજનો દિવસ મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સમસ્યાઓ લઈને આવશે. તમારી સામે એવા કેટલાક ખર્ચ આવશે જે તમારી ઈચ્છા ના હોવા છતાં કરવા પડશે. લાંબા ગાળાની યોજનાઓને ગતિ મળશે. કોઈ જૂના રોકાણથી આજે તમને સારો એવો ફાયદો થશે. રચનાત્મક કાર્યમાં તમારો રસ વધી જશે. પ્રગતિના માર્ગ પર આગળ વધશો. ભાઈ-બહેન પાસેથી કામની સલાહ લેશો.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ પૈસા સંબંધિત બાબતો માટે સારો રહેશે. આજે તમને તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે, તો જ ભવિષ્ય માટે પૈસા બચાવી શકશો. આજે કોઈ બીજાના મામલામાં બોલવાનું કે ચક્કરમાં પડવાનું ટાળો. ઉતાવળમાં તમે આજે કોઈ ખોટો નિર્ણય લેશો. આજે કોઈ અજાણ્યા પર ભરોસો કરવાનું ટાળો. બિઝનેસ માટે આજે કોઈ યાત્રા પર જવાનું પ્લાનિંગ કરશો. પૈસાને લઈને કોઈની સલાહ ના અનુસરો.

મીન રાશિના વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેશે. આજે તમે અભ્યાસમાં સારી એવી મહેનત કરશો. આજે તમે વિચારેલું કામ પૂરું થશે. કામના સ્થળે આજે તમને મનચાહ્યું કામ મળશે, જેને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે. આજે તમારી આવકના સ્રોત વધશે. ઘરનું કોઈ કામ લાંબા સમયથી અટવાયેલું પડ્યું હશે તો તે પણ પૂરું થશે. આજે પરિવારના સભ્યો સાથે મળી જૂની યાદો તાજી કરશો. મનપસંદ ભોજનનો આનંદ ઉઠાવશો.

આપણ વાંચો: ગુરુ પૂર્ણિમાનો દિવસ ચાર રાશિના જાતકો માટે હશે સ્પેશિયલ, થશે આકસ્મિક ધનલાભ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button