આજનું રાશિફળ (23-07-25): સિંહ, કન્યા અને મીન રાશિના જાતકો માટે આજે દિવસ હશે Gooodddyyy Gooodddyyy….

આજનું રાશિફળ (23-07-25): સિંહ, કન્યા અને મીન રાશિના જાતકો માટે આજે દિવસ હશે Gooodddyyy Gooodddyyy….

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદમય રહેવાનો છે. આજે તમે કોઈ ઉધાર પૈસા આપ્યા હશે તો એ પાછા મળી શકે છે. જો તમે પાર્ટનરશિપમાં કોઈ કામ કરવાનું વિચારી રહ્યા છો તો આજે સાવધ રહો, તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. આજે તમે દિલથી લોકોનું સારું વિચારશો, પણ લોકો એને તમારો સ્વાર્થ સમજી શકે છે. જે પણ કામમાં હાથ નાખો તો પહેલાં નિષ્ણાતની સલાહ લો, પછી એમાં આગળ વધો. પારિવારિક જવાબદારીઓ પર ખરા ઉતરશો. તમે આપેલી સલાહ પર પરિવારના સદસ્યો અમલ કરશે.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયી રહેશે. આજે તમારે તમારા ખર્ચાઓ પર નિયંત્રણ લાવવું પડશે. આજે તમે તમારા ભવિષ્ય માટે કેટલાક પૈસા રોકી શકો છો. પરિવારના સભ્યો સાથે આજે થોડી ખટપટ થવાની શક્યતા છે. જો આજે તમારાથી કોઈ ભૂલ થાય તો તરત જ માફી માંગી લો. સરકારી કામકાજમાં આજે બિલકુલ લાપરવાહી ના કરો, નહીં તો નુકસાન થઈ શકે છે. આજે તમને તમારા અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. કામના સ્થળે આજે તમારા કામની નોંધ લેવાશે.

આ રાશિના જાતકોએ આજે કોઈની કહેલી સાંભળેલી વાત પર ભરોસો ના કરવો જોઈએ. સાસરિયામાં કોઈ સાથેના સંબંધોમાં જો ખટાશ આવી હશે તો એનો ઉકેલ આવશે. આજે તમેન રોમેન્ટિક મૂડમાં સમય પસાર કરશો. પ્રેમી સાથે કોઈ જગ્યાએ ફરવા જઈ શકો છો. માતા-પિતાની સેવા માટે સમય કાઢશો. કળા અને કુશળતામાં સુધારો આવશે. આજે તમને તમારા કામ માટે કોઈ પુરસ્કાર વગેરે આવી શકે છે. સમજ્યા વિચાર્યા વિના આજે કોઈ પણ કામ માટે હા ના પડો.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ મૂંઝવણથી ભરપૂર રહેવાનો છે. આજે તમે દેખાદેખીમાં સારો એવો પૈસા ખર્ચ કરશો. નવું દુકાન કે પ્રોપર્ટી ખરીદવા માટે અનુકૂળ સમય છે. પરિવારમાં કોઈ સભ્યના કરિયર માટે આજે કોઈ મહત્ત્વનો નિર્ણય લેવો પડશે. જીવનસાથી સાથે મળીને આજે તમે કોઈ મોટું રોકાણ કરી શકો છો. આજે તમે પોતાના કામમાં ફેરફાર કરવાની યોજના બનાવશો, જે ભવિષ્ય માટે સારું રહેશે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેવાનો છે. બિઝનેસની ગતિવિધિઓ આજે તમારી ચિંતામાં વધારો કરશે. આજે તમારી જવાબદારીઓમાં વધારો થશે. પોતાના કામ માટે આજે તમારે કોઈ પર પણ ડિપેન્ડન્ટ ના રહેવું જોઈએ. કોઈ પણ નવા કામમાં ખૂબ જ સમજી વિચારીને આગળ વધો. રાજકારણમાં કામ કરી રહેલાં લોકોની છબિ આજે વિરોધીઓ ખરાબ કરવાનો પ્રયાસ કરશે. કોઈ પણ વાદવિવાદમાં ના પડો આજે.

કન્યા રાશિના બિઝનેસ કરી રહેલાં લોકો માટે આજનો દિવસ ઠીકઠાક રહેવાનો છે. કામના સ્થળે ઉચ્ચ અધિકારીઓનો સાથ-સહકાર મળશે. કોઈ સરકારી કામ લાંબા સમયથી આજે અટકી પડ્યું હશે તો તે પણ પૂરું થશે, પણ તમારે એના માટે મહેનત કરવી પડશે. અહીંયા ત્યાંના કામમાં ધ્યાન ના આપો. માતા સાથે આજે કોઈ મુદ્દે બોલાચાલી થઈ શકે છે. આજે તમારે તમારા સ્વાસ્થ્ય પર પણ ખૂબ જ ધ્યાન આપવું પડશે. કોઈ સાથે કોઈ પણ સમજી વિચારીને વાત કરો.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજે તમારે બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને કોઈ પણ નિર્ણય લેશો એમાં મને સફળતા મળશે. આજે તમને તમારી જૂની યોજનાઓમાંથી રાહત મળી શકે છે. શેરબજાર સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. જીવનસાથીને નોકરી મળતાં તમારી ખુશીનો પાર નહીં રહે. આજે કોઈ વિરોધીઓની વાતમાં આવવાનું ટાળો. નોકરીમાં પણ તમે સારું પ્રદર્શન કરશો. મન પ્રમાણે કામ મળશે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રગતિના માર્ગ પર આગળ વધવાનો રહેશે. પ્રેમ અને સહયોગની ભાવના આજે તમારા મનમાં જોવા મળશે. પરિવારમાં કોઈ શુભ કે માંગલિક કાર્યનું આયોજન થશે. આજે કોઈ નજીકની વ્યક્તિ સાથે ખૂબ જ સમજી વિચારીને વાત કરો. વિદ્યાર્થીઓ કોઈ વિષય બદલવા માંગતા હશો તો તેમના માટે આ સમય સારો રહેશે. મિત્રો સાથે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ શકે છે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ માન-સન્માનમાં વૃદ્ધિ લઈને આવશે. કામના સ્થળે ટીમવર્કથી આજે કોઈ પણ કામ સરળતાથી પૂરા કરી શકશો. પારિવારિક જવાબદારીઓ પર પૂરું ધ્યાન આપો. આજે તમારી વાણીની મિઠાશ તમારા માન-સન્માન અપાવશે. આજે કોઈ જૂની ભૂલ પરથી પડદો ઉઠી શકે છે. જીવનસાથીની સલાહ પર ચાલવું તમારા માટે સારું રહેશે. કોઈ પર આજે વિના કારણ ગુસ્સો ના કરવો. હરવા ફરવા દરમિયાન આજે તમને કોઈ મહત્ત્વની માહિતી મળશે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક પરિણામ લઈને આવશે. આજે તમારે કોઈ પણ પણ નિર્ણય ઉતાવળમાં લેવાથી બચો. પૈસા સંબંધિત જો કોઈ સમસ્યા સતાવી રહી હશે તો તેમાંથી બહાર આવી શકશો. ભાઈ-બહેન સાથેના સંબંધો સુધરી રહ્યા છે. નોકરીથી પરેશાન લોકોને આજે કોઈ સારા સમાચાર મળશે. ધન-ધાન્યમાં વૃદ્ધિ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. સંતાન તરફથી આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ મોજ-મસ્તીથી ભરપૂર રહેશે. આજે તમે ટેક્નિકલ કામોમાં આગળ વધશો. વિદ્યાર્થીઓ આજે પોતાના જ્ઞાનમાં વધારો કરવાનો મોકો નહીં છોડે. પરિવારમાં આજે તમે કોઈ વ્યક્તિને સલાહ આપશો તો તેના પર અમલ કરશે. આજે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ માટે તમે આગળ આવશો. કામના સ્થળે આજે તમારે તમારી આંખ અને કાન ખુલ્લા રાખવા પડશે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. આજે તમે બિઝનેસ સંબંધિત નિર્ણય આવેશમાં આવીને ના લો. આજે તમે તમારા પાર્ટનર પર વોચ રાખશો. સુખ-સમૃદ્ધિના સાધનોમાં વધારો થશે. આજે તમે સાસરિયામાંથી કોઈ પાસેથી પૈસા ઉધાર માગશો તો એ સરળતાથી મળશે. સરકારી યોજનાઓનો તમને આજે પૂરેપૂરો લાભ મળશે. નવી નોકરી વગેરે મળી શકે છે. કામના સ્થળે આજે વાદ-વિવાદની સ્થિતિ ઉત્પન્ન થશે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button