આજનું રાશિફળ (28-09-25): આ બે રાશિના જાતકોને આજે હાંસિલ થઈ શકે છે કોઈ શકે છે કોઈ મોટો મુકામ…


મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદમય રહેશે. આજે તમે લોકોનો ભરોસો જિતવામાં સફળ થશો. તમારા મનમાં આજે નવા નવા વિચારો આવશે, જે તમારા બોસ કે ઉપરી અધિકારીને પસંદ આપશે. આજે તમારી કોઈ બિઝનેસ ડીલ ફાઈનલ થતાં થતાં અટકી પડશે, જેને કારણે તમારી ચિંતામાં વૃદ્ધિ થશે. પરિવારના કોઈ સભ્યને કામકાજ માટે બહાર જવું પડી શકે છે. આજે તમારી પ્રગતિના માર્ગમાં જો કોઈ અવરોધ આવી રહ્યો હશે તો તે પણ દૂર થશે.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાની યોજનાઓ પર સંપૂર્ણ ધ્યાન આપવાનો રહેશે. જીવનસાથી સાથે આજે કોઈ બાબતે વિવાદ થઈ શકે છે, જેને કારણે તેઓ તમારાથી નારાજ થશે. બેંકિંગ સેક્ટર સાથે સંકળાયેલા લોકોને આજે પોતાના કામથી નવી ઓળખ મળી શકે છે. આજે તમારે તમારી આવક અને જાવક બંનેનું સંતુલન જાળવીને આગળ વધશો તો તમારા માટે સારું રહેશે. આજે તમને તમારી કોઈ પ્રિય વસ્તુ ભેટ તરીકે મળી શકે છે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ નિર્ણય લેવાની ક્ષમતાને સુધારવાનો રહેશે. આજે તમને તમારા જરૂરી કામની યાદી બનાવીને આગળ વધવાનો રહેશે. બિઝનેસને લઈને આજે તમારે થોડી સમજી વિચારીને યોજના બનાવવી પડશે. પાર્ટનરશિપમાં કોઈ કામ કરવાથી બચવાનો રહેશે. માતા આજે તમને કોઈ જરૂરી જવાબદારી આપી શકે છે. આજે તમે તમારા દેવાને ઉતારવાનો પ્રયાસ કરશો. પાર્ટનરશિપમાં કોઈ પણ કામ ખૂબ જ સમજી વિચારીને કરશો તો તમારા માટે સારું રહેશે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ મૂંઝવણથી ભરપૂર રહેવાનો છે. આજે તમારે રચનાત્મક કાર્યમાં આગળ વધીને નામ કમાવવાનો રહેશે. વિદેશથી વેપાર કરી રહેલાં લોકોને આજે કોઈ મોટો ઓર્ડર વગેરે મળી શકે છે. અજાણ્યા લોકોથી દૂર રહેશો તો તમારા માટે સારું રહેશે. કોઈ યોજના કે સ્કીમમાં પૈસા રોક્યા હશે તો એને કારણે તમને કોઈ જોખમ ઉઠાવવાનો વારો આવી શકે છે. આજે કોઈ બીજાની બાબતમાં વિના કારણ બોલવાનું ટાળો. ઘરે કોઈ મહેમાનનું આગમન થઈ શકે છે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ મોટી સિદ્ધિ લઈને આવી રહ્યો છે. આજે તમે તમારા પૈસાનો અમુક હિસ્સો કોઈ સેવિંગ સ્કીમમાં લગાવશો. જીવનસાથીની ભાવના અને લાગણીનું સન્માન જાળવવું પડશે. આજે વિના કારણ કોઈની લડાઈમાં કે ઝઘડામાં પડવાથી બચો, નહીં તો મોટું નુકસાન થઈ શકે છે. કામના સ્થળે આજે તમારા પર ખોટા આક્ષેપો લાગી શકે છે. જો આવું થાય તો તમારે તમારી વાત લોકો સામે ચોક્કસ મૂકવી જોઈએ.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ધન-ધાન્યમાં વૃદ્ધિ લઈને આવી રહ્યો છે. આજે તમારું કોઈ અટકી પડેલું કામ પૂરું થશે. કોઈ જગ્યાએ પૈસા અટવાયા હશે તો તે પણ પાછા મળી શકે છે. મિત્રો સાથે પાર્ટી વગેરે કરતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. આજે કોઈ જગ્યાએ લડાઈ-ઝઘડો થઈ શકે છે. પિતાજીની કોઈ જૂની સમસ્યા તમારા માટે માથાનો દુઃખાવો સાબિત થશે. તમારી ભૂતકાળની કોઈ ભૂલ પરથી આજે પડદો ઉઠી શકે છે. સંતાન તરફથી આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.

તુલા રાશિના જાતકોનું મન આજે ખૂબ જ ખુશ રહેશે કારણ કે તમને ભાગ્યનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. આજે પૈતૃક સંપત્તિમાં પણ હિસ્સો મળી શકે છે. ઘરનું કોઈ કામ અટકી પડ્યું હશે તો તે પણ આજે પૂરું થશે. બિઝનેસમાં આજે કોઈ મનચાહ્યો લાભ થતાં તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. આજે કોઈ તમારી અંદર કોઈ નવું કામ કરવાની ઈચ્છા જાગૃત થઈ શકે છે. નોકરીને લઈને પરેશાન હશો તો આજે કોઈ નવી તક મળી શકે છે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારો રહેવાનો છે. આજે તમારી કોઈ જૂની સમસ્યા સતાવી શકે છે. પૈસા સંબંધિત કોઈ પણ નિર્ણય આજે ખૂબ જ સમજી વિચારીને લો. કેટલીક પારિવારિક જવાબદારીઓ આજે તમારી મુશ્કેલીઓ વધારશે અને તમારે આ વિશે કોઈ બહારની વ્યક્તિ પાસેથી મદદ ના લેવી જોઈએ. સંતાનને કોઈ પુરસ્કાર વગેરે મળવાથી આજે તમારી ખુશીનો પાર નહીં રહે.

આજનો દિવસ ધન રાશિના જાતકો માટે ખુશીઓથી ભરપૂર રહેશે. આજે વૈવાહિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થઈ રહી છે. સંતાનને નોકરી વગેરે માટે કોઈ જગ્યાએ બોલાવો આવી શકે છે. આજે માતા-પિતાની સેવા માટે તમારે થોડો સમય કાઢવો પડશે. સામાજિક આયોજન વગેરેથી તમે સારું એવું નામ કમાવશો. આજે તમારી કોઈ ભૂલ સામે આવી શકે છે. પિતા પાસેથી કામ સંબંધિત સલાહ વગેરે લઈ શકો છો.

મકર રાશિના જાતકોએ આજે પોતાના વ્યવહાર પર સંયમ બનાવી રાખવો પડશે. આજે તમારી મૂંઝવણો વધતાં પરેશાન રહેશો. નોકરી કરી રહેલાં લોકોએ આજે ઉતાવળમાં કોઈ કામ ના કરવું જોઈએ. જો પ્રોપર્ટી વગેરે ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તમારી એ ઈચ્છા પૂરી થઈ રહી છે. આજે તમે કોઈ કામને લઈને બહાર જશો, જેમાં તમને સફળતા મળશે. સંતાનના મનમાન્યા વ્યવહારને કારણે થોડી ચિંતા વધશે. આજે તમારે તમારી વાણી પર સંયમ રાખવો પડશે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. મિત્રો સાથે મળીને કોઈ મોટું કામ કરવાની યોજના બનાવશો. વિદ્યાર્થીઓએ અભ્યાસ પર પૂરેપૂરું ધ્યાન આપવું પજશે. આર્થિક સ્થિતિને મજબૂત બનાવવા માટે જે પણ પગલું લેશો તેમાં તમને ચોક્કસ સફળતા મળી રહી છે. આજે બોસની વાત તરફ દુર્લક્ષ કરવાનું ટાળવું પડશે, નહીં તો તમારે એની સાથે બોલાચાલી થઈ શકે છે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ બાકીના દિવસોની સરખામણીએ સારો રહેવાનો છે. આજે તમારે કોઈ બીજાની બાબતચમાં વિના કારણ ના બોલવું જોઈએ. કોઈ પ્રોપર્ટી સંબંધિત વિવાદમાં આજે બોલાચાલી થઈ શકે છે. નોકરી બદલવાનું વિચારી રહેલાં લોકો માટે આજે કોઈ બીજી જગ્યાએ સારી ઓફર આવી શકે છે. આજે તમને તમારા પરિવારના સભ્યોનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. ભાઈ-બહેનો સાથે પણ તમારી ખૂબ જ પટી રહી છે.