રાશિફળ

આજનું રાશિફળ (28-12-25): રવિવાર સુધરી જશે આ ચાર રાશિના જાતકોનો, જોઈ લો શું છે બાકીની રાશિના હાલ?

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. સમાજસેવા સાથે સંકળાયેલા લોકોની સક્રિયતા આજે વધી રહી છે. આજે તમને દરેક કામમાં સકારાત્મક પરિણામો મળી રહ્યા છે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાતનો યોગ બની રહ્યો છે. મીડિયા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. પરિવાર તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે. ભૌતિક સુખ-સુવિધામાં વધારો થઈ રહ્યો છે. સફળતાના નવા નવા માર્ગ ખુલી રહ્યા છે. સંતાન તમારી અપેક્ષા પર આજે ખરું ઉતરશે, જે જોઈને તમારી ખુશીનો પાર નહીં રહે.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ વિચારેલું કામ પૂરું થઈ રહ્યું છે. વિદ્યાર્થીઓ માટે આ સમયગાળો ખૂબ જ લાભદાયી રહેશે. જો કરિયરમાં કોઈ ફેરફાર કરવાની ઈચ્છા હશે તો તેના માટે સમય અનુકૂળ છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ એકદમ ફીટ એન્ડ ફાઈન રહેશે. તમને સારું લાગશે. સમાજસેવા સાથે સંકળાયેલા લોકોની મુલાકાત આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે. બિઝનેસ કરી રહેલાં લોકોને આજે પોતાના કામથી બહાર જવું પડી શકે છે. ઘર-પરિવાર સાથે હસી-ખુશી સમય પસાર કરશો. જીવનસાથી તમારા માટે કોઈ સરપ્રાઈઝ પ્લાન કરશે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સમસ્યાઓનું સમાધાન લઈને આવી રહ્યો છે. આર્થિક સ્થિતિ પણ સામાન્ય રહેશે. પરંતુ આજે તમારે કોઈ બીજી વ્યક્તિ સાથે અંગત વાતો શેર કરતાં બચવું જોઈએ. આજે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં બચો. તમારે તમારા વિચારો અને વ્યહાર બંને વચ્ચે સંતુલન જાળવી રાખવું પડશે. વૈવાહિક જીવનમાં આજે મધુરતા જળવાઈ રહે છે. આજે તમે ખાણી-પીણીનો લુત્ફ ઉઠાવશો. જીવનસાથી સાથે કોઈ જગ્યાએ શોપિંગ પર વગેરે જવાનું પ્લાન કરશો. બિઝનેસમાં આજે તમારી કોઈ ધારેલી યોજના સફળ થઈ રહી છે.

કર્ક રાશિના જાતકોને આજે પોતાના કામમાં કોઈ અનુભવી વ્યક્તિનો સાથ-સહકાર સાંપડશે. પરિવારના સભ્યો સાથે શોપિંગ પર જવાનું પ્લાનિંગ કરશો. આજે તમારે પૈસાની લેવડદેવડ કરતી વખતે ખૂબ જ સાવધાની રાખવી પડશે. સંગીત સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેવાનો છે. આજે તમારે કોઈ જૂની વાતોને મન પર તેના પર ધ્યાન આપવાથી બચવું પડશે. જો તમને કમરના દુઃખાવાની સમસ્યા સતાવી રહી છે તો આજે એમાંથી પણ છુટકારો મળી રહ્યો છે. મિત્રો સાથેના સંબંધોમાં સુધારો આવી રહ્યો છે.

આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. તમે આજે તમારા લક્ષ્યને હાંસિલ કરવા માટે કોઈ યોજના બનાવી શકો છો. આ રાશિના સરકારી નોકરી રહેલાં જાતકો માટે આજનો દિવસ કોઈ સારા સમાચાર લઈને આવી રહ્યો છે. પારિવારિક વિવાદોનો તમે શાંતિથી ઉકેલ લાવશો. કામના સ્થળે તમારા ઉપરી અધિકારીનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. વિદ્યાર્થીઓને આજે તેમના ગુરૂજનો પાસેથી કોઈ નવી બાબત શિખવના મળશે. મિત્રો સાથે કોઈ ધાર્મિક યાત્રા પર જવાના યોગ પણ બની રહ્યા છે. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ પરિવાર સાથે હસી-ખુશી સમય પસાર કરવાનો રહેશે. આજે તમારી આર્થિક સ્થિતિ પહેલાંની સરખામણીએ વધારે મજબૂત બની રહી છે. સરકારી નોકરીની તૈયારી કરી રહેલાં લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. કરિયરમાં આગળ વધવા માટે આજે નવા નવા ઓપ્શન્સ સામે આવી રહ્યા છે. સંતાનને કોઈ જવાબદારી સોંપી હશે તો આજે એ જવાબદારી તે સારી રીતે પૂરી કરશે. પૈસા કમાવવાના નવા નવા આઈડિયા આજે તમને મળશે. રાજકારણમાં આગળ વધી રહેલાં લોકો માટે આ સમયગાળો અનુકૂળ છે.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક બાબતોને કારણે થોડી ભાગદોડવાળો રહેશે. ઓફિસમાં તમારા કામ આજે ખૂબ જ ધીમી ગતિએ સંપન્ન થશે. બાળકો સાથે તમે સારો સમય પસાર કરશો. કોઈ નવા કામને લઈને આજે તમે વડીલો કે અનુભવી વ્યક્તિ સાથે વિચાર-વિમર્શ કરશો. ભાઈ-બહેન સાથે કોઈ બાબતને લઈને આજે થોડી ખટપટ થઈ શકે છે, આવી સ્થિતિમાં તમારે તમારી વાણી અને વર્તન બંને પર કાબુ રાખવો પડશે. આજે તમારી મુલાકાત કેટલાક નવા નવા લોકો સાથે થઈ શકે છે જેને કારણે તમને ભવિષ્યમાં લાભ થશે.

આ રાશિના જાતકોને આજે કોઈ ખાસ કામમાં સફળતા મળી રહી છે. ભાઈ-બહેન સાથેના સંબંધોમાં આજે મજબૂતી આવી રહી છે. જીવનસાથીને તમે કોઈ વાત કહેશો તો આજે તે તમારી વાત સાથે સહમત થશે. બિઝનેસ કરી રહેલાં લોકો માટે પણ આજનો દિવસ અનુકૂળ રહેવાનો છે. સમાજસેવા સાથે સંકળાયેલા લોકોની મુલાકાત આજે કેટલાક ખાસ લોકો સાથે થઈ રહી છે. આજે તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળશે, જેને કારણે ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળી શકે છે. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ રહી છે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ એકદમ ખુશ-ખુશહાલ રહેશે. આજે તમે ઓફિસના લોકો સાથે સારો એવો તાલમેલ જાળવીને આગળ વધશો. આકસ્મિક ધનલાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. આર્થિક સ્થિતિને જોઈને માતા-પિતા ખુશ થશે. સાંજના સમયે કોઈ સામાજિક પ્રસંગમાં જવાનું થશે. લાંબા સમય બાદ કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થતાં આજે તમારી ખુશીનો પાર નહીં રહે. પ્રેમજીવન જીવી રહેલાં જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે. આજે દૂર રહેતાં કોઈ સંબંધી પાસેથી માઠા સમાચાર સાંભળવા મળશે. તમારા લાંબા સમયથી અટકી પડેલાં કામ પણ આજે પૂરા થઈ રહ્યા છે.

મકર રાશિના જાતકોના પારિવારિક સંબંધો આજે વધારે મજબૂત થઈ રહ્યા છે. આજે તમને તમારી મહેનતનું પૂરેપૂરું ફળ મળી રહ્યું છે. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધારે મજબૂત થઈ રહી છે. આજે તમે તમારા બિઝનેસને આગળ વધારવા માટેના પૂરતા પ્રયાસો કરશો. વૈવાહિક જીવનમાં ખુશહાલી આવશે. ઓફિસનો માહોલ આજે એકદમ ખુશનુમા રહેશે. તમે તમારા દરેક કામ ધીરજ અને ગંભીરતાથી પૂરા કરશો. આજે તમારા પરનું કામનું ભારણ ઘટી રહ્યું છે. આજે દિવસ તમારા માટે અનુકૂળ રહેશે. કોઈને કોઈ પણ વચન આપ્યું હશે તો તે પણ પૂરું કરશો.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કામકાજ સંબંધિત પડકારો સામે આવી શકે છે અને તમે આજે એ પડકારોને પહોંચી વળવાનો પૂરતો પ્રયાસ કરશો. આજે આકસ્મિક ધનલાભ થવાના યોગ છે. નોકરી કરી રહેલાં જાતકોના બોસ આજે તેમના કામથી ખૂબ જ ખુશ થશે. તમારી પ્રગતિના માર્ગમાં જો કોઈ અવરોધ આવી રહ્યા હશે તો તે પણ દૂર થઈ રહ્યા છે. આજે પરિવારના સભ્યો એકબીજાની મદદ માટે તત્પર રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ દિવસ અનુકૂળ રહેશે. કામની વ્યસ્તતા અને ભાગદોડ વચ્ચે માતા-પિતાની સેવા માટે તમારે આજે સમય કાઢવો પડશે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કામ-કાજમાં વ્યસત રહેવાનો રહેશે. આજે તમે કોઈ મુદ્દે લોકો સામે પોતાના વિચારો ખુલીને રજૂ કરશો. આર્થિક સ્થિતિ થોડી નબળી રહી શકે છે, એટલે તમારે તમારા ખર્ચ પર થોડો કન્ટ્રોલ રાખવો પડશે. પરિવારની કેટલીક બાબતો તરફ દુર્લક્ષ કરવાનું આજે તમારું ટાળવું પડશે, નહીં તો મુશ્કેલીઓ વધી શકે છે. આજે તમે ઘરના નાના બાળકો સાથે રમવામાં થોડો સમય પસાર કરશો. પરિસ્થિતિ તમારા માટે અનુકૂળ રહેશે. આજે તમારે બહારનું ખાવાથી બચવું જોઈએ, નહીં તો પેટ સંબંધી સમસ્યા સતાવી શકે છે.

આ પણ વાંચો…30મી ડિસેમ્બરના શનિ અને બુધ મળીને બનાવશે ખાસ યોગ, ત્રણ રાશિના જાતકોનો થશે ભાગ્યોદય, ધનલાભ થવાના યોગ…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button