રાશિફળ

આજનું રાશિફળ (03-07-25): મિથુન, સિંહ સહિત પાંચ રાશિના જાતકોને આજે મળશે Good News, શું છે તમારી રાશિના હાલ?

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગદોડથી ભરપૂર રહેશે. આજે વિના કારણ કામકાજને કારણે તમે થોડા પરેશાન રહેશો. આજે તમે માતા-પિતાની સેવા માટે સમય કાઢશો. તમારે સ્વાસ્થ્ય પર પણ ખાસ ધ્યાન આપવું પડશે. દૂર રહેતાં કોઈ પરિવારજનોની યાદ સતાવી શકે છે. આજે બિઝનેસમાં કોઈ તમારી સાથે છેતરપિંડી કરી શકે છે. આજે કોઈના પણ મામલામાં બિનજરૂરી પડવાનું ટાળો. પરિવાર સાથે કોઈ જગ્યાએ ખાવા-પીવા જઈ શકો છો.

વૃષભ રાશિના જાતકો પર આજનો દિવસ કામના સ્થળે સારો રહેશે. આજે તમારા દ્વારા આપવામાં આવેલા સૂચનોનું સ્વાગત થશે. લાંબા સમયથી તમારી કોઈ અટકી પડેલી ડીલ ફાઈનલ થઈ શકે છે. આજે જીવનસાથીની ભાવનાઓનું સન્માન કરવું પડશે. આજે તમારે તમારા સંબંધોમાં મજબૂતી આવશે. આજે ઘરના રિનોવેશનનું કામ શરૂ કરશો અને એના માટે લોન લેવાનું વિચારશો. આજે કોઈ જૂની ભૂલ પરથી બોધપાઠ લેવો પડશે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત ફળ આપનારો રહેશે. આજે તમે કોઈ જગ્યાએ સામાજિક આયોજનમાં ભાગ લેશો. ધાર્મિક કાર્યોમાં તમારો રસ વધશે. આજે કોઈ નવું કામ શરૂ કરવાના હોવ તો ડોક્યુમેન્ટ્સ ચેક કરી લો. આજે ભાઈ-બહેનનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે. ધન-ધાન્યમાં વૃદ્ધિ થશે. શેરબજારમાં આજે કોઈ નિષ્ણાતની સલાહ લેવી તમારા માટે સારું રહેશે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ વાણી અને વર્તનમાં પરિવર્તન લાવવાનો રહેશે. આજે મનમાન્યાના વર્તનને કારણે તમને પરેશાનીનો સામનો કરવો પડશે. સંતાનના મનમાં ચાલી રહેલી સમસ્યા સમજવાનો પ્રયાસ કરવો પડશે. આજે કોઈ પણ નિર્ણય બીજાના ભરોસે ના છોડો, નહીં તો તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. આજે તમારે તમારા કામને લઈને થોડું વધારે ધ્યાન અને કાળજી રાખવી પડશે.

આજનો દિવસ સિંહ રાશિના જાતકો માટે ધીરજ અને સાહસથી કામ લેવાનો રહેશે. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ નવા મહેમાનની એન્ટ્રી થશે. આજે તમારું કોઈ જૂનું દેવું ચૂકતે થઈ શકે છે. જો કોઈ પાસેથી દેવું લીધું હોય તો તેને ઉતારવામાં પણ તમને સફળતા મળશે. આજે તમારે તમારી આસપાસમાં ચાલી રહેલાં કોઈ વાદ-વિવાદથી દૂર રહેવું પડશે. હરવા ફરવા દરમિયાન આજે તમને કોઈ મહત્વની જાણકારી મળશે. આજે તમે કોઈ નવું કામ શરૂ કરશો.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ઠીકઠાક રહેશે. આજે તમારા કંઈક નવું કરવાનો પ્રયાસ સફળ થશે. બિઝનેસમાં કોઈ નવા સામાન કે ઉપકરણનો સમાવેશ કરશો. સંતાન માટે લેપટોપ અને મોબાઈલની શોપિંગ કરશો. આજે તમારો જૂનો પ્રેમ તમારી પાસે પાછો ફરશે, જેને કારણે તમારા ગૃહસ્થ જીવનમાં મુશ્કેલીઓ ઊભી થશે. આજે તમે તમારા મનમૌજી સ્વભાવને કારણે પરિવારમાં સભ્યો પરેશાન રહેશો.

આજનો દિવસ તુલા રાશિના જાતકો માટે સમસ્યાઓથી ભરપૂર રહેશે. આજે તમારે પૈસાને લઈને યોજના બનાવીને આગળ વધવું પડશે. આજે તમારી કોઈ વાતથી માતા પરેશાન થશે. તમને કોઈ જૂની લેવડદેવડમાંથી મુક્તિ મળશે. વાહનોનો ઉપયોગ ખૂબ જ સાવધાનીપૂર્વક કરો, કારણ વાહનની ખરાબી આજે તમારા માટે સમસ્યાનું કારણ બની શકે છે. આજે તમે ખૂબ જ સમજી વિચારીને કામ કરશો, પણ એ કામ પાછળ સારો એવો ખર્ચ થશે. જીવનસાથી તમારાથી નારાજ હશે તો આજે તમે એમને મનાવવાનો પ્રયાસ કરશો.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ માન-સન્માનમાં વૃદ્ધિ લઈને આવશે. સાસરિયામાંથી આજે કોઈ સાથે વાદ-વિવાદની સ્થિતિ ઉત્પન્ન થશે. આજે કોઈ કામ માટે પિતાજીની સલાહ લેવી પડી શકે છે. તમે તમારી જવાબદારીઓથી બિલકુલ પાછળ ના હઠવું જોઈએ. પરિવારમાં સભ્યો વચ્ચે એકજૂટતા જળવાઈ રહેશે. આજે કોઈ માંગલિક ઉત્સવની તૈયારીઓ શરૂ થતાં ઘરમાં હસી-ખુશીનો માહોલ રહેશે. નોકરી માટે કોઈ સદસ્યને આજે દૂર જવું પડી શકે છે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સમસ્યાઓથી છુટકારો અપાવનારો રહેશે. આજે તમે કોઈ ખોટી જગ્યાએ રોકાણ કરતાં બચી શકો છો. પ્રોપર્ટીમાં આજે થોડું સમજી વિચારીને આગળ વઝો. નોકરી કરી રહેલાં લોકોને એમની પસંદનું કામ મળતા કેટલાક વિરોધીઓ આજે બોસને તેમની ફરિયાદ કરી શકે છે. તમારે તમારી વાણી પર સંયમ રાખવો પડશે. પરિવારમાં કોઈ નવા મહેમાનનું આગમન થશે. આજે તમારી અંદર એક્સ્ટ્રા એનર્જી જોવા મળશે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ મોજમસ્તીથી ભરપૂર રહેશે. સંતાન તરફથી આજે તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થશે. આજે તમારે તમારા કામને લઈને ધૈર્ય અને સંયમ જાળવી રાખવું પડશે. આજે તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થશે. કોઈ જૂની ભૂલમાંથી આજે તમારે બોધપાઠ લેવો પડશે. તમારા ધન-ધાન્યમાં વૃદ્ધિ થશે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ મૂંઝવણથી ભરપૂર રહેશે. આજે તમને તમારા કોઈ નિર્ણયને કારણે પસ્તાવવાનો વારો આવશે. શેરબજારમાં થોડું સમજી વિચારીને રોકાણ કરશો તો તમારા માટે સારું રહેશે. તમારી લાંબાગાળાની યોજનાને ગતિ મળશે. નોકરીમાં આજે તમને મનમરજી પ્રમાણેનું કામ ના મળતાં થોડા પરેશાન રહેશો. કોઈ બીજી નોકરી માટે પણ આજે તમે ટ્રાય કરશો. આજે કોઈ અજાણ્યા લોકો પર ભરોસો ના કરશો.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રગતિના રસ્તા પર આગળ વધશો. આજે તમને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે. જીવનસાથીની સલાહ આજે તમારા માટે ઉપયોગી સાબિત થશે. જો કોઈ કામને લઈને આજે મનમાં શંકા હતી તો તેમાં બિલકુલ આગળ વધો. વિદ્યાર્થીઓ અભ્યાસને લઈને કોઈ પરેશાનીનો સામનો કરી રહ્યા હતા તો આજે ગુરુજનોનો સાથ મળશે. લાંબા સમયથી અટકી પડેલું કોઈ કામ પૂરું થશે. કામના સ્થળે આજે કોઈ ખુશખબરી સાંભળવા મળી શકે છે.

આપણ વાંચો: એક સાથે બે બન્યા બે રાજયોગ, ત્રણ રાશિના જાતકોને લાગશે લોટરી… જોઈ લો તમારી રાશિ છે કે નહીં?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button