આજનું રાશિફળ (24-08-25): રવિવારનો દિવસ કેવો હશે મેષથી મીન રાશિના જાતકો માટે? જાણી લો એક ક્લિક પર…


મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક રહેશે. આજનો દિવસ પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે. વૈવાહિક જીવનમાં પણ મધુરતા જળવાઈ રહેશે. આજે પરિવાર સાથે કોઈ જગ્યાએ હરવા-ફરવાનું પ્લાનિંગ કરશો. આજે આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધારે મજબૂત બની રહી છે. આજે તમે મહેનત કરવામાં બિલકુલ પાછળ વળી નહીં જુઓ. મિત્રો સાથે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ લાંબા સમય બાદ જૂના મિત્રો સાથે સમય પસાર કરવા માટેનો રહેશે. આજે તમે પરિવાર અને મિત્રો સાથે સારા ભોજનનો આનંદ ઉઠાવશો. વિદેશ રહેતાં કોઈ દૂરના સંબંધી પાસેથી સારા સમાચાર સાંભળવા મળશે. આજે તમારા ખર્ચમાં વધારો થશે, જેને કારણે તમે ચિંતા વધશે. નોકરી કરી રહેલાં લોકોને ઉચ્ચ અધિકારીઓનો સાથ-સહકાર મળશે. ઘરમાં સંતાનના આવવાથી ખુશીનો માહોલ રહેશે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ફળદાયી રહેશે. કામના સ્થળે પણ આજે તમને આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે. આજે તમારા તમામ કામ સરળતાથી સફળ થઈ રહ્યો છે. આજે તમે સામાજિક કાર્યક્રમમાં આગળ વધીને હિસ્સો લેશો. તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થતાં આજે તમારી ખુશીનો પાર નહીં રહે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ થોડો નબળો રહેશે. પૈસા કમાવવાના ચક્કરમાં આજે તમે તમારું નુકસાન કરી લેશો. વિનાકારણ ગુસ્સો કરવાનું ટાળો.

કર્ક રાશિના જાતકોના જીવનમાં આજે સુખ-શાંતિ અને સમૃદ્ધિનું આગમન થશે. શારીરિક અને માનસિક દ્રષ્ટિએ આજનો દિવસ થોડો નબળો રહેવાનો છે. પ્રોપર્ટી અને શેરબજારમાં રોકાણ કરી રહેલાં લોકો માટે આ સમયગાળો લાભદાયી રહેશે. આજે તમારે તમારા કામ પર ધ્યાન આપવું પડશે. કામ માટે વિદેશ યાત્રા પર જવાનો મોકો મળશે. આજે ઓફિસમાં તમારે તમારા સહકર્મચારી સાથે પ્રેમ વગેરેને ચક્કરમાં ફસાઈ શકો છો. જીવનસાથી માટે આજે સરપ્રાઈઝ પ્લાન કરશો.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ બિનજરૂરી ખર્ચા પર કન્ટ્રોલ કરવાનો રહેશે. આજે તમારું કોઈ કામ લાંબા સમયથી અટકી પડ્યું હશે તો તે પણ પૂરું થશે. ખાવા-પીવામાં આજે તમારે સાવધાની રાખવી પડશે. આજે મિત્રો પાસે કોઈ કામ માટે મદદ માંગશો તો સરળતાથી મળી રહેશે. કામના સ્થળે આજે લોકો સાથે વિનાકારણ દલીલમાં પડવાથી બચો. અંગત જીવનમાં આજે ઉદાસીનતા રહેશે. વડીલોની સલાહ તમારા માટે સારું રહેશે.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ બાકીના દિવસની સરખામણીએ સામાન્ય રહેશે. કારોબારમાં આજે તમને લાભ જ લાભ થઈ રહ્યો છે. આજે તમારા બિનજરૂરી ખર્ચ તમારા માટે માથાનો દુઃખાવો થશે. તમારા ગુસ્સા અને વાણી પર કન્ટ્રોલ રાખવું પડશે, નહીં તો વિવાદમાં ફસાઈ શકો છો. આજે આંખ બંધ કરીને મિત્ર પર ભરોસો કરવાનું ટાળવું પડશે. કરિયર પર ફોકસ કરવું પડશે.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ નબળો રહેવાનો છે. આજે લાંબા સમય બાદ જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શરે છે. પ્રેમજીવન જીવી રહેલાં લોકો માટે આજનો દિવસ પાર્ટનર સાથે વાદ-વિવાદને કારણે તાણથી ભરપૂર રહેશે. બિઝનેસમાં અચાનક ધનલાભ થઈ રહ્યો છે. આજે તમારે તમારા કામ પર ધ્યાન આપવું પડશે. અજાણ્યા લોકો પર આંખ બંધ કરીને ભરોસો ના કરશો.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ મહિલાઓ પ્રત્યેનું આકર્ષણ મુશ્કેલીનું કારણ બનશે. આજે કોઈ પણ પ્રવાસ કે નવા કામની શરૂઆત કરવાનું ટાળો, નહીં તો નુકસાન થવાની શક્યતા છે. આજે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવાની જરૂરી છે. અંગત સંબંધોમાં આજે ખટરાગ થવાની શક્યતા છે. માતા પાસેથી આજે કોઈ સારી વાત શીખશો. પરિવાર સાથે આનંદમાં સમય પસાર કરશો. લોકોની પરવાહ કર્યા વિના આજે તમારા કામ પર થશો.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રફળદાયી રહેવાનો છે. કારોબારમાં આજે પરેશાનીઓની સામનો કરવો પડી શકે છે. કામના સ્થળે આજે તમારે અનુશાસનમાં રહેવું પડશે. મનમાં કોઈ નકારાત્મક વિચાર આવી શકે છે. વિના કારણ ગુસ્સો કરવાનું ટાળો, નહીં તો નુકસાન થઈ શકે છે. ધનલાભ થતાં તમારી ખુશીનો પારો નહીં રહે. સ્વાસ્થ્ય માટે દિવસ સારો રહેશે. બિઝનેસમાં પાર્ટનરશિપ કરતાં પહેલાં વિચાર કરો.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેવાનો છે. આજે તમને કોઈ પણ કામમાં પરિવારનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. પરંતુ કોઈને પણ કડવા વચન કહેતાં પહેલાં સાંભળો. સ્વાસ્થ્યને લઈને સતર્ક રહેવું પડશે. આજે મકાન, વાહન ખરીદવાથી બચો. મનમાં નકારાત્મક વિચાર આવતા ઉદાસીનો અનુભવ થશે. પારિવારિક સંબંધમાં આજે ચઢાવ-ઉતાર જોવા મળશે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ એક પછી એક સારા સમાચાર લઈને આવી રહ્યો છે. આજે તમે જે પણ કામમાં હાથ નાખશો તમને એમાં સફળતા મળશે. ભાગ્યના દરવાજા ખુલશે. બિઝનેસમાં પણ આર્થિક લાભ થઈ રહ્યો છે. બિઝનેસ એક્સપાન્શન વિશે વિચાર કરશો. તબિયત બગડતાં આજે કામ પડ્યું હશે. આજે કોઈ જગ્યાએ રોકાણ કરવાની યોજના બનાવશો. પાર્ટનરશિપ ખૂબ જ સમજી વિચારીને કરો.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ બિઝનેસમાં ઓળખાણ અને રોકાણથી લાભ થઈ રહ્યો છે. શારીરિક સ્વાસ્થ્યમાં ચઢાવ ઉતાર જોવા મળશે. આજે તમને દરેક કામમાં સફળતા મળી છે. બિઝનેસમાં પણ આર્થિક લાભ થઈ રહ્યો છે. પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે. આજે કોઈ પણ કામ માટે સમજ્યા વિચાર્યા વિના હા ના પાડશો. અહીંયા ત્યાં સમય વેડફ્યા વિના કામ પર ધ્યાન આપવું પડશે.
આ પણ વાંચો…આ દિવસે લાગશે વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ, જાણો કઈ રાશિના જાતકોને થશે ધનલાભ…