આજનું રાશિફળ (27-09-25): વૃશ્ચિક સહિત ત્રણ રાશિના જાતકોની આવકમાં વધશે, થશે પ્રગતિ, જોઈ લો કેવો રહેશે તમારા માટે દિવસ?


મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેવાનો છે. આજે તમે આળસને પોતાના કામમાં આગળ વધવું પડશે. લાંબા સમયથી અટકી પડેલાં કામ પણ આજે પૂરા થઈ રહ્યા છે. આજે તમારે તમારી વાણી અને વ્યવવહાર પર નિયંત્રણ રાખવું પડશે. તમારે તમારા ખર્ચાને કન્ટ્રોલમાં રાખવા પડશે. આજે કોઈ નાની યાત્રા પર જવું પડી શકે છે. સંતાન આજે તમારી પાસે કોઈ વસ્તુની માગણી કરી શકે છે.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજે તમને મનોરંજનના કાર્યક્રમમાં હિસ્સો લેશો. પરિવારના સભ્યો સાથે આજે સમય પસાર કરશો. હરવા ફરવા દરમિયાન આજે કોઈ મહત્ત્વની માહિતી મળી શકો છો. ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે. આજે એક સાથે અનેક કામ હાથમાં આવશે, જેને કારણે તમારી વ્યસ્તતા વધશે. મનમાં કોઈ મૂંઝવણ સતાવી રહી હશે તો આજે એના માટે વડીલો સાથે બેસીને ચર્ચા કરવી પડશે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ નિર્ણય ઉતાવળમાં લેવાથી બચવાનો રહેશે. સુધ-સાધનોમાં વૃદ્ધિ થશે. આજે ઘરે કોઈ મહેમાનનું આગમન થઈ શકે છે. કામના સ્છશે આજે કોઈ પાસેથી સલાહ ખૂબ જ સમજી વિચારીને લેવી પડશે, કારણે વિરોધીઓ તમારા મિત્રો બનશે. આજે તમે પ્રગતિના માર્ગ પર આગળ વધશો. કોઈ મોટું કામ મળતાં તમારે ટીમ વર્ક કરવું પડશે તો જ આગળ વધશો. આજે તમારી કળા-કૌશલમાં વધારો થઈ રહ્યો છે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ઘરના રિનોવેશન પર સારી એવી રકમ ખર્ચ કરશે. આવકમાં થોડી કમી રહેશે. પરિવારના કોઈ સદસ્યની વાત આજે તમને ખરાબ લાગી શકે છે. સંતાનના મનમાં કોઈ સમસ્યા સતાવી રહી હશે તો આજે તમારે એને સમજવાનો પ્રયાસ કરવો પડશે. આજે માતાજી પાસેથી કોઈ કામને લઈને સલાહ લેવી પડી શકે છે. સ્વાસ્થ્યમાં આજે થોડો ચઢાવ ઉતાર થઈ શકે છે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ આવકમાં વૃદ્ધિ લઈને આવી રહ્યો છે. તમારી વ્યસ્તતા વધી રહી છે. કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમમાં ભાગ લેવાનો મોકો મળશે. વાહનની ખરાબી થતાં આજે તમારા ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. આજે તમારે તમારી આસપાસના લોકોને ઓળખવાનો પ્રયાસ કરવો પડશે. આર્થિક દ્રષ્ટિએ આ સમય તમારા માટે સારો રહેશે. પ્રેમજીવન જીવી રહેલાં લોકો આજે પોતાની સાથીને મળવાનો મોકો મળશે.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રેમ અને સહયોગની ભાવનાથી આગળ વધવાનો રહેશે. આજે કોઈ પણ કાયદાકીય બાબતોમાં ખૂબ જ ધીરજ અને ગંભીરતાથી નિર્ણય લેવાનો રહેશે. કોઈ મિત્ર માટે આજે તમારે પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે. માતાની સ્વાસ્થ્યને કારણે આજે તમારે થોડી ટેસ્ટ વગેરે કરાવવા પડશે. જીવનસાથી સાથે મળીને આજે કેટલીક પારિવારિક બાબતોનો નિવેડો લાવશો.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાના મોટા ટાર્ગેટ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો રહેશે અને એના માટે તમારે પૂરતી મહેનત કરવી પડશે. અધ્યાત્મિક કાર્યમાં આજે તમારો રસ વધી રહ્યો છે. ભગવાનની ભક્તિમાં આજે સમય પસાર કરશો. રાજકારણમાં આગળ વધવા માગતા લોકો માટે આજનો દિવસ મહત્ત્વનો રહેશે. લાંબા સમયથી અટકી પડેલાં કામ આજે પૂરા થઈ રહ્યા છે, પણ એના માટે તમારે પૂરતી મહેનત કરવી પડશે. કોઈ મનની ઈચ્છા પૂરી થશે.

આ રાશિના જાતકો માટે આજનો દિવસ વાણી અને વ્યવહાર પર નિયંત્રણ રાખવાનો રહેશે. આજે તમે પ્રગતિના માર્ગ મોકળો થઈ રહ્યો છે. ધન-ધાન્યમાં વૃદ્ધિ થઈ રહી છે, જેને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે. આજે તમને તમારા સારા વિચારોનો લાભ મળી રહ્યો છે. કામના સ્થળે જો તમારાથી કોઈ ભૂલ થઈ હશે તો આજે તમારે એનો પણ શાંતિથી ઉકેલ લાવવો પડશે. આજે વરિષ્ઠ અધિકારીનો ઠપકો સાંભળવો પડી શકે છે. કોઈ જૂની લેવડ-દેવડ આજે તમારા માટે માથા દુઃખાવો સાબિત થશે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજે તમને કોઈ શુભ કે માંગલિક કામમાં ભાગ લેવાનો માકો મળશે. જીવનસાથી સાથે આજે કોઈ મુદ્દે તણાવ ચાલી રહ્યો હશે તો તમારે એને પણ ઉકેલવાનો પ્રયાસલ કરશે. આજે તમને તમારી જાતને વધારે બહેતર બનાવવા માટે પ્રયાસ કરવો પડશે. કામના સ્થળે કોઈ કામ માટે આજે તમને પુરસ્કાર વગેરે મળી શકે છે. આજે બિઝનેસના કામમાં તમે થોડા ફેરફાર કરશો.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યમાં થોડો ચઢાવ-ઉતારવાળો રહેશો. વાહનોનો ઉપયોગ ખૂબ જ સાવધાની રાખવાનો રહેશે. આજે તમારે કોઈને પણ કડવા વેણ ના બોલો. વાહનોનો ઉપયોગ ખૂબ જ સાવધાનીથી કરો. આજે તમે કોઈ ખર્ચ કરો તો મતારે ખૂબ જ સાવધાનીથી અને તમારા ખિસ્સાને ધ્યાનમાં લઈને કરવા જોઈએ. પિતાજી આજે કોઈ તમને જવાબદારી સોંપશે. વરિષ્ઠોની વાત પર આજે તમારે ધ્યાનથી સાંભળવી પડશે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા કરવાનો રહેશે. આજે તમારી મનની કોઈ ઈચ્છા પૂરી થશે. કોઈ જગ્યાએ પૈસા અટવાઈ પડ્યા હશે તો આજે એ પાછા મળી શકે છે, જેને કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. આજે કોઈ ધાર્મિક કે સામાજિક કાર્યમાં હિસ્સો રહેશે. આજે કોઈ જૂની ભૂલ પરથી આજે તમારે બોધ પાઠ લેવો પડશે. બિઝનેસમાં આજે તમને સારો એવો લાભ થઈ રહ્યો છે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ઠીકઠાક રહેશે. બિઝનેસમાં આજે કોઈ ફેરફાર કરવાનો રહેશે તો તમારા માટે સારું રહેશે. પાર્ટનરની સંપૂર્ણ સહમતિ મલશે, પણ તમારે તમારા મગજથી કોઈ પણ નિર્ણય લેશો. જીવનસાથી સાથે સંતાનના કરિયરને લઈને કોઈ ચર્ચા કરશો. સરકારની નોકરીની તૈયારી કરી રહેલાં લોકો માટે આ સમયગાળો સારો રહેશે. આજે પરિવારના સભ્ય સાથે તમે કોઈ મુદ્દે ચર્ચા વિચારણા કરશો.