આજનું રાશિફળ (29-08-25): અજા એકાદશીનો દિવસ કેવો હશે મેષથી મીન રાશિના જાતકો માટે? | મુંબઈ સમાચાર
રાશિફળ

આજનું રાશિફળ (29-08-25): અજા એકાદશીનો દિવસ કેવો હશે મેષથી મીન રાશિના જાતકો માટે?

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ વ્યક્તિ પર ભરોસો કરવાથી બચવાનો રહેશે. આજે કોઈ તમને રોકાણ કરવાની સલાહ આપે તો ખૂબ જ સમજી વિચારીને રોકાણ કરો. ટૂંકા ગાળાના લાભ કરતાં લાંબા ગાળાના લાભ પર ધ્યાન આપો. આજે તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. આજે કેટલાક લોકો માટે દિવસ ખૂબ જ શાનદાર રહેશે. ઓફિસમાં આજે તમારે કોઈની મદદ કરવી પડી શકે છે.

વૃષભ રાશિના જાતકોના જીવનમાં અચાનક કોઈ મુશ્કેલી આવી પડતાં તમારું સંતુલન બગડી શકે છે. યોગ કે મેડિટેશન કરીને માનસિક શાંતિ જાળવી રાખો. પરિવારમાં કોઈ નવા સભ્યનું આગમ થશે. પરિવાર કે મિત્રો સાથે વેકેશન પર જવાનું પ્લાનિંગ કરશો. બિઝનેસ કરી રહેલાં લોકોને આજે કોઈ મોટો પ્રોજેક્ટ મળી શકે છે, જેને કારણે ભવિષ્યમાં લાભ થશે. આજે તમને તમારા કોઈ નજીકના વ્યક્તિની મમદ લેવી પડી શકે છે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ જૂના રોકાણથી સારો લાભ કમાવવાનો દિવસ છે. સ્વાસ્થ્યની બાબતમાં આજે ખાસ સાવધાની રાખવાની જરૂર છે. મહેમાનોના આગમનથી આજે ઘરના તમામ સભ્યો તેમની આગતા સ્વાગતામાં વ્યસ્ત રહેશે. બિઝનેસના મામલામાં પણ મન ચાહ્યો લાભ ન થતાં થોડી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. કુંવારા લોકોના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિનું આગમન થશે.

કર્ક રાશિના જાતકો આજે આર્થિક મોરચે મુશ્કેલીમાં ફસાઈ શકે છે, એટલે સમજ્યા વિચાર્યા વિના કોઈ પણ નિર્ણય ના લો. ઘરનો માહોલ સકારાત્મક રહેશે. આજે તમે પરિવાર સાથે બેસીને પારિવારિક સમસ્યાઓને ઉકેલવાનો પ્રયાસ કરશો. તમે એ વસ્તુ કે વાતને ખૂબ જ સરળતાથી સમજી લો છો જે બીજા લોકોને પરેશાન કરી શકે છે. પ્રેમજીવન જીવી રહેલાં લોકોના લગ્નમાં વિલંબ થઈ શકે છે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક રીતે તાણથી ભરપૂર રહેવાનો છે. આજે તમે યોગ અને મેડિટેશનથી તેમાંથી બહાર આવવાનો પ્રયાસ કરશો. રોકાણ પણ તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. ઘરમાં સુખ-શાંતિ રહેશે. કામને કારણે કોઈ જગ્યાએ યાત્રા પર જવું પડી શકે છે. આજે તમને કોઈ આઈડિયા કે યોજના પસંદ આવે તો એના પર અમલ કરતાં પહેલાં ખૂબ જ સમજી વિચારીને આગળ વધો.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ખર્ચ પર કન્ટ્રોલ રાખવાનો રહેશે. આજે તમે તમારા કોઈ ડરને દૂર કરવામાં સફળ થશો. આર્થિક સ્થિતિ પહેલાંની સરખામણીએ વધારે મજબૂત થવાની શક્યતા છે. આજે તમારા તમામ નિર્ણયોમાં માતા-પિતાનું સમર્થન મળશે. કેટલાક લોકો માટે યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે. આજે તમારા ક્રિયેટિવ વિચારો અને કામ કરવાની પદ્ધતિના વખાણ થઈ શકે છે. કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.

તુલા રાશિના જાતકોને ઊર્જા જાળવી રાખવા માટે હેલ્ધી ડાયેટ અને કસરત પર ભાર મૂકશો. કમાણી વધારવા માટેની એક પણ તક આજે જવા ના દો. આજે તમારે તમારા ક્લાયન્ટની વાત માનીને તેમની મરજી પ્રમાણે કામ કરવું પડશે. વિષ્ણુજીની તમારા પર શુભ દ્રષ્ટિ રહેશે. આજે તમારી સફળતાને કારણે તમારી આસપાસના લોકોને ઈર્ષા થઈ શરે છે. જીવનસાથી સાથે નજદીકી વધારવા માટે ઘર કામમાં તેમની મદદ કરશો.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ પૈસા બચાવવાનો રહેશે. આજે તમને સેવિંગ કરવાના તમારા પ્રયાસોમાં સફળતા મળશે. પરિવાર સાથે સમય પસાર કરીને તમારા સંબંધો મજબૂત કરવાનો પ્રયાસ કરશો. આજે તમારામાંથી કેટલાક લોકો લાંબી મુસાફરી પર જશે. તમારા સમયને ક્રિયેટિવલી ઉપયોગમાં લેવાનો પ્રયાસ કરશો. જૂના મિત્ર સાથે મુલાકાત લેશો. જરૂરી નિર્ણય લેતાં પહેલાં વડીલોની સલાહ લો.

ધન રાશિના જાતકો માટે આજે દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારો રહેશે. આજે તમને ખૂબ જ સાવધાનીથી ખર્ચ કરવાની સલાહ આપવામાં આવે છે. તમારે તમારા તમામ કામ સમય પર પૂરા કરવાનો પ્રયાસ કરશો. મમ્મી પપ્પાની સેવા માટે સમય કાઢશો. જીવનમાં સકારાત્મકતા જાળવી રાખશો તો દરેક મુશ્કેલીમાંથી સરળતાથી બહાર આવી જશો. જીવનસાથી સાથે સમય પસાર કરવાની યોજના બનાવશો.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ નબળો રહેશે. આજે તમારે તમારી ડાયેટ પર ખાસ ધ્યાન આપવું પડશે. પૈસા કમાવવાનો પ્રયાસ કરી રહેલાં લોકો માટે આજનો દિવસ સારો રહેશે. ઘરના કોઈ સભ્યની પ્રગતિ જોઈને આજે તમે ખુશ થશો. રોજિંદી જિંદગીમાંથી આજે તમે થોડો સમય કાઢશો. પ્રેમ જીવન જીવી રહેલાં લોકોની જિંદગી આજે રોમેન્સથી ભરપૂર રહેશે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. પૈસા સંબંધિત બાબતોમાં આજે ખાસ સાવધાની રાખો. ઘરના કામોમાં માતા કે પત્નીની મદદ કરવા માટે આગળ આવશો. આજે તમે મિત્રો સાથે થોડો સમય મોજ-મસ્તીમાં પસાર કરશો. જરૂરી કામ પૂરા કરવા પર ફોકસ કરશો. જીવનસાથી સાથે સાંજ પસાર કરશો. સંતાન તમારી પાસેથી આજે કોઈ વસ્તુ માંગી શકે છે અને તમે એ માંગ પૂરી પણ કરશો.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ભૂલમાંથી બોધપાઠ લેવાનો રહેશે અને તમારે તમારી એ ભૂલોને સુધારવાનો પ્રયાસ પણ કરવો પડશે. આજે કેટલાક અણગમતા મહેમાનો ઘરે આવશે. સમય અને પૈસાનો વેડફાટ કરવાથી બચો. કોઈ એવું કામ હોય જે લાંબા સમયથી પેન્ડિંગ હોય તો આજે એ પૂરું કરવા પર ફોકસ કરો. આર્થિક સ્થિતિ પહેલાંની સરખામણીએ વધારે મજબૂત બની રહી છે. કામના સ્થળે તમારા કામની નોંધ લેવામાં આવશે.

આ પણ વાંચો: ગ્રહોના રાજા સપ્ટેમ્બર મહિનામાં કરશે ગોચર, ચમકી ઉઠશે આ ત્રણ રાશિના જાતકોનું ભાગ્ય…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button