આજનું રાશિફળ (28-10-25): કન્યા, ધન અને મીન રાશિના જાતકોની આવકમાં આજે થશે વધારો, જોઈ લો કેવો રહેશે તમારા માટે દિવસ?


મેષ રાશિના પરિણીત લોકો માટે આજનો દિવસ બેસ્ટ રહેશે. આજે તમારા માન-સન્માનમાં વધારો થશે. સંતાનની ફરમાઈશ પર આજે ખાવા-પીવાની વસ્તુઓ મંગાવશો. પરિવારના સભ્યો સાથે તાલમેલ જાળવીને ચાલવું પડશે. પરિવારમાં આજે કોઈની વાત ખરાબ લાગતા તમે થોડા વ્યથિત થશો. વાહનોનો ઉપયોગ ખૂબ જ સાવધાનીપૂર્વક કરવો પડશે. પરિવારના લોકોને સાથે લઈને ચાલવાનો પ્રયાસ કરવો પડશે.

વૃષભ રાશિના જાતકોને આજે દાન-ધર્મમાં વધારે રસ રહેશે. આજે પૈતૃક સંપત્તિને કારણે તમારી ચિંતામાં વૃદ્ધિ થશે. શારીરિક સમસ્યાઓ તરફ દુર્લક્ષ કરવાનું આજે તમારે ટાળવું પડશે. આજે કોઈ નવું કામ શરૂ કરવા માટે આજનો દિવસ અનુકૂળ રહેશે, પણ પૈસા જોઈને જ કોઈ પણ નિર્ણય લેવો હિતાવહ રહેશે. બિઝનેસ પહેલાં કરતાં વધારે સારો ચાલશે. જીવનસાથી આજે તમારી સાથે ખભેખભા મિલાવીને ચાલશે, જેને કારણે તમારી મુશ્કેલીઓ દૂર થશે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યની દ્રષ્ટિએ સારો રહેશે. આજે ધર્મ-કર્મ વગેરેમાં તમારો રસ વધી રહ્યો છે. નાના બાળકો સાથે આજે મોજ-મસ્તી કરશે. વાણી અને વર્તન બંને પર નિયંત્રણ રાખસલો તો તમારા માટે સારું રહેશે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારું કામ પૂરું થશે. કોઈ સરકારી યોજનાનો પૂરેપૂરો લાભ ઉઠાવશો. પિતાજીની આજે કોઈ વાત તમને ખરાબ લાગી શકે છે. બિઝનેસમાં કોઈ પણ ફેરફાર કરવાનું વિચારી રહ્યા છો તો થોડોક સમય થોભી જાવ.

કર્ક રાશિના જાતકોની સુખ-સુવિધામાં આજે વૃદ્ધિ થશે. કામને લઈને આજે અનુભવી વ્યક્તિની સલાહ લેવી તમારા માટે ફાયદાનો સોદો સાબિત થશે. આજે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવાથી બચવાનો રહેશે. આજે કોઈ મનગમતુ કામ મળતાં તમારી ખુશીનો પાર નહીં રહે. સરકારી નોકરીની તૈયારી કરી રહેલાં લોકો માટે પણ આ સમય અનુકૂળ છે. આજે તમારા પોતાના કામને લઈને તમારે કોઈ બીજા પર આધાર ના રાખવો જોઈએ.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ વધતા ખર્ચ પર ધ્યાન આપવાનો રહેશે. આજે તમારા શત્રુઓ તમને નુકસાન પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયાસ કરશે. તમારી આવકને ધ્યાનમાં લઈને ખર્ચ કરશો તો તમારા માટે સારું રહેશે. જો લાંબા સમયથી કોઈ શારીરિક સમસ્યા સતાવી રહી હોય તો આજે તેને દૂર કરવાનો પ્રયાસ કરો. આર્થિક સ્થિતનું પૂરું ધ્યાન રાખો. ધર્મ-કર્મમાં આજે તમારો રસ વધી રહ્યો છે.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ આવકમાં વૃદ્ધિ લાવનારો રહેશે. પરિવારમાં કોઈ નવા મહેમાનનું આગમન થશે. આજે તમે કોઈ મનોરંજનના કાર્યક્રમમાં ભાગ લેશો. પ્રેમજીવન જીવી રહેલાં લોકોએ આજે પોતાના સાથીની લાગણીનું સન્માન કરવું પડશે. આજે પરિવારના સભ્યોને કોઈ એવી વાત ના કહો કે જેનાથી તેમને માઠું લાગે. આજે કેટલાક નવા લોકો સાથે તમારી મુલાકાત થશે. હરવા-ફરવા દરમિયાન આજે કોઈ મહત્ત્વની માહિતી મળી શકે છે. કામને લઈને આજે કોઈ સૂચન આપશે અને તમે એના પર અમલ કરશો.

તુલા રાશિના જાતકો પણ આજે પોતાના કામ પૂરા થતાં મન પ્રસન્ન રહેશે. બિઝનેસ કરી રહેલાં લોકો પણ આજે કોઈ ડીલ ફાઈનલ થતાં ધનલાભ થશે. દૂર રહેતાં કોઈ પરિવારના સભ્ય પાસેથી આજે તનને નિરાશાજનક માહિતી સાંભળવા મળી શકે છે. કામના સ્થળે આજે તમારે લોકોની ભૂલ કાઢવાથી બચવું જોઈએ. કોઈને ઉધાર આપેલા પૈસા પાછા મળતાં તમારી ખુશીનો પાર નહીં રહે. હરવા ફરવા દરમિયાન આજે કોઈ મહત્ત્વની માહિતી મળશે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ કામને આવતીકાલ પર ટાળવાથી બચવું પડશે. કરિયરને લઈને કોઈ સમસ્યા સતાવી રહી હશે તો આજે એ પણ દૂર થશે. આજે દૂર રહેતાં કોઈ પરિવારના સભ્ય પાસેથી પણ નિરાશાજનક માહિતી સાંભળવા મળી શકે છે. પરિવારમાં વરિષ્ઠ સભ્યોની સેવામાં આજે થોડો સમય પસાર કરશો, જેનાથી એકબીજાના મનમાં ચાલી રહેલી વાતોને સમજવાનો મોકો મળશે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યસ્તતાથી ભરપૂર રહેવાનો છે. આજે પ્રતિભાશાળી વ્યક્તિઓની મુલાકાત થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. આજે તમારી આવકમાં વધારો થશે. કોઈની કહેલી સાંભળેલી વાત પર આજે ભરોસો કરવાનું ટાળો. આજે તમે મોજ-મસ્તીના મૂડમાં રહેશો, પણ તમારે તમારા કામ માટે પણ સમય કાઢવો પડશે. આજે દૂર રહેલાં કોઈ સંબંધીની યાદ સતાવી શકે છે.

આજનો દિવસ આ રાશિના જાતકો માટે સુખદ રહેશે. વૈવાહિક જીવનમાં આવી રહેલી સમસ્યાઓ દૂર થશે. આજે જીવનસાથી તમારા કામમાં સંપૂર્ણ સાથ-સહકાર આપશે. પારિવારિક બાબતો પણ આજે તમે સાથે મળીને ઉકેલશો. બિઝનેસમાં આજે કોઈ ચિંતા સતાવી શકે છે. હરવા ફરવા જાવ ત્યારે પોતાના કિંમતી સામાનની રક્ષા જાતે જ કરવી પડશે, નહીં તો તે ખોવાઈ જવાનો કે ચોરાઈ જવાનો ભય રહેશે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયી રહેવાનો છે. આજે તમારી મુલાકાત કેટલાક પ્રતિભાશાળી લોકો સાથે થઈ શગકે છે. આજે તમે તમારા કામમાં કંઈક નવીનતા લાવવાનો પ્રયાસ કરશો. શેરબજાર કે લોટરીમાં રોકાણ કરનારાઓ માટે દિવસ સારો રહેશે. આજે તમારે કોઈ પણ જોખમ લેવાથી બચવું પડશે, કારણ કે બાદમાં એનાથી નુકસાન થઈ શકે છે. આજે તમારે આજના કામ આવતીકાલ પર ટાળવાથી બચવું પડશે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ આવકની દ્રષ્ટિએ સારો રહેશે. આજે તમને એક પછી એક સારા સમાચાર સાંભળવા મળી શકે છે. કોર્ટ કચેરીના કેસમાં આજે તમને રાહત મળશે. આજે તમે ઘરના રિનોવેશન વગેરેની યોજના બનાવી શકો છો. પરિવારમાં કોઈ માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. નોકરીની શોધમાં અહીંયા ત્યાં ભટકી રહેલાં લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.

