આજનું રાશિફળ (22-11-25): શનિવારનો દિવસ આ રાશિના જાતકો માટે લઈને આવશે ખુશખબરી, જોઈ લો તમારી રાશિ પણ છે ને?


મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા વિચારોનો લાભ ઉઠાવવાનો રહેશે. આજે લોકો તમારા વિચારોનો સ્વાગત કરશે. કોઈ સ્પર્ધાની તૈયારી કરી રહેલાં વિદ્યાર્થીઓને આજે તેમના પ્રયાસોમાં સફળતા મળશે. આજે તમે સંતાનની સાથે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો. નોકરી કરી રહેલાં લોકોએ આજે સહકર્મચારીઓ સાથે મિત્ર જેવો વ્યવહાર કરવો પડશે. વાણીની સૌમ્યતા આજે તમને માન-સન્માન બંને મળશે. કામના સ્થળે આજે તમારા પર કોઈ ખોટો આળ વગેરે લાગી શકે છે. તમારે તમારી વાત આજે લોકો સાથે ચોક્કસ મૂકવી પડશે. જીવનસાથી સાથે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રમાણમાં સારો રહેશે. આજે તમે તમારા પરનું જૂનું દેવું સરળતાથી ઉતારી શકશો. પરિવારનો કોઈ સદસ્ય આજે નોકરી માટે દૂર વગેરે જઈ શકે છે. આજે એક સાથે અનેક કામ હાથ પર આવતાં તમારી વ્યસ્તતા વધી શકે છે. આજે તમારે સમજી વિચારીને પગલાં લેવા પડશે. કુંવારા લોકો માટે આ સમયે સારા સારા સંબંધો આવી શકે છે. ઘરે કોઈ માંગલિક કે શુભ કાર્યક્રમનું આયોજન થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. સંતાન આજે તમારી પાસે કોઈ વસ્તુની માંગણી કરી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ જવાબદારીઓ સાથે કામ કરવાનો રહેશે. આજે તમારે તમારા કામમાં બિલકુલ લાપરવાહી ના દેખાડવી જોઈએ. નવા રોકાણથી આજે તમને લાભ થઈ રહ્યો છે. પરિવારમાં કોઈ સદસ્યના સ્વાસ્થ્યને કારણે થોડી ભાગદોડ કરવી પડી શકે છે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે તમારી મુલાકાત થઈ શકે છે. આજે તમે કોઈને પૈસા ઉધાર આપ્યા હશે તો તે પાછા મળી શરે છે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારું અટકી પડેલું કામ પૂરું થશે. કોઈને કોઈ પણ વચન આપતાં પહેલાં તમારે ખૂબ જ સાવધાની રાખવી પડશે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રગતિના માર્ગ પર આગળ વધવાનો રહેશે. આજે તમે તમારા કામમાં બિલકુલ ગલ્લા તલ્લા કરવાની જરૂર નથી. ડિઝાઈનિંગ અને માર્કેટિંગ સાથે સંકળાયેલા લોકોને આજે તેમની મહેનતનું પૂરેપૂરું ફળ મળી રહ્યું છે. પારિવારિક જીવનમાં જો કોઈ સમસ્યા સતાવી રહી હશે તો આજે એનો પણ ઉકેલ આવી રહ્યો છે. આજે તમારી કોઈ જૂની ભૂલ સામે આવતા તમારે માફી માંગવી પડી શકે છે. જીવનસાથી સાથે આજે તમે ક્વોલિટી ટાઈમ સ્પેન્ટ કરશો. સંતાન આજે તમારી પાસે કોઈ વસ્તુ માંગી શકે છે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ફળદાયી રહેવાનો છે. આજે કોઈ નવું કામ શરૂ કરવા માટે દિવસ એકદમ અનુકૂળ રહેશે. પ્રોપર્ટી સંબંધિત વિવાદમાં આજે ચૂકાદો તમારી તરફેણમાં આવી શકે છે. પરિવારના સદસ્યને સલાહ આપતી વખતે આજે તમારે ખૂબ જ સાવધાની રાખવી પડી શકે છે. ધન-ધાન્યમાં વૃદ્ધિ થશે. આજે દૂર રહેતાં કોઈ સંબંધી પાસેથી નિરાશાજનક માહિતી સાંભળવા મળી શકે છે. ઘરના રિનોવેશન વગેરે પર પણ સારી એવી રકમ ખર્ચ કરી શકો છો. લાંબા સમય બાદ કોઈ મિત્ર સાથે મુલાકાત થશે, અને તમે જૂની યાદોનો વાગોળશો.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ઠીક-ઠાક રહેશે. કામના સ્થળે આજે તમને સહકર્મચારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા આજે તમને પરેશાન કરી શકે છે. વાહન ખૂબ જ સાવધાનીપૂર્વક ચલાવવાનું રાખો. પરિવાર સાથે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં હિસ્સો લેશો. આજે સંતાનની સોબત પર ખાસ ધ્યાન આપો. બિઝનેસ કરી રહેલાં લોકોને આજે લાભ થઈ રહ્યો છે. ઘર કે પ્રોપર્ટી ખરીદવાનું સપનું સાકાર થઈ રહ્યું છે. વાહન ચલાવતી વખતે આજે ખાસ સાવધાની રાખો, નહીં તો અકસ્માત થવાની શક્યતા છે.

તુલા રાશિના જાતકોને આજે એક પછી એક સારા સમાચાર સાંભળવા મળી રહ્યા છે. પિતાજી આજે વિભાજનને લઈને વાતચીત કરશે. નોકરી કરી રહેલાં લોકોને આજે કામના સ્થળે સહકર્મચારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. જીવનસાથી માટે આજે કોઈ સરપ્રાઈઝ પ્લાન કરી શકો છો. સંતાનના કરિયરને લઈને આજે કોઈ મહત્વનો નિર્ણય લઈ શકો છો. પરિવારના કોઈ સદસ્યને આજે પ્રમોશન વગેરે મળતાં સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન થઈ શકે છે. આજે તમારે તમારા કોઈ મિત્ર માટે પૈસાની થોડી વ્યવસ્થા કરવી પડી શકે છે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ ધાર્યા કામ પૂરા ન થતાં મન થોડું પરેશાન રહેશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા આજે તમારા માટે મુશ્કેલીનું કારણ બનશે. પ્રગતિના માર્ગ પર આગળ વધી રહેલાં લોકોએ આજે પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, તો જ પરિણામો મળશે. પિતાજીએ આપેલી સલાહ પર તમારે અનુકરણ કરવું પડશે, નહીં તો મુસીબતમાં ફસાઈ શકો છો. કામની વ્યસ્તતા વચ્ચે આજે તમે માતા-પિતાની સેવા માટે સમય કાઢવો પડશે. મોસાળ તરફથી આજે તમને આર્થિક લાભ થઈ રહ્યો છે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ વાણી અને વર્તન બંનેમાં મધુરતા જાળવી રાખવાનો રહેશે. સમાજસેવા સાથે સંકળાયેલા લોકોને આજે કોઈ નવી ઓળખ મળશે, નોકરી કરી રહેલાં લોકોને પગાર વધારો કે પ્રમોશન વગેરે મળી શકે છે. સંતાનના કરિયરને લઈને કોઈ ચિંતા સતાવી શકે છે. આજે તમે તમારા સંતાનને કોઈ નવા કોર્સમાં એડમિશન અપાવશો. બિઝનેસ કરી રહેલાં લોકોએ આજે પાર્ટનરશિપ કરતાં પહેલાં ખૂબ જ સમજી વિચારીને આગળ વધી રહ્યો છે. પાર્ટનરશિપમાં આજે તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સમસ્યાઓથી ભરપૂર રહી શકે છે. આજે તમારા સ્વાસ્થ્યમાં થોડો ચઢાવ ઉતાર જોવા મળી શકે છે. આજે તમારી આવકમાં વધારો થશે, પણ એની સાથે સાથે જાવકમાં પણ વધારો થશે. આજે પારિવારિક જવાબદારીઓમાં બિલકુલ ઢીલ ના આપશો. પ્રેમજીવન સુખદ રહેશે. આજે જીવનસાથીનો દરેક કમમાં સાથ-સહકાર મળી રહ્યો છે. સંતાનને કોઈ જવાબદારી સોંપી હશે તો તે તેને ખૂબ જ સારી રીતે નિભાવશે. ભાઈ-બહેન સાથેના સંબંધો મજબૂત થઈ રહ્યા છે.

કુંભ રાશિના બિઝનેસ કરી રહેલાં જાતકોની યોજનાઓ આ સમયે સફળ થઈ રહી છે. કોઈ પારિવારિક સમસ્યા સતાવી રહી હશે તો તેમાં વડીલોનું માર્ગદર્શન તમારા માટે હિતાવહ રહેશે. આજે તમારે તમારી વાણી અને વર્તન બંનેમાં મધુરતા જાળવી રાખવી પડશે. નવા નવા કામમાં તમારો રસ વધી રહ્યો છે. રાજકારણ સાથે સંકળાયેલા લોકો આજે એક પછી એક નવા કામ હાથમાં લેશે. આજે તમારે તમારા વિરોધીઓથી ખાસ સાવધ રહેવું પડશે. બિઝનેસ કરી રહેલાં લોકોની આજે કોઈ મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી આપવાનો રહેશે. જીવનસાથીના કરિયરને લઈને આજે થોડી ચિંતા સતાવી શકે છે. વિદ્યાર્થીઓએ આજે અભ્યાસને લઈને થોડી પણ ઢીલ ના આપવી જોઈએ. આજે મિત્ર તમારી પાસે પૈસા ઉધાર માંગી શકે છે અને તમારે ખૂબ જ સમજી વિચારીને માગણી કરે છે. કોઈ કામ અધૂરું રહેશે. નોકરી કરી રહેલાં લોકોને આજે સારા સમાચાર સાંભળવા મળી શકે છે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારું અટકી પડેલું કામ પૂરું થશે. નાણાંકીય સ્થિતિ પણ પહેલાં કરતાં વધારે મજબૂત થઈ રહી છે.


