આજનું રાશિફળ (30-09-25): શારદીય નવરાત્રિની અષ્ટમી પર પાંચ રાશિના જાતકોને મળશે ભાગ્યનો પૂરેપૂરો સાથ…


મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશનુમા રહેવાનો છે. ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ જ ખુશ રહેવાનો છે. બુદ્ધિ અને વિવેદથી આજે નિર્ણય લઈને તમે લોોકને ચોંકાવશો. આજે કોઈના લડાઈ, ઝઘડામાં પાડવાનું ટાળવું પડશે. આજે કોઈ કાયદાકીય બાબત લાંબા સમયથી તમને પરેશાન હશો તો તેનો પણ અંત આવી રહ્યો છે. આજે કોઈ અનુભવી વ્યક્તિથની સલાહ તમારા માટે ખૂબ જ કામનું રહેશે. સંતાનના કરિયર માટે આજે તમે કોઈ મહત્ત્વનો નિર્ણય લેશો.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સમાજસેવા સાથે સંકળાઈને નામ કમાવવાનો રહેશે. આજે તમને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. કામના સ્થળે તમને લોકોનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. આજે કોઈ સંબંધીને પૈસા આપવાથી બચવું પડશે, નહીં તો તમારા સંબંધો બગડી શકે છે. જીવનસાથી આજે આજે તમારી પાસેથી કોઈ વસ્તુની માગણી કરી શકે છે. નોકરીમાં મનચાહ્યું કામ મળશે, જેને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ લાવનારો રહેશે. નોકરીમાં પ્રમોશન મળતાં તમારું મન પ્રસન્ન રહેશે. આજે તમે દિલ ખોલીને ખર્ચ કરશો, પણ તમે છતાં તમારી પાસે પૈસાની કમી નહીં રહે. સંતાનને કોઈ જગ્યાએ ફરવા લઈ જઈ શકો છો. આજે તમને કોઈ મિત્રની યાદ સતાવી શકે છે. સરકારી યોજનાઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. કોઈ મિત્રની યાદ આજે તમને સતાવી શકે છે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ નુકસાનકારક રહેવાનો છે. આજે ઉતાવળમાં લીધેલા કોઈ નિર્ણયને કારણે તમને પરેશાનીનો સામનો કરવો પડશે. બિઝનેસના લીધેલાં નિર્ણયનો તમને પસ્તાવો થઈ શકે છે. હરવાફરવા દરમિયાન આજે તમને કોઈ મહત્ત્વની માહિતી મળશે. તમે આજે પ્રગતિના માર્ગ પર આગળ વધશો. શેરબજારમાં આજે ખૂબ જ સમજી વિચારીને રોકાણ કરો. તમે કોઈ પાસેથી પૈસા ઉધાર લીધા હશે તો આજે એ પૈસા પાછા માંગી શકે છે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેવાનો છે. આજે તમારે તમારી આંખ અને કાન ખુલ્લા રાખીને કામ કરવું પડશે. સંતાનના મનમાનીભર્યા વર્તનને કારણે આજે સમસ્યા થઈ શકે છે. પ્રેમજીવન જીવી રહેલાં લોકોને આજે પોતાના સાથી તરફથી કોઈ ગિફ્ટ મળી શકે છે. આજે તમે જે પણ કામમાં હાથ નાખશો એમાં તમને સફળતા મળશે. આજે તમને કોઈ જગ્યાએ બીજી નોકરીની ઓફર આવી શકે છે. વિદેશથી વેપાર કરી રહેલાં લોકોને આજે મોટી ડીલ મળી શકે છે.

કન્યા રાશિના જાતકોના કળા કૌશલમાં નિખાર આવશે. આજે તમરા કામના વખાણ થશે અને લોકો તમારા હુનરને પણ ઓળખશે. સમાજ સેવા સાથે સંકળાયેલા લોકોને આજે પોતાના કામથી નવી ઓળખ મળશે. આજે તમારે તમારી આસપાસના લોકોથી ખૂબ જ સાવધાની રાખવી પડશે. પૈસાને લઈને આજે કોઈના પણ કહ્યામાં આવવાથી બચવું પડશે. આજે કોઈ સરકારી મામલામાં તમે ઢીલ આપશો, પણ પાછળથી એના માટે તમને પસ્તાવો થશે. આજે ઘર માટે કોઈ ઈલેક્ટ્રોનિક વસ્તુ ખરીદશો.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. આજે તમારે તમારી વાણી પર કન્ટ્રોલ રાખવું પડશે. આજે ઘરે કોઈ અતિથિનું આગમન થશે, જેને કારણે માહોલ ખુશનુમા રહેશે. બિઝનેસમાં ચઢાવ ઉતાર જોવા મળશે. કોઈ જૂની ભૂલ પરથી આજે તમારે બોધ-પાઠ લેવો પડશે. સંતાનના મનમાનીવાળા વ્યવહારને કારણે આજે તમે થોડા પરેશાન રહેશો, પણ તમારે તમારી મહેનત તો પૂરી કરવી પડશે. સાસરિયામાંથી આજે કોઈ વ્યક્તિ સાથે કંઈ પણ કહેતી વખતે સાવધાની રાખવી પડશે.

આ રાશિના જાતકો માટે આજનો દિવસ લીડરશિપ ક્વોલિટીમાં સુધારો લઈને આવશે. આજે લોકકલ્યાણના કાર્યમાં તમારો રસ વધી રહ્યો છે. માતાજી સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો હશે તો તમે એને ઉકેલવાનો પ્રયાસ કરશો. પરિવારના કોઈ સદસ્યની તબિયત બગડતાં આજે તમારે થોડી ભાગદોડ કરવી પડી શકે છે. આજે તમારે પોતાના બિઝનેસને આવતીકાલ પર ના ટાળવા જોઈએ રહ્યા છે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેવાનો છે. બિઝનેસમાં આજે લાંબાગાળાની યોજનાઓને વેગ મળશે. આજે તમારા સ્વાસ્થ્યમાં ચઢાવ-ઉતાર જોવા મળી શકે છે. આજે દાન-ધર્મના કામમાં તમારો રસ વધી રહ્યો છે. નોકરી સંબંધિત કોઈ કામને લઈને આજે તમને બહાર જવું પડી શકે છે. આજે તમારી કોઈ જૂની ભૂલ પરિવારના સભ્યો સામે આવી શકે છે. આજે તમારા હરીફ તમારી સામે ઘૂંટણ ટેકશે. અધિકારી પણ તમારા કામમાં સંપૂર્ણ સાથ સહકાર મળશે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ જવાબદારીથી કામ કરવાનો રહેશે. પરિવારમાં કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમનું આયોજન થશે. આજે તમે તમારી કોઈ ઈચ્છા પૂરી કરવા માટે બહાર જશો. વાહનોનો ઉપયોગ કરતી વખતે આજે સાવધાની રાખવી પડશે. માતા-પાતિની સેવા માટે આજે તમારે સમય કાઢવો પડશે. હરવા ફરવા દરમિયાન આજે તમે કોઈ જરૂરી માહિતી મળી શકે છે. માતા-પિતાના આશિર્વાદથી આજે કોઈ અટકી પડેલાં કામ પૂરા થશે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. આજે તમારા સૂઝબૂઝથી કામ પૂરા થઈ રહ્યા છે. પરિવારમાં કોઈ નવા મહેમાનનું આગમન થશે. પ્રોપર્ટીનો કોઈ વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો હશે તો તેનાથી તમને છુટકારો મળી શકે છે. સંતાન તરફથી આજે તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આજે તમે પોતાની જાત માટે થોડી શોપિંગ કરી શકો છો. વાદ-વિવાદમાં પડવાનું ટાળો.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ઊર્જાથી ભરપૂર રહેવાનો છે. આજે તમે પૂરા જોશથી કોઈ કામ પૂરા કરવાનો પ્રયાસ કરશો. કેટલાક નવા લોકો સાથે નજદીકીઓ વધશે. લોકો તમારી પાસેથી પ્રેમથી પોતાનું કામ કઢાવી લેશે. રાજકારણમાં આજે તમને કોઈ પદની પ્રાપ્તિ થશે. પારિવારિક બાબતોનો આજે મળીને ઉકેલ લાવવાનો પ્રયાસ કરશો. માતા આજે તમને કોઈ મોટી જવબાદારી સોંપી શકે છે. પૈસા સંબંધિત સમસ્યાને લઈને ભાઈ-બહેન સાથે ચર્ચા કરશો.
આ પણ વાંચો… 24 કલાકમાં ગ્રહોના રાજકુમાર બદલશે બે વખત ચાલ, આ રાશિના જાતકો થશે માલામાલ…