આજનું રાશિફળ (26-09-25): બે રાશિના જાતકોને કરિયર અને બિઝનેસમાં મળશે સફળતા, જાણો તમારા માટે કેવો હશે દિવસ?


મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મહત્ત્વના લોકો સાથે મુલાકાત લેવાનું રહેશે. આજે તમને ભાઈ-બહેનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે. પારિવારિક બાબતોનો આજે સાથે મળીને ઉકેલ લાવવાનો રહેશે. સંતાન તરફથી આજે તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આજે વિના કારણ કોઈ પર પણ ગુસ્સો કરવાથી બચવું પડશે. પરિવારના સભ્યો આજે તમારી કોઈ આદતને કારણે પરેશાન રહેશે, એટલે સાવધાનીપૂર્વક આગળ વધો.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક પરિણામો લઈને આવી રહ્યો છે. આજે તમારી કોઈ અધૂરી ઈચ્છા પૂરી થઈ રહી છે. પરિવારમાં કોઈ સદસ્યના સ્વાસ્થ્યમાં ઉપર નીચે થઈ શકે છે. આજે પિતાજી કોઈ વાતને લઈને પરેશાન રહેશે. ભાઈ-બહેન સાથે ખૂબ જ પટશે. બિઝનેસમાં આજે તમે કંઈક નવું કરવાનો પ્રયાસ કરશો. નોકરીમાં ફેરફાર કરવાની યોજના બનાવશો. બોસ આજે તમને કોઈ મોટી જવાબદારી સોંપી શકે છે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયી રહેવાનો છે. આજે તમે તમારા આસપાસના લોકોનું વિશ્વાસમાં જિતવામાં સફળ થશે. માતા-પિતાની સેવા માટે આજે તમે સમય કાઢશો. પરિવારમાં ચાલી રહેલાં કલહનો બધા સાથે મળીને ઉકેલ લાવશો. આજે તમે કોઈ નવું વાહન ખરીદવાની યોજના બનાવી શકો છો. માતા-પિતા તરફથી કામને લઈને કોઈ સારી સલાહ મળી શકે છે. અહીંયા ત્યાંની વાતોમાં ના પડો. આજે કોઈ સહકર્મચારીની વાત તમને ખરાબ લાગી શકે છે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. આજે તમારે અભ્યાસને લઈને થોડી સાવધાની રાખવાનો રહેશે. લેવડદેવડમાં આજે તમે કોઈ ખોટી ડીલ ફાઈનલ કરી શકો છો, એટલે પૈસા સંબંધિત બાબતોમાં તમારે કોઈ વ્યક્તિની સલાહ સાંભળવાથી બચવું જોઈએ. આજે તમારી કોઈ જૂની લેવડ-દેવડ પણ તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. તમારી મહેનત રંગ લાવશે. કંઈક નવું કરવાનો તમારો પ્રયાસ સફળ થશે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ મોટી ઉપલબ્ધિ લઈને આવશે. આજે કેટલાક પ્રભાવી લોકો સાથે થઈ શકે છે. આજે વિના કારણ ઘરથી બહાર ના જાવ, નહીં તો દુર્ઘટના થવાની શક્યતા છે. આજે ધર્મ-ધ્યાનમાં તમારું મન લાગશે. સંતાનના કામથી આજે તમે ખુશ થશો. આજે તમારું મનોબળ ઊંચુ રહેશે, પણ પેટ સંબંધિત સમસ્યા સતાવી શકે છે. જીવનસાથી સાથે કોઈ મુદ્દે બોલાચાલી થઈ શકે છે અને તમારે બેસીને એનો ઉકેલ લાવવો પડશે.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ અજાણ્યા લોકો પર ખૂબ જ સમજી વિચારીને વિશ્વાસ કરવાનો રહેશે. કામના સ્થળે આજે તમને કોઈ ફોસલાવવાનો પ્રયાસ કરશે. બોસ સાથેના સંબંધો સુધારવાનો પ્રયાસ કરશો. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. રાજકારણમાં આગળ વધી રહેલાં લોકોની આજે કોઈ છબિ ખરડવાનો પ્રયાસ કરશે. નિર્ણય લેવાની ક્ષમતા પણ સુધરી રહી છે. કોઈ ધાર્મિક યાત્રા પર જવાનું પ્લાનિંગ કરશો.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ જવાબદારીઓ ઉઠાવવાનો રહેશે. આજે તમારી અંદર વધારે પડતી ઊર્જા રહેશે, જેને કારણે તમે થોડા પરેશાન પણ રહેશો. વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણનો માર્ગ આજે મોકળો થઈ રહ્યો છે. વેપારમાં આજે તમને સારો એવો લાભ થશે, જેને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે. આજે તમે કોઈ લાંબી યાત્રા પર જવાની પ્લાનિંગ કરશો. બિઝનેસમાં આજે તમારે કોઈ સાથે પાર્ટનરશિપ કરવી પડશે. બાળકો સાથે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ જોખમી કામમાં હાથ નાખવાથી બચવાનો રહેશે. કાયદાકીય બાબત જો લાંબા સમયથી પેન્ડિંગ ચાલી રહી હશે તો તેમાં પણ તમારી જિત થઈ શકે છે. આજે કેટલાક નવા લોકો સાથે તમારી મુલાકાત થઈ શકે છે. સંતાન નોકરી માટે કોઈ જગ્યાએ બહાર જવું પડી શકે છે. વિદેશથી વેપાર કરી રહેલાં લોકોને આજે કોઈ મોટો ઓર્ડર મળી શકે છે. આજે તમારે પોતાના કામ માટે કોઈ બીજા પર આધાર રાખવાની જરૂર નથી.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સમજી વિચારીને કામ કરવાનો રહેશે. વૈવાહિક જીવનમાં ખુશહાલી આવશે. આજે તમારી સામે કેટલાક એવા કામ આવી શકે છે જે તમારે ઈચ્છા ના હોવા છતાં પણ કરવા પડશે. હરવા ફરવા દરમિયાન આજે તમને કોઈ મહત્ત્વની માહિતી મળી શકે છે. મિત્રો સાથે પાર્ટી વગેરેનું આયોજન કરી શકો છે. સ્વાસ્થ્યને લઈને આજે તમારે થોડી સાવધાની રાખવી પડશે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ આવકમાં વૃદ્ધિ લઈને આવી રહ્યો છે. રાજકારણમાં કાર્યરત લોકોને આજે સહકર્મચારીઓને સંપૂર્ણ સહકાર મળશે. માતા-પિતાના આશિર્વાદથી આજે કોઈ કામ પૂરું થઈ રહ્યું છે. આજે તમને કોઈ મહત્ત્વની માહિતી મળશે, પણ તમારે એ માહિતી કોઈ સાથે પણ શેર કરવાથી બચવું પડશે. વિરોધીઓ આજે તમને પરેશાન કરવાનો પ્રયાસ કરશે, પણ તમે એનાથી ખાસ સાવધ રહેવું પડશે.

કુંભ રાશિના જાતકોને આજે પોતાની નિર્ણય લેવાની સારી ક્ષમતાનો અનુભવ થશે. જીવનસાથીનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. માતા આજે તમને કોઈ મોટી જવાબદારી સોંપી શકે છે. આજે તમારું કોઈ અધુરું કામ પૂરું થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. કામના સ્થળે કોઈ જરૂરી માહિતી લોકો સાથે શેર કરવાથી બચો. મિત્રો સાથે કોઈ મનોરંજનના કામમાં સહભાગી થવાનો મોકો મળશે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ લાવનારો રહેશે. આજે તમે પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો દિવસ અનુકૂળ છે. આજે કેટલા લોકો સાથે તમારી મુલાકાત થઈ શકે છે. કોઈ વાદ-વિવાદ ચાલી રહ્યો હશે તો તેનો સાથે મળીને ઉકેલ લાવવાનો પ્રયાસ કરો. સમાજસેવા સાથે કામ કરનારા લોકોના માન-સન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે. અધ્યાત્મિક કાર્યમાં તમારી રૂચિ વધી રહી છે. ધર્મ અને કર્મમાં આજે તમે આગળ આવી હિસ્સો લેશો.
આ પણ વાંચો…ગ્રહોના રાજા સૂર્ય કરશે નક્ષત્ર પરિવર્તન, ચાર રાશિના જાતકો પર થશે છપ્પરફાડ ધનવર્ષા…