ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

આજનું રાશિફળ (25-02-24): વૃષભ, કર્ક અને કુંભ રાશિના જાતકોની સુખ-સુવિધામાં થશે વૃદ્ધિ…

મેષ રાશિના વેપાર કરી રહેલાં લોકો માટે આજનો દિવસ ચઢાવ-ઉતારથી ભરપૂર રહેવાનો છે. આજે તમારે તમારી દિનચર્યામાં યોગા અને કસરતને સ્થાન આપવું જોઈએ, જેથી તમને અનેક મુશ્કેલીમાંથી રાહત મળશે. તમને બિઝનેસમાં સારી એવી સફળતા મળી રહી છે. આજે તમારે તમારી લાભની યોજનાઓ પર ખાસ ધ્યાન આપવું પડશે. કોઈ કામ પૂરું થતાં સુધીમાં તમારા માટે માથાનો દુઃખાવો સાબિત થઈ શકે છે. સંતાનોની પ્રગતિમાં આવતા અવરોધો દૂર થશે. જો તમે કોઈ કામને લઈને કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા, તો તે દૂર થતી જણાય છે.

વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ સુખ-સુવિધામાં વૃદ્ધિ કરનારો સાબિત થઈ રહ્યો છે. આજે પર્સનલ મેટર્સમાં તમારું ધ્યાન સંપૂર્ણપણે કેન્દ્રિત રહેશે. બિઝનેસમાં ગતિવિધિઓ વધશે અને તમે આજે તમારી કારકિર્દીને લઈને કેટલાક મહત્વના નિર્ણયો લેશો. તમારી અંદર આજે ત્યાગ અને સહકારની ભાવના જોવા મળશે. વિદ્યાર્થીઓને માનસિક અને બૌદ્ધિક બોજમાંથી રાહત મળતી જણાઈ રહી છે. કરિયરને લઈને મિત્ર સાથે વાત કરી શકો છો. નોકરી કરી રહેલાં લોકો પર બોસ આજે વધારાનો બોજો નાખી શકે છે.

મિથુન રાશિના સમાજસેવા સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. ભાઈ-બહેનો સાથે તમારી નિકટતા વધી રહી છે. આજે તમારું માન-સન્માન વધવાથી તમે ખુશ રહેશો. પરિવારની કોઈ સભ્યની નિવૃત્તિને કારણે ઘરમાં સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન થઈ શકે છે. પ્રેમજીવન જીવી રહેલાં લોકોને આજે કોઈ ત્રીજી વ્યક્તિને કારણે તણાવનો સામનો કરવો પડી શકે છે. આજે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવાથી તમારે બચવું પડશે, નહીંતર પછીથી પસ્તાવવાનો વારો આવશે. આજે મહત્ત્વના કામ પર ધ્યાન આપશો તો જ તે પૂરા થતાં જણાઈ રહ્યા છે.

કર્ક રાશિના લોકો માટે ભાગ્યની દૃષ્ટિએ આજનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે. તમારી વાણી અને વર્તનમાં મધુરતા જાળવી રાખો. તમે લાભની તકો પર સંપૂર્ણ ધ્યાન આપશો. ધાર્મિક કાર્યમાં તમને ખૂબ જ રસ રહેશે. પરિવારના લોકો તમારી વાતનું પૂરેપૂરું સન્માન કરશે અને મિલકત સંબંધિત કોઈ બાબતમાં તમને વિજય મળતો જણાય છે, પરંતુ તમારે લેવડ-દેવડ સંબંધિત બાબતોમાં સાવધાની રાખવાની જરૂર છે. તમારા માતા-પિતાના આશીર્વાદથી તમે નવો વ્યવસાય શરૂ કરી શકો છો, જે તમારા માટે સારો રહેશે. કોઈ પણ કામ બીજા પર ન છોડો, નહીં તો તેને પૂર્ણ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

આજનો દિવસ તમારા માટે સર્જનાત્મક કાર્યમાં આગળ વધવા માટે સારો રહેશે. વેપારમાં તમને ઈચ્છિત નફો મળશે. નવી યોજનાઓથી તમને સારો લાભ મળશે. નોકરીમાં તમારા પ્રયત્નો તીવ્ર રહેશે. તમે તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો. તમે વ્યવસાયમાં કેટલાક નવા સાધનોનો સમાવેશ કરી શકો છો. વિચાર્યા વગર કોઈપણ સ્કીમમાં પૈસા લગાવવાથી તમને નુકસાન થઈ શકે છે. તમારે કોઈની ગપસપથી વંચિત ન થવું જોઈએ અને તમારા કેટલાક વિરોધીઓ તમને પરેશાન કરી શકે છે, જેમને તમે તમારી ચતુર બુદ્ધિથી સરળતાથી હરાવી શકશો.

વિદેશથી વેપાર કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. તમને તમારા પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે. વેપાર કરતા લોકો માટે દિવસ પહેલા કરતા સારો રહેશે. તમારી જવાબદારીઓ નિભાવવામાં આળસ ન કરો. સ્પર્ધાની ભાવના તમારા મનમાં રહેશે. તમે તમારા પ્રિયજનો માટે દરેક શક્ય પ્રયાસ કરશો. તમે પરિવારના સભ્યો સાથે બેસીને પારિવારિક સમસ્યાઓ વિશે ચર્ચા કરી શકો છો. ઘરેલું જીવન સુખમય રહેશે. જો નોકરી કરતા લોકો કોઈ પાર્ટ ટાઈમ કામ કરવાનું વિચારી રહ્યા હોય તો આજે તેમની ઈચ્છા પૂરી થઈ શકે છે.

આજનો દિવસ તમારા માટે આવક અને ખર્ચના સંદર્ભમાં બજેટ જાળવી રાખવાનો રહેશે. તમારે તમારા લાંબા સમયથી અટકેલા કાર્યોને પૂર્ણ કરવા માટે સાવચેત રહેવું જોઈએ અને તમને વરિષ્ઠ સભ્યો તરફથી પૂરતો સહયોગ અને કંપની મળશે. તમને કોઈપણ સરકારી યોજનાનો પૂરો લાભ મળશે. તમારે તમારા કામ માટે પ્રવાસ પર જવું પડી શકે છે. આજે તમારે અજાણ્યાઓથી અંતર જાળવવું પડશે અને કોઈપણ કાર્યમાં નિયમો અને નિયમોનું સંપૂર્ણ ધ્યાન રાખવું પડશે. નાણાકીય સ્થિતિ પહેલા કરતા સારી રહેશે, જેના કારણે તમે તમારી જવાબદારીઓ સરળતાથી નિભાવી શકશો.

વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ અત્યંત ફળદાયી સાબિત થશે. લાંબા ગાળાની યોજનાને વેગ મળી રહ્યો છે અને તમારી આસપાસનું વાતાવરણ આજે એકદમ ખુશનુમા રહેશે. વાહનોનો ઉપયોગ કરતી વખતે આજે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે સખત મહેનત કરવી પડશે, તો જ સફળતા મળી રહી છે. વેપાર કરી રહેલાં લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. આજે તમારે મોટું મન રાખીને નાનાઓની ભૂલને માફ કરવી પડશે. આજે તમારી કોઈ પણ ઈચ્છા પૂરી થતાં તમારી ખુશીનો પાર નહીં રહે.

ધન રાશિના લોકો માટે ભાગ્યની દ્રષ્ટિએ આજે તમારો દિવસ સારો રહેશે. ધાર્મિક કાર્યમાં તમારી શ્રદ્ધા વધશે. આજે તમારે કોઈ પણ કામમાં જોખમ લેવાનું ટાળવું પડશે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળી રહી છે. આજે તમે દરેક ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશો. કોઈ પણ કામમાં આજે તમારે નીતિ-નિયમોનું ખાસ ધ્યાન રાખવું પડશે. જો તમે કોઈની પાસેથી પૈસા ઉધાર લીધા હોય, તો તમે તેને ચૂકવવામાં ઘણી હદ સુધી સફળ થશો. પરિવારના સભ્યો વચ્ચે કોઈ મુદ્દે વાદ-વિવાદની સ્થિતિ સર્જાઈ શકે છે, જેમાં બંને પક્ષોની વાત સાંભળીને નિર્ણય લેશો તો તમારા માટે સારું રહેશે. સંતાન આજે તમારી અપેક્ષા પર ખરું ઉતરશે.

મકર રાશિના લોકોએ આજે અજાણ્યા લોકોથી દૂર રહેવું પજશે. કામના સ્થળે કોઈ મહત્ત્વના એગ્રીમેન્ટ સાઈન કરશો. વડીલો પ્રત્યે આદર-સત્કારની ભાવના જોવા મળશે. આજે અજાણ્યા લોકોથી ખાસ સાવધ રહેવાની સલાહ આપવામાં આવે છે. વેપારમાં આજે પાર્ટનરશિપ બનાવવાનું તમારે ટાળવું પડશે. માતા-પિતાના આશિર્વાદથધી આજે તમારા અટકી પડેલાં જૂના કામ પાર પડશે. સંતાનની માર્ગમાં જો કોઈ અવરોધ આવી રહ્યો હતો તો આજે એ પણ દૂર થઈ રહ્યા છે. પ્રવાસ દરમિયાન આજે તમને કેટલીક મહત્ત્વની માહિતી મળી શકે છે.

કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ કોઈ મોટી સિદ્ધિ લઈને આવી રહ્યો છે. આજે તમારે કોઈ પણ જોખમી કામ કરવાથી બચવું પડશે. કામની બાબત માટે દિવસ સારો રહેશે. તમે તમારા નજીકના લોકો પાસેથી આજે કોઈ સારા સમાચાર સાંભળી શકો છો. જીવનસાથીની કોઈ જૂની બીમારી ફરી માથું ઊંચકી શકે છે. વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજમાંથી રાહત મળતી જણાઈ રહી છે. આજે સંતાન તેના કામમાં કોઈ ભૂલ કરી શકે છે, જેને કારણે તમે ગુસ્સો કરશો. દેવું ચૂકવવામાં મહદ્ અંશે સફળતા મળી રહી છે.

મીન રાશિના લોકો આજે પોતાની કળા-કૌશલ્યથી પોતાનું એક આગવું સ્થાન બનાવવામાં સફળ રહેશે. વેપારમાં આજે તમારે તમારી સામે આવી રહેલી તમામ તકો પર ખાસ ધ્યાન આપવું પડશે. તમે તમારી જવાબદારીઓ આજે સારી રીતે પાર પાડશો. આજે કોઈને પણ ઉધાર આપતાં પહેલાં તમારે ખૂબ જ સમજી વિચારીને નિર્ણય લેશો પજશે. કામના સ્થળે તમારા પર બોજો વધશે. વિરોધીઓથી તમારે ખાસ સાવધ રહેવાની જરૂર છે. સ્વાસ્થ્ય પ્રત્યે ખાસ સાવધ રહેવાની જરૂર છે. આતે મહત્ત્વના કામ પર ખાસ ધ્યાન આપવું પડશે. કામના સ્થળે તમે તમારા સહકર્મીઓનો વિશ્વાસ સરળતાથી જિતી શકશો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button