આજનું રાશિફળ (26-07-25): આ રાશિના જાતકોને આજે મળશે ભાગ્યનો સાથ, પાર્ટનર સાથે ખૂબ પટશે, જોઈ લો તમારી રાશિ પણ છે ને?


મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સાહિત્ય અને કળા ક્ષેત્રે નામ કમાવવાનો રહેશે. મનમાં વિવિધ નવી નવી કલ્પનાઓ આવી શકે છે. આજે તમે તમારી બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને કોઈ પણ સ્થિતિમાંથી સરળતાથી બહાર આવી જશો. બિઝનેસ કરી રહેલાં લોકોનો બિઝનેસ ઠીકઠાક ચાલશે. માતાની તબિયતને લઈને આજે કોઈ સમસ્યા સતાવી શકે છે. નોકરી કરી રહેલાં લોકોને આજે બીજી સારી નોકરીની આવી શકે છે. જીવનસાથી સાથે રોમેન્ટિક સમય પસાર કરશે.

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધનલાભની શક્યતા લઈને આવશે. નોકરી કરી રહેલાં લોકોને આજે ઉપરી અધિકારીનો સાથ-સહકાર મળી શકે છે. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડો ચઢાવ-ઉતાર જોવા મળશે. આજે તમારે તમારે બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે. વાદ-વિવાદમાં પડવાનું ટાળો, નહીં તો મુશ્કેલીમાં પડી શકો છો. પ્રોપર્ટી વગેરે ખરીદવાના યોગ બની રહ્યા છે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડો નબળો રહેવાનો છે. પરિવારમાં વાદ-વિવાદની સ્થિતિનું નિર્માણ થશે, પણ તમારે તેને ખૂબ જ સાચવવી પજશે. આજે તમને ઈજા વગેરે થવાની શક્યતા છે. રમતગમત સાથે સંકળાયેલા લોકો માટે આ સમય સારો રહેશે. ઘરમાં કોઈ શુભ કાર્યનું આયોજન થતાં મન પ્રસન્ન રહેશે. આજે કોઈને કોઈ પણ વચન આપતા પહેલાં ખૂબ જ સમજી વિચારીને આગળ વધો.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ લેવડ દેવડની બાબતમાં ખૂબ જ સાવધાની રાખવાનો રહેશે. નવો વેપાર કરવા માટે અનુકૂળ સમય છે. પરિવારમાં થોડી ચિંતાનો માહોલ રહેશે. આવકમાં વૃદ્ધિ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. પ્રેમજીવન જીવી રહેલાં લોકો આજે પોતાના પાર્ટનરને પ્રપોઝ કરશે. લેવડ દેવડમાં ખાસ સાવધાની રાખો. મનમાં કોઈ માંગલિક કાર્યક્રમનું આયોજન થશે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સફળતાના નવા નવા દ્વાર ખોલનારો રહેશે. આજે તમને તમારી મહેનતનું પૂરેપૂરું પરિણામ મળી રહ્યું છે. આજે બહાર જાવ ત્યારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. બાળકો સાથે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો. આજે નવી નવી યોજનાઓ શરૂ કરશો. મનમાં થોડા નકારાત્મક વિચારો આવી શકે છે. ગુસ્સા પર નિયંત્રણ રાખો. સંતાન તમારી અપેક્ષા પર ખરું ઉતરશે.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સાવધાનીપૂર્વક કામ કરવાનો રહેશે. આજે નાની એવી લાપરવાહી પણ તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. બિઝનેસમાં આજે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. પિતાના સ્વાસ્થ્યને કારણે આજે તમને થોડી ચિંતા સતાવી શકે છે. નોકરી કરી રહેલાં લોકોને આજે સહકર્મચારીઓનો સાથ-સહકાર મળી શકે છે. જીવનસાથી સાથેની ખટપટ દૂર થશે. સાસરિયાઓ સાથેના સંબંધો મજબૂત રહેશે.

તુલા રાશિના વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અભ્યાસમાં વિઘ્ન લઈને આવશે. બૌદ્ધિક ચર્ચા કે વાતચીતમાં ભાગ લેવાનો છે. શેરબજારમાં રોકાણ કરી રહેલાં લોકો માટે આજનો દિવસ ખૂબ જ સાવધાની રહેવાનો રહેશે. નોકરી કરી રહેલાં લોકોને આજે પ્રમોશન કે પગારવધારો મળી શકે છે. આવકના નવા નવા સ્રોત ઊભા થઈ રહ્યા છે. જીવનસાથી સાથે કોઈ મુદ્દે બોલાચાલી થઈ શકે છે. કોઈ નાની મોટી ઉજવણીમાં ભાગ લેવાનો મોકો મળશે.

વૃશ્ચિક રાશિના બિઝનેસ કરી રહેલાં લોકો માટે સારો રહેવાનો છે. આજે તમે દરેક કામને ખૂબ જ સરળતાથી પૂરા કરશો. પરિવારના સભ્યો સાથે મળીને તમે આજે સારો સમય પસાર કરશો. નોકરી કરી રહેલાં ઉપરી અધિકારીઓ આજે તમારાથી ખૂબ જ ખુશ રહેશે. બેરોજગાર લોકોને આજે નોકરી વગેરે મળી શકે છે. આજે તમારી ભૂલને કારણે તમને મુશ્કેલી પડી શકે છે. પરિવાર સાથે અણબનાવ થઈ શકે છે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યની દ્રષ્ટિએસારો રહેવાનો છે. આજે નોકરી કરી રહેલાં લોકોનું પ્રમોશન વગેરે થઈ શકે છે. માતાનું સ્વાસ્થ્ય ખરાબ થતાં માહોલ થોડો ચિંતાજનક રહેશે. પ્રેમજીવન જીવી રહેલાં લોકો પાર્ટનર સાથે ક્વોલિટી ટામઈ સ્પેન્ટ કરશે. આજે બીજાના કામકાજમાં દખલગિરી કરલાનું ટાળો. કામના સ્થળે આજે તમારી વ્યસ્તતા વધી શકે છે. સંતાન આજે તમારી અપેક્ષા પર ખરું ઉતરશે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવલ ખૂબ જ લાભદાયી રહેવાનો છે. બિઝનેસ કે નોકરી કરી રહેલાં લોકોને આજે લાભ જ લાભ થઈ રહ્યો છે. વૈવાહિક જીવન ખૂબ જ સુખદ રહેશે. જીવનસાથીના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. ગુસ્સામાં કે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવાનું ટાળો, નહીં તો નુકસાન થઈ શકે છે. આવક કરતાં વધારે ખર્ચ થવાની પૂરેપૂરે શક્યતા છે, એટલે તમારે ખાસ કાળજી રાખવી પડશે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ આજનો દિવસ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સહભાગી થવાનો રહેશે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. આજે તમારા તમામ કામ પૂરા થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. નોકરી કરી રહેલાં લોકોને આજે તેમના સહકર્મચારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. ઉપરી અધિકારી આજે તમારા કામથી ખૂબ જ ખુશ થશે. પ્રેમસંબંધમાં આજે મુશ્કેલી આવી શકે છે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ માન-સન્માનમાં વૃદ્ધિ લઈને આવી રહ્યો છે. આજે તમને દરેક કામમાં સફળતા મળી રહી છે. બિઝનેસ કરી રહેલાં લોકોને બિઝનેસ પણ આજે સારો ચાલશે. સંતાનના સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપો. વિદેશી કંપની તરફથી નોકરી વગેરે મળી શકે છે. વૈવાહિક જીવનમાં તાલમેલ જાળવીને આગળ વધશો. પરિવાર સાથે આનંદમાં સમય પસાર કરશો. વાહન વગેરે ખરીદવાના યોગ બની રહ્યા છે.
આ પણ વાંચો…શુક્ર ગોચરથી આ ત્રણ રાશિઓને થશે ધનલાભ, કુંવારાને મળશે કન્યા તથા નોકરી-વેપારમાં થશે પ્રગતિ