આજનું રાશિફળ (29-04-24): આ ત્રણ રાશિના લોકો માટે દિવસ રહેશે Roller Coaster Ride જેવો…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેટલાક ચઢાવ ઉતાર લઈને આવી રહ્યો છે. આજે તમે કોઈને બિઝનેસમાં પાર્ટનર બનાવશો તો તમારી સાથે દગો થઈ શકે છે. આજે બીજા કામમાં તમારી રૂચિ વધી શકે છે. કોઈ મિત્રના સ્વાસ્થ્યની ચિંતા સતાવી શકે છે. પ્રોપર્ટી સંબંધિત કોઈ સોદો આજે ફાઈનલ થઈ શકે છે, પણ ડોક્યુમેન્ટ્સ ધ્યાનથી વાંચો. આજે ઘરે કોઈ મહેમાનનું આગમન થઈ શકે છે. તમારી આસપાસના વિરોધીઓથી સાવધ રહો.
વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ સમસ્યાઓ લઈને આવી શકે છે. કોઈ જગ્યાએ રોકાણ કરવા માંગતા હોવ તો આજે તમારે તમારા જીવનસાથીની સલાહ લઈને જ આગળ વધવું પડશે. સંતાન આજે તમારી કોઈ વાતને લઈને નારાજ થઈ શકે છે. આજે કોઈને એવું વચન ના આપો જે તમે પૂરું ના કરી શકો. પરિવારના કોઈ દૂર રહેલાં સભ્ય સાથે ફોન પર વાત કરતી વખતે તમને નિરાશાજનક માહિતી મળી શકે છે. તમે માતાને લઈને આજે તમારા મોસાળ પક્ષના લોકોને મળવા જઈ શકો છો.
આ રાશિના લોકો આજે કોઈ શુભ પ્રસંગમાં હાજરી આપવા જઈ શરે છે. બેંક કે કોઈ સંસ્થા પાસેથી આજે લોન લેવાનું વિચારી રહ્યા છો તો તમને એ મદદ સરળતાથી મળી રહી છે. આજે કોઈ પાસેથી વાહન માંગીને ચલાવવાનું ટાળો, નહીં તો મુશ્કેલીમાં મૂકાઈ શકો છો. ભાઈ-બહેન તરફથી પૂરેપૂરો સાથ સહકાર મળી રહ્યો છે. આજે તમે કોઈ પાસેથી લોન લીધી હશે તો એને ચૂકવવામાં પણ ઘણા અંશે સફળ રહેશો. પ્રેમી-પંખીડાઓના લગ્નને આજે તરત જ મંજૂરી મળી શકે છે.
કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ કંઈક ખાસ કરી દેખાડવાનો રહેશે. આજે ઘરમાં કોઈ ધાર્મિર કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. ઘરના કોઈ વડીલ આજે તમારી વાતને કારણે નારાજ થશે તો તમારે આજે એમને મનાવવા માટે તમારાથી બનતા તમામ શ્રેષ્ઠ પ્રયાસો કરવા પડશે. પ્રોપર્ટીની કોઈ ડીલ ભાગીદારીમાં ફાઈનલ થઈ શકે છે. આજે તમારે તમારા કોઈ કામને લઈને યોજનાઓ બનાવવી પડશે. કોઈ મિલકત કે પ્રોપર્ટી વગેરે ખરીદવાનું તમારું સપનું સાકાર થઈ રહ્યું છે. સમાજસેવા સાથે સંકળાયેલા લોકોના માન-સન્માનમાં વધારો થઈ રહ્યો છે.
સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ આનંદદાયક રહેશે. કરિયરમાં પ્રગતિ થવાને કારણે તમારું મન પ્રસન્ન રહેશે. વેપારમાં આજે સારો એવો નફો થઈ રહ્યો છે. શેરબજારમાં રોકાણ કરનારાઓએ પૂરું પ્લાનિંગ કરીને આગળ વધવું પડશે. આજે બિઝનેસમાં પાર્ટનર્સ સાથે કોઈ પણ પ્રકારના વાદ-વિવાદમાં પડવાથી બચવાનો રહેશે, નહીં તો કોઈ મોટી મુસીબતમાં ફસાઈ શકો છો. નવું વાહન ખરીદવા માંગો છો તો થોડી રાહ જોવી પડશે. સંતાનને કોઈ જવાબદારી સોંપશો તો તે સારી રીતે નિભાવશે. પરિવારના સભ્યો વચ્ચે કેટલાક પરસ્પર મતભેદ થવાની સંભાવના છે.
કન્યા રાશિના લોકોએ આજે પોતાના જે કામ પ્લાન કર્યા હશે એ જ કામ કરશે. મિત્રના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહેશો. બિઝનેસમાં આજે તમારી યોજનાઓ સફળ થઈ રહી છે અને એને કારણે તમને સારો એવો લાભ થઈ રહ્યો છે. આજે તમારે તમારા વિરોધીઓની વાતથી પ્રભાવિત થવાનું ટાળવું પડશે, નહીંતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. કામ માટે આજે તમારે કોઈ જગ્યાએ પ્રવાસ પર જવું પડી શકે છે. વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થઈ રહ્યો છે. કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો.
તુલા રાશિના લોકો માટે આજનો દિવસ અન્ય દિવસો કરતાં સારો રહેવાનો છે. આજે તમારે તમારું કામ થોડી સાવધાની સાથે કરવું પડશે. આજે તમે તમારું કામ પૂરું કરવા માટેના પ્રયાસોને વેગ આપવો પડશે. જીવનસાથી માટે આજે કોઈ નવો બિઝનેસ શરૂ કરી શકો છો. આજે તમે તમારા કોઈ કામને લઈને ચિંતિત હતા તો તમારું એ કામ પણ આજે પૂરું થઈ રહ્યું છે. તમે નવા કામ માટે યોજના બનાવી શકો છો. જો તમારો કોઈ જૂનો રોગ તમને લાંબા સમયથી પરેશાન કરી રહ્યો છે, તો આજે તે વધી શકે છે, ડૉક્ટરની સલાહ લો.
ધન રાશિના લોકો માટે આજનો દિવસ બિઝનેસમાં કોઈ નવી યોજનાઓ બનાવવા માટેનો રહેશે. આજે તમારે કોઈ પણ જોખમ લેવાનું ટાળવું પડશે, નહીં તો પાછળ તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આજે સ્વાસ્થ્યને લઈને ચાલી રહેલી સમસ્યાઓને અવગણવાનું ટાળો. પરિવારના કોઈ સભ્યને જો તમે આજે કોઈ સલાહ આપો છો તો તે ચોક્કસ જ તમારી સલાહને અનુસરશે. નોકરી બદલવાનું વિચારી રહેલા લોકો આજે કોઈ જગ્યાએ અરજી કરી શકે છે. પરિવારમાં આજે ખુશહાલીનો માહોલ જોવા મળશે.
ધન રાશિના લોકો માટે આજનો દિવસ બિઝનેસમાં કોઈ નવી યોજનાઓ બનાવવા માટેનો રહેશે. આજે તમારે કોઈ પણ જોખમ લેવાનું ટાળવું પડશે, નહીં તો પાછળ તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આજે સ્વાસ્થ્યને લઈને ચાલી રહેલી સમસ્યાઓને અવગણવાનું ટાળો. પરિવારના કોઈ સભ્યને જો તમે આજે કોઈ સલાહ આપો છો તો તે ચોક્કસ જ તમારી સલાહને અનુસરશે. નોકરી બદલવાનું વિચારી રહેલા લોકો આજે કોઈ જગ્યાએ અરજી કરી શકે છે. પરિવારમાં આજે ખુશહાલીનો માહોલ જોવા મળશે.
મકર રાશિના લોકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ નબળો રહેવાનો છે. આજે નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો એના માટે દિવસ એકદમ અનુકૂળ છે. પરીક્ષા આપી રહેલાં વિદ્યાર્થીઓનું મનોબળ મજબૂત બની રહ્યું છે. નોકરી કરી રહેલાં લોકોને આજે પ્રમોશન મળી શકે છે. નોકરી બદલવાનું વિચારી રહેલાં લોકોએ આજે વિચાર માંડી વાળવું જોઈએ. આજે માતાના સ્વાસ્થ્યને લઈને તમારે થોડા જાગરૂક રહેવું પડશે. પ્રવાસ દરમિયાન આજે તમારે કોઈ મહત્ત્વની માહિતી મળી શકે છે.
કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયી રહેવાનો છે. આજે પરિવારના કોઈ સભ્યને સરકારી નોકરી મળી શકે છે. આજે તમે લાંબા સમયથી જે કોઈ વાત કે વસ્તુ મેળવવા માંગતા હશો તે સરળતાથી મળી રહી છે. જીવનમાં કોઈ નવા મહેમાનની એન્ટ્રી થઈ શકે છે. આજે તમારે અજાણ્યા લોકો પર ભરોસો કરવાનું ટાળવું પડશે, નહીં તે તમારી મુશ્કેલી વધી સકે છે. રાજકારણ સાથે સંકળાયેલા લોકોએ આજે પોતાના સ્રી મિત્રોથી સાવધાની રાખવાની જરૂર છે, નહીં તો તેઓ તેમની મુશ્કેલી વધારી શકે છે.
મીન રાશિના લોકો માટે આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. આજે તમને સાસરિયા તરફથી આર્થિક લાભ થતો જણાઈ રહ્યો છે. આજે તમે જીવનસાથીની કારકિર્દીમાં થઈ રહેલી પ્રગતિને જોઈને તમે ખુશ થશો. જો તમને મદદ કરવાનો મોકો મળે તો આજે ચોક્કસ જ મદદ કરો. પરિવારના કોઈ સભ્યના લગ્નના પુષ્ટિ થતાં આજે તમારી ખુશીનો પાર નહીં રહે. કાયદાકીય મામલામાં આજે તમારી જિતથશે. નવું વાહન ખરીદી શકો છો. પ્રવાસ દરમિયાન આજે તમને કેટલીક માહિતી મળી શકે છે.