રાશિફળ

આજનું રાશિફળ (26-04-25): મેષ, વૃષભ સહિત આ ચાર રાશિના જાતકો માટે દિવસ રહેશે શુભ, જાણી લો શું છે તમારી રાશિના હાલ?

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેવાનો છે. તમારી કોઈ વાતથી ભાઈ-બહેન નારાજ થી શકે છે. આજે તમે નવી નોકરી, દુકાનની ખરીદતી વખે તમારે ખૂબ જ ધ્યાન રાખવું પડશે. સાસરિયાઓ સાથે આજે તમે મુલાકાત કરકશો, આ મુલાકાતમાં તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. આજે કોઈને પણ ઉધાર આપતા પહેલાં ખૂબ જ વિચાર કરવો પડશે. કામના સ્થળે તમારી સારી એવી ઓળખ થશે અને બોસ પણ તમારા કામથી ખુશ થશે.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયી રહેશે. શેરબજાર સાથે સંકળાયેલા લોકો માટે આજે ખૂબ જ સમજદાર રહેશે. સંતાને કોઈ સ્પર્ધામાં ભાગ લેશો તો આજે એના પરિણામ આવી સકે છે. આજે કોઈ સંપત્તિ સંબંધિત વિવાદ તમારા માટે સમસ્યાનું કારણ બની શકે છે. આજે તમે કોઈ નવું ઈલેક્ટ્રોનિક વસ્તુ ખરીદી શકો છો. જીવનસાથી સાથે મળી સંતાનના કરિયરને લઈને રોકાણ કરશો.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ખર્ચાળ રહેશે. આજે કોઈ દૂર રહેતાં સંબંધી પાસેથી તમને નિરાશાજનક સમાચાર સાંભળવા મળી શકે છે. આજે તમારે તમારી આવકને ધ્યાનમાં રાખીને ખર્ચ કરવા પડશે. કોઈ પ્રોપર્ટી ખરીદી શકો છો. આજે તમે ઘરના રિનોવેશન પર ખર્ચ કરશો, પરંતુ એની સાથે સાથે તમારે તમારા સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખવું પડશે. કોઈ સમસ્યા હતી તો આજે સારા ડોક્ટરની સલાહ લેવી પડશે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ મોજ-મસ્તીથી ભરપૂર રહેશે. વિદ્યાર્થીઓ આજે અભ્યાસમાં આવી રહેલી સમસ્યા માટે સિનિયર સાથે વાત કરશો. ઘરની કોઈ વાતને લઈને આજે તમારું મન પરેશાન રહેશે. માતાની કોઈ જૂની સમસ્યા સામે આવી શકે છે, અને એના માટે તમારે થોડી ભાગદોડ કરવી પડી શકે છે. રાજકારણમાં આગળ વધી રહેલાં લોકોને આજે કોઈ મોટું પદ મળી શકે છે. બોસ તમારા કામથી ખુશ રહેશે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સમસ્યાઓથી ભરપૂર રહેશે. આજે કોઈ જૂની ભૂલ સામે આવી શકે છે જેને કારણે પરિવારના લોકો તમારાથી નારાજ થશે. જીવનસાથીની ભાવનાઓનું સન્માન કરવું પડશે. આજે કોઈ કામ પૂરું કરવામાં તમને સમસ્યા આવી શકે છે. આવકના સ્રોત વધશે, જેને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે. કોઈ જૂની લેવડદેવડ આજે તમારા માટે માથાનો દુઃખાવો સાબિત થઈ શકે છે.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક પરિણામ લઈને આવશે. જીવનસાથી સાથે આજે તમારો કોઈ વિવાદ થઈ શકે છે. આજે તમારે કોઈને પણ વિના માંગે સલાહ આપવાનું ટાળવું પડશે. નોકરી કરી રહેલાં લોકોને આજે કામના સ્થળે જુનિયર્સનો પૂરેપૂરો સાથ-સહકાર મળળે. આજે તમારું કોઈ કામ બનતા બનતા અટકી શકે છે. સરકારી યોજનાઓમાં પૈસા રોકશો તો તમારા માટે સારું રહેશે.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સંપત્તિની દ્રષ્ટિએ ખૂબ જ સારો રહેવાનો છે. આજે પ્રોપર્ટીને લઈને કોઈ વિવાદ ચાલી રહ્યો હશે તો આજે એનો પણ ઉકેલ આવી શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઢીલ ના દેખાડવી જોઈએ. મોસાળના લોકોને મળવા જઈ શકો છો. આજે મનની કોઈ ઈચ્છા પૂરી થતાં ઘરમાં પૂજા વગેરેનું આયોજન થઈ શકે છે. લોહીના સંબંધોમાં મજબૂતી આવી શકે છે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ ઠીક-ઠાક રહેશે. બિઝનેસમાં આજે ઈચ્છા પ્રમાણે લાભ ના થતાં મન થોડું પરેશાન રહેશે. સંતાન આજે તમારી પાસે કોઈ વસ્તુની માગણી કરી શકે છે. આજે તમે ટેન્શનથી દૂર બાળકો સાથે સમય પસાર કરશો. જીવનસાથીને કોઈ જગ્યાએ શોપિંગ પર લઈ જઈ શકો છો, પણ તમારે તમારા ખિસ્સાનું ધ્યાન રાખવું પડશે. બિઝનેસમાં આજે કોઈ મોટું ટેન્ડર મળી શકે છે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યસ્તતાથી ભરપૂર રહેશે. આજે તમે એક સાથે અનેક કામ પર ફોકસ કરશો જેને કારણે તમારી વ્યસ્તતાથી ભરપૂર રહેશે. આજે કોઈ સાથે લેવડદેવડ કરતી વખતે કાળજી રાખવી પડશે. આજે તમારા વિરોધીઓ તમારી વિરુદ્ધ કોઈ ષડયંત્ર રચી શકે છે. કામના સ્થળે તમે લોકો પાસેથી કામ કઢાવવામાં સફળ રહેશો. સામાજિક કામમાં આજે તમે આગળ વધીને હિસ્સો લેશો.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રગતિના માર્ગ પર આગળ વધશો. આજે લાંબા સમય બાદ કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત કરશો. આજે કોઈ કામ પૂરું થતાં થતાં અટકી પડશે અને એને કારણે તમારી ચિંતામાં વૃદ્ધિ થશે. સંતાનને કોઈ નોકરી મળતાં આજે તેને ઘરથી દૂર થવું પડી શકે છે. પરિવારમાં કોઈ સભ્યના લગ્ન નક્કી થતાં પરિવારમાં હસી ખુશીનો માહોલ જોવા મળી શકે છે.

કુંભ રાશિના વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેશે. આજે કોઈ જગ્યાએ બહાર જઈને ભણવાની ઈચ્છા પૂરી થઈ શકે છે. દૂર રહેતાં કોઈ સંબંધીની યાદ સતાવી શકે છે. નોકરી કરી રહેલાં લોકોને આજે કામ ના મળતા મન થોડું પરેશાન રહેશે. આજે તમારે થોડી ધીરજ રાખવાની જરૂર છે. કોઈ એવી વાત ના બોલો જે તમારી આસપાસના લોકોને ખરાબ લાગી શકે છે. આજે તમારી દિનચર્યાને જાળવી રાખવાનો પ્રયાસ કરવો પડશે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ મુશ્કેલીઓથી ભરપૂર રહેશે. આજે બિઝનેસમાં પણ થોડા ચઢાવ ઉતાર જોવા મળી શકે છે. આજે તમે તમારા કામમાં વ્યસ્ત રહેશો, પણ તમારે પરિવારને પૂરો સમય આપવો પડશે. સંતાન આજે તમારી અપેક્ષા પર ખરું ઉતરશે. આવકમાં વૃદ્ધિ થતાં તમારું મન પ્રસન્ન રહેશે. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ નવા મહેમાનનું આગમન થઈ શકે છે. આજે તમે કોઈ નવું કામ કરવાનો પ્રયાસ કરશો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button