રાશિફળ

આજનું રાશિફળ (23-11-25): રવિવાર આ રાશિના જાતકો માટે રહેશે એકદમ ખુશ-ખુશહાલ, જોઈ લો શું છે તમારી રાશિના હાલ…

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ માન-સન્માનમાં વૃદ્ધિ લઈને આવશે. આજે તમને પુરસ્કાર કે એવોર્ડ વગેરે મળતાં તમારી ખુશીનો પાર નહીં રહે. રાજકારણ સાથે સંકળાયેલા લોકોએ આજે પોતાની વાણીમાં મિઠાશ જાળવી રાખવી પડશે, તો જ લોકો તમારાથી કનેક્ટે થશે. મનમાં જો કોઈ કામને લઈને શંકા હોય તો આજે એ કામમાં બિલકુલ આગળ ના વધશો. આજે તમારે તમારા સંતાનની સંગત પર ખાસ ધ્યાન આપવું પડશે. જીવનસાથી સાથે આજે કોઈ જગ્યાએ હરવા-ફરવાનું પ્લાનિંગ કરશો.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ રહેવાનો છે. કામના સ્થળે કંઈક નવું કરી દેખાડવાનો તમારો જુસ્સો આજે તમારા કામમાં આવશે. વિદ્યાર્થીઓ આજે પોતાના જ્ઞાનમાં વધારો કરવાની એક પણ તક જતી નહીં કરે. પ્રેમજીવન જીવી રહેલાં લોકો આજે પોતાના સાથીને ખુશ કરવાના તમામ શક્ય પ્રયાસો કરશે. નોકરી કરી રહેલાં લોકોએ આજે વિના કારણ બોસ કે ઉપરી અધિકારી સાથે વિવાદમાંથી પડવાથી બચવાનો રહેશે. સાસરિયાઓમાંથી કોઈ પણ વ્યક્તિ સાથે આજે તમારે મહત્વની માહિતી ના શેર કરવી જોઈએ.

મિથુન રાશિના પ્રગતિના માર્ગમાં આવી રહેલાં અવરોધો આજે દૂર થઈ રહ્યા છે. પૈસા સંબંધિત કોઈ સમસ્યા સતાવી રહી હતી તો આજે એનો પણ ઉકેલ આવી રહ્યો છે. બિઝનેસમાં તમે આજે કોઈ ફેરફાર કરશો તો તેનાથી તમને ફાયદો થશે. નોકરી કરી રહેલાં લોકોએ સહકર્મચારી સાથે વાત કરીને જ કોઈ પણ કામમાં આગળ વધવું જોઈએ. આજે તમે ઘરની સજાવટ પાછળ સારી એવી રકમ ખર્ચ કરશો. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારા કોઈ કામ પૂરા થશે. જીવનસાથી સાથે કોઈ મતભેદ ચાલી રહ્યો હશે તો તેનો પણ ઉકેલ આવશે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ફળદાયી રહેવાનો છે. આજે ધાર્મિક કાર્યમાં તમારો રસ વધી રહ્યો છે. આજે જે પણ કામમાં હાથ નાખશો એમાં તમને સફળતા મળશે. બિઝનેસ કરી રહેલાં લોકોને આજે પાર્ટનરશિપ ખૂબ જ સમજી વિચારીને કરવી પડશે. પરિવાર સાથે કોઈ જગ્યા હરવા ફરવા જવાનું પ્લાનિંગ કરશો. જીવનસાથી સાથે આજે નાની મોટી ચકમક થઈ શકે છે. સંતાનને કોઈ જવાબદારી સોંપી હશે તો આજે તે એ જવાબદારી સારી રીતે પૂરી કરશે. માતા-પિતાની સેવા માટે આજે તમારે સમય કાઢવો પડશે.

સિંહ રાશિના જાતકોએ આજે બુદ્ધિ અને વિવેકથી નિર્ણય લેવા પડશે. આજે કોઈ પણ જોખમી કામમાં હાથ નાખવાની તમારે બચવું પડશે. સંતાન આજે તમારી કોઈ વાતને કારણે નારાજ થશે અને તમારે એને સમજાવવાના પૂરતા પ્રયાસો કરવા પડશે. કામના સ્થળે આજે તમારી જવાબદારીઓમાં વૃદ્ધિ થઈ રહી છે. આજે કોઈ કામમાં આવી રહેલાં અવરોધો તમારા માટે તણાવ ઊભો કરશે. સ્વાસ્થ્યનું તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે તમારી મુલાકાત થઈ શકે છે.

કન્યા રાશિના જાતકોના જીવનમાં આજે સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ લઈને આવી રહ્યો છે. પરિવાર સાથે બેસીને આજે તમે કેટલીક મહત્ત્વની ચર્ચાઓ કરશો. આજે સંતાન તરફથી સારા સમાચાર સાંભળવા મળી શકે છે. જૂના મિત્ર સાથે મુલાકાત થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. આર્થિક સ્થિતી પહેલાં કરતાં વધારે મજબૂત થઈ રહી છે, પણ તેમ છતાં તમારે તમારા ખર્ચા પર નિયંત્રણ રાખવું પડશે. જીવનસાથી આજે તમારી પાસે કોઈ વસ્તુ માગી શકે છે અને તમે એ માગણી ચોક્કસ પૂરી કરશો.

આ રાશિના જાતકો માટે આજે દિવસ ખુશનુમા રહેશે. આજે તમે કોઈ મોટો અને મહત્ત્વનો નિર્ણય લેશો, અને એને કારણે તમારું મન પ્રસન્ન રહેશે. પ્રેમ સંબંધોમાં આજે તમને કોઈ ખુશીના સમાચાર સાંભળવા મળી શકે છે. કુંવારા લોકો માટે આજે સારા સારા પ્રસ્તાવો આવી શકે છે. નોકરી કરી રહેલાં લોકોએ આજે ખાસ સતર્ક રહેવાની જરૂર છે. કોઈ પારિવારિક બાબતોની ચર્ચા વિચારણા આજે થઈ શકે છે અને તમારે ચર્ચામાં ભાગ લેવો જોઈએ. ભાઈ-બહેન સાથેના સંબંધોમાં મજબૂતી જોવા મળશે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ મોજ-મસ્તીમાં સમય પસાર કરવાનો રહેશે. બિઝનેસ કરી રહેલાં લોકોને આજે લાભ થવાની શક્યતા છે. પાર્ટનરશિપમાં કામ કરવા ઈચ્છુક લોકોને આજે સારી ઓફર આવી શકે છે. વિદ્યાર્થીઓનું ધ્યાન આજે અભ્યાસમાંથી ભટકી શકે છે. જીવનસાથી સાથે મળીને આજે તમે સંતાનના કરિયરને લઈને મહત્ત્વના નિર્ણય લેશો. જૂના મિત્રો સાથે મળીને તમે આજે સંસ્મરણો વાગોળશો. માતા સાથે આજે કોઈ મુદ્દે બોલાચાલી થશે અને તમને તેમની વાત ખરાબ લાગશે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ ફળદાયી રહેવાનો છે. આજે અધ્યાત્મ અને ધર્મને લઈને તમારી રૂચિ વધી રહી છે. વિદેશથી વેપાર કરી રહેલાં લોકોને આજે કોઈ મોટી ડીલ કે ઓર્ડર મળી શકે છે. આજે તમે તમારી આસપાસના વિરોધીઓને પરાસ્ત કરશો. ઘર માટે આજે તમે કોઈ ખરીદી વગેરે કરી શકો છો. આજે તમારે કોઈને કહેલી કે સાંભળેલી વાત પર વિશ્વાસ ના કરવો જોઈએ. હરવા ફરવા દરમિયાન તમને કોઈ મહત્ત્વની માહિતી મળશે, પણ તમારે લોકો સાથે શેર ના કરવી જોઈએ.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ઠીક-ઠાક રહેવાનો છે. આજે પ્રોપર્ટી સંબંધિત બાબતનો નિર્ણય તમારી તરફેણમાં આવી શકે છે. પરિવારમાં એકતા જળવાઈ રહેશે, જેને કારણે કોઈ પણ મુસીબતનો સરળતાથી સામનો કરી શકશો. આજે ઘરે કોઈ માંગલિક કે ધાર્મિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. નોકરી શોધી રહેલાં લોકોને આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. કોઈ જગ્યાએ અટવાઈ ગયા હશે એ પૈસા પણ પાછા મળશે. મિત્રો માટે આજે તમારે થોડી ભાગદોડ કરવી પડી શકે છે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ધન-ધાન્યમાં વૃદ્ધિ લઈને આવશે. બિઝનેસ કરી રહેલાં લોકોને આજે મનચાહ્યો લાભ થઈ રહ્યો છે. આજે તમારે તમારા કિંમતી સામાનની રક્ષા જાતે કરવી પડશે. પિતાજી સાથે કોઈ મુદ્દે બોલાચાલી થશે, પણ તમારે તમારી લાગણી પર સંયમ રાખવો પડશે. નવું વાહન ખરીદવાનું સપનું પણ આ સમયે સાકાર થઈ રહ્યું છે. આજે તમારું પ્રિયપાત્ર તમારા માટે કોઈ ગિફ્ટ વગેરે ખરીદી શકે છે. પાર્ટનરશિપમાં ખૂબ જ સમજી વિચારીને આગળ વધો.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ જોખમી કામ કરવાથી બચવાનો રહેશે. કામના સ્થળે આજે તમારા વિરોધીઓ કે શત્રુ ષડયંત્ર રચી શકે છે, એટલે તમારે સતર્ક રહેવું પડશે. જીવનસાથીને આજે હાર્ટ સંબંધિત કોઈ સમસ્યા સતાવે તો તેમાં બિલકુલ લાપરવાહી ના દેખાડો. ગૃહસ્થજીવનમાં આવી રહેલી સમસ્યાઓમાંથી પણ મુક્તિ મળી રહી છે. પ્રોપર્ટી સંબંધિત કોઈ પણ નિર્ણય આજે પરિવારની સહમતિથી લેવો પડશે. માતા તરફથી આજે તમને આર્થિક લાભ થઈ રહ્યો છે.

આપણ વાંચો: નવેમ્બર મહિનાના અંતમાં થશે આ રાશિના જાતકોને અપરંપાર લાભ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button