રાશિફળ

આજનું રાશિફળ (30-12-25): મેષથી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે મંગળવારનો દિવસ? જાણી લો એક ક્લિક પર…

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. વેપાર અને નોકરી કરી રહેલાં જાતકોને આજે લાભ થવાના યોગ બની રહ્યા છે. આજે તમારું કોઈ અટકી પડેલું કામ પૂરું થઈ શરે છે. પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે. કોઈ ધાર્મિક યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે. જોકે, આજે તમારે તમારે વિરોધીઓથી સતર્ક રહેવું પડશે, નહીં તો તેઓ તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવો પડશે. આજે આત્મવિશ્વાસથી કરેલાં દરેક કાર્યમાં તમને સફળતા મળી રહી છે. જીવનસાથી સાથે કોઈ જગ્યાએ હરવા ફરવા જવાનું પ્લાનિંગ કરશે.

આ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ નવા કામ શરૂ કરવા માટે દિવસ એકગમ અનુકૂળ રહેવાનો છે. બિઝનેસમેન આજે કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરવાની દિશામાં આગળ વધશે. આજે પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે તમારી મુલાકાત થઈ રહી છે, જેનાથી તમને ભવિષ્યમાં લાભ થઈ શકે છે. દરેક કામમાં મિત્રો અને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. આજે હરવા ફરવા દરમિયાન તમને કોઈ મહત્ત્વની માહિતી મળી શકે છે, પણ તમારે એ માહિતી આગળ ફોર્વર્ડ કરવાથી બચવું પડશે. સંતાનને કોઈ જવાબદારી સોંપી હશે તો તે સારી રીતે પાર પાડશે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ લાંબી મુસાફરીના સંકેત લઈને આવી રહ્યો છે. આજે વાહન ચલાવતી વખતે બિલકુલ લાપરવાહી ના દેખાડશો, નહીં તો નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે. નવો બિઝનેસ શરૂ કરવા માંગતા હોવ તો આજે તેની શરૂઆત કરવાનું ટાળો. સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું પડશે, નહીં તો ગંભીર બીમારી થવાની શક્યતા છે. આજે વધારે પડતાં કામને કારણે થોડો થાક વગેરે લાગી શકે છે, પણ તમે તમારા તમામ ધારેલાં કામ આજે પૂરા કરશો. માતા-પિતાના આશિર્વાદ લઈને જીવનમાં આગળ વધશો તો તમારા માટે સારું રહેશે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ નિર્ણય ખૂબ જ સમજી વિચારીને નિર્ણય લેવાનો રહેશે. બિઝનેસમેન કરી રહેલાં જાતકોએ આજે કોઈ પણ નિર્ણય કે પાર્ટનરશિપ સંબંધિત નિર્ણય લેવાનું ટાળવું જોઈએ. જીવનસાથીના સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા સતાવી શકે છે. વાહન ચલાવતી વખતે વિશેષ સાવધાની રાખવી, અકસ્માત થવાના યોગ છે. કુંવારા લોકોની મુલાકાત આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે. વિદ્યાર્થીઓને આજે અભ્યાસમાં જો કોઈ સમસ્યા સતાવી રહી હશે તો એના માટે શિક્ષક સાથે વાત કરવી પડશે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડો ચઢાવ-ઉતારથી ભરપૂર રહેશે. આજે તમારે સ્વાસ્થ્ય સંબંધિત બાબતમાં બિલકુલ લાપરવાહી ના દેખાડવી જોઈએ. નોકરી કરી રહેલાં જાતકોએ આજે પોતાના સહકર્મચારીઓ પર આંખ બંધ કરીને ભરોસો કરવાનું ટાળવું જોઈએ. આજે લેવડ-દેવડ સંબંધિત બાબતોમાં પણ ખૂબ જ સાવધાની રાખવી પડશે. ઘરે કોઈ શુભ કે માંગલિક પ્રસંગનું આયોજન થશે, જેને કારણે મહેમાનોની અવરજવર રહેશે. જીવનસાથી આજે તમારી પાસેથી કોઈ વસ્તુ માંગી શકે છે અને તમે એની એ માગણી ચોક્કસ પૂરી પણ કરશો.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે, પરંતુ માનસિક તાણને કારણે અમુક પડકારો સામે આવી શકે છે. કામ સંબંધિત યાત્રાઓ પર જવાના યોગ બની રહ્યા છે. આ રાશિના જાતકોએ આર્થિક બાબતોને લઈને આજે થોડી સાવધાની રાખવી પડશે. પરિવારના સભ્યની કોઈ વાતને કારણે આજે મન થોડું અશાંત રહેશે, પણ તમે કોઈને કંઈ કહેશો નહીં. જીવનસાથી આજે તમારી સાથે ખભેખભા મિલાવીને ચાલશે. તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે. દૂર રહેતાં કોઈ સંબંધી આજે તમને મળવા માટે આવી શકે છે.

આ રાશિના જાતકોને આજે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા સતાવી શકે છે અને તેમણે ડોક્ટરની મુલાકાત લેવી પડશે. કોઈ નવું કામ શરૂ કરી રહ્યા હશો તો આજે વિરોધીઓનો સામનો કરવો પડશે, પરિણામે તમારે સમાધાન કરવું પડશે. બિઝનેસ કરી રહેલાં જાતકોને આજે કોઈ મોટી ડીલ ફાઈનલ થતાં લાભ થઈ રહ્યો છે. ઘરના રિનોવેશન વગેરે અંગે વિચારણા કરશો. કામની વ્યસ્તતા વચ્ચે પણ આજે તમારે માતા-પિતાની સેવા માટે થોડો સમય કાઢવો પડશે. પરિવાર સાથે આજે હસી-ખુશી સમય પસાર કરશો. મિત્રો સાથે બેસીને જૂના સંભારણા વાગોળશો.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મકતા અને ઊર્જાથી ભરપૂરહ રહેશે. આજે લાંબા સમયથી અટકી પડેલું કોઈ કામ પૂરું થઈ રહ્યું છે. કોઈ ખાસ વ્યક્તિ સાથે આજે તમારી મુલાકાત થશે અને આ મુલાકાતથી તમને ભવિષ્યમાં લાભ પણ થશે. વેપારમાં નફો થતાં તમે એના વિસ્તારની યોજના બનાવશો. જીવનમાં જો કોઈ અવઢવ સતાવી રહી હશે તો તમે એને લઈને કોઈ વડીલ કે અનુભવી વ્યક્તિ સાથે ચર્ચા કરશો. જીવનસાથી સાથે મળીને સંતાનના કરિયરને લઈને આજે કોઈ મહત્વનો નિર્ણય લેશો. પૈસા બચાવવામાં સફળતા મળશે.

ધન રાશિના જાતકોએ આજે ખાસ સાવધાની રાખવી પડશે. તબિયત આજે થોડી નરમ-ગરમ રહેવાની શક્યતા છે. બિઝનેસમાં નુકસાન થતાં આજે તમારું મન થોડું વ્યથિત રહેશે. નવું કામ શરૂ કરવા માટે સમય અનુકૂળ નથી. પારિવારિક સંપત્તિને લઈને જો કોઈ વિવાદ ચાલી રહ્યો હશે તો તે પણ વકરી શકે છે. વાહન ચલાવતી વખતે વિશેષ સાવધાની રાખો. નોકરી કરી રહેલાં જાતકોના કામથી આજે ઉપરી અધિકારી ખુશ થશે. પ્રમોશન કે પગાર વધારો વગેરે મળી શકે છે. લાંબા સમય બાદ કોઈ જૂના મિત્ર સાથે આજે તમારી મુલાકાત થશે અને તમારી ખુશીનો પાર નહીં રહે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક રહેશે. નવું વાહન ખરીદવાની તમારી યોજના આ સમયે સફળ થઈ રહી છે. નોકરી કરી રહેલાં જાતકોને આજે ભાગ્યનો સાથ મળશે. કામના સ્થળે આજે તમને કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે, જેનાથી ભવિષ્યમાં તમને લાભ થશે. આજે તમે પરિવાર સાથે હસી-ખુશી સમય પસાર કરશો. સંતાનની સંગત પર આજે ખાસ ધ્યાન આપો નહીં તો તે ખોટી સંગતમાં ફસાઈ શકે છે. માતા-પિતાની સલાહ માનીને કોઈ પણ કામમાં આગળ વધશો તો તમારા માટે સારું રહેશે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ પરિણામો લઈને આવી રહ્યો છે. આજે તમારા અટકી પડેલાં કામ ઝડપથી પૂરા થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. બિઝનેસમાં આજે કોઈ મોટી સફળતા મળશે અને એની સાથે સાથે પાર્ટનરશિપની કોઈ સારી ઓફર પણ આવી શકે છે. જોકે, સિઝનલ બીમારીથી ખાસ સાવધાન રહો. સમાજસેવા સાથે સંકળાયેલા જાતકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિને મળશે અને માન-સન્માનમાં વધારો થઈ રહ્યો છે. આજે તમે ખૂબ જ સાવધાનીપૂર્વક કોઈ પણ કામમાં આગળ વધશો.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કામના સ્થળે ખાસ સાવધાની રાખીને આગળ વધવાનો છે. તમે જે કામ પૂરું કરવા માટે પ્રયાસ કરી રહ્યા છો આજે તેના અવરોધ ઊભા થઈ શકે છે. વેપાર કરી રહેલાં વેપારીઓને આજે વેપારમાં નુકસાન થઈ શકે છે. ઘર-પરિવારમાં પ્રોપર્ટીને લઈને આજે કોઈ ડિસ્પ્યુટ થઈ શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ થોડો ચઢાવ-ઉતારથી ભરપૂર રહેશે. કુંવારા લોકોની મુલાકાત આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે. જીવનસાથી આજે તમારા માટે કોઈ સરપ્રાઈઝ વગેરે પ્લાન કરી શકે છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button