રાશિફળ

આજનું રાશિફળ (20-06-25): પાંચ રાશિના જાતકોને આજે મળશે ભાગ્યનો પૂરેપૂરો સાથ, જોઈ લો શું છે બાકીની રાશિના હાલ?

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ વાણી અને વર્તન બંને પર સંયમ જાણવી રાખવાનો રહેશે. બિઝનેસ કરી રહેલાં લોકોને આજે મનમાન્યો લાભ થશે, જેને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે. નોકરીમાં ફેરફાર કરવાનું વિચારી રહ્યા છો તો થોડાક સમય માટે રોકાઈ જાવ. આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેશે. આજે તમારું કોઈ છુપાયેલું રહસ્ય ઉજાગર થશે, જેને કારણે જીવનસાથી તમારાથી નારાજ થઈ શકે છે.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રોપર્ટીનો સોદો કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. કોઈ પણ અજાણ્યા લોકો સાથે આજે લેવડદેવડ ના કરશો. પિતા કોઈ કામને લઈને સલાહ આપે તો તેના પર અમલ કરો. તમારા માટે સારું રહેશે. કામના સ્થળે તમને ભાગદોડ કરવી પડી શકે છે. આજે જીવનસાથી સાથે ભવિષ્યને લઈને ચર્ચા કરશો. કોઈ કામ પૂરું થવામાં જો સમસ્યા આવી રહી હતી તો આજે એ પણ દૂર થશે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજે સરકારી નોકરી કરી રહેલાં લોકોને પ્રમોશન મળતાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડી શકે છે. સંતાનના કરિયરને લઈને ચિંતા સતાવી રહી હશે તો તેના તમે તેના શિક્ષકો સાથે વાત કરશો. જરૂરિયાતમંદ લોકોની મદદ માટે આજે આગળ આવશો. આજે એક સાથે અનેક કામ સાથે હાથમાં આવતા તમે થોડા વ્યસ્ત રહેશો.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ મનચાહ્યો લાભ થશે. બિઝનેસની કોઈ ડીલ લાંબા સમયથી અટકી પડી હશે તો તે ફાઈનલ થશે, જેને કારણે તમને ખુશી થશે. સંતાનને આજે કોઈ નવી નોકરી મળશે. આજે કોઈને પણ ઉધાર ના આપો. પરિવારમાં કોઈ નવા સભ્યનું આગમન થશે. આજે તમારે તમારા કામને લઈને યોજના બનાવીને આગળ વધવું પડશે. સરકારી યોજનામાં પૈસા લગાવશો તો તમારા માટે સારું રહેશે. કોઈ જૂની ભૂલમાંથી બોધપાઠ લેવો પડશે.

સિંહ રાશિના જાતકોની આજે કોઈ ઈચ્છા પૂરી થશે. કોઈ પ્રોપર્ટી કે વાહન ખરીદી શકો છો, જે તમારા માટે સારું રહેશે. સમાજસેવા સાથે સંકળાયેલા લોકોની આજે પોતાના સાથીઓ સાથે ખૂબ જ જામશે. આજે તમારે તમારી આસપાસમાં ચાલી રહેલાં કોઈ પણ વિવાદમાં પડવાથી બચવાનો રહેશે. વાહનનો પ્રયોગ ખૂબ જ સમજી વિચારીને કરો. આજે લાંબા સમયથી અટકી પડેલું કોઈ કામ પૂરું થશે. સહકર્મચારીઓ પાસેથી કામને લઈને સલાહ લઈ શકો છો.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડો નબળો રહેશે. કામના સ્થળે ઉતાવળમાં આવીને કોઈ પણ નિર્ણય ના લેવો જોઈએ. આજે વિપરીત પરિસ્થિતિમાં પણ તમારે ધીરજ રાખવી પડશે. બોસ સાથેના સંબંધોમાં સુધારો લાવવો પડશે. જો તેઓ કોઈ જવાબદારી સોંપે તો તેમાં બિલકુલ લાપરવાહી ના દેખાડો. વિદેશથી વેપાર કરી રહેલાં લોકોને આજે લાભ થશે. સહકર્મચારીઓ સાથે કામને લઈને સલાહ લેશો.

આજનો દિવસ આ રાશિના જાતકો માટે ઉત્સાહથી ભરપૂર રહેશે. આજે તમારી અંદર પ્રેમ અને સહકારની ભાવના જોવા મળી શકે છે. આજે ધાર્મિક કાર્યમાં તમે ખૂબ જ ઉત્સાહથી ભાગ લેશો. જીવનસાથી સાથે રોમેન્ટિક સમય પસાર કરશો. પરિવારના કોઈ પણ સભ્ય સાથે ખૂબ જ સમજી વિચારીને વાત કરો. લાપરવાહીને કારણે આજે તમારી મુશ્કેલીઓ વધી શકે છે. પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહેલાં લોકો માટે પણ સમય અનુકૂળ રહેશે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત ફળદાયી રહેશે. લેવડદેવડ સંબંધિત બાબતોમાં આજે તમારે થોડું ધ્યાન આપવું પડશે. લાંબા સમય બાદ કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે અને એને કારણે તમે ખુશ થશો. પરિવારમાં કોઈ સભ્યને આજે પુરસ્કાર મળશે. ભાઈ-બહેન સાથે આજે તમે પારિવારિક બિઝનેસને લઈને ચર્ચા કરશો. સહકર્મચારીઓ સાથે મનની વાત કરશો. લાંબા સમયથી અટકી પડેલું કામ પૂરું થશે.

આજનો દિવસ ધન રાશિના જાતકો માટે સામાન્ય રહેશે. આજે તમે કામને લઈને થોડી ટેન્શન લેશો. તમારા ખર્ચ વધતાં આજે તમે ચિંતામાં રહેશો. આજે કેટલાક ખાસ લોકોને મળવાનો મોકો મળશે. આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ સારો રહેશે. તમે વધારે ખર્ચ કરશો. આજે તમારા પર કામનું દબાણ વધશે. ઘર માટે કોઈ નવા ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ લઈને આવશો. નોકરી શોધી રહેલાં લોકોને આજે ખુશખબરી સાંભળવા મળી શકે છે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યસ્યતતાથી ભરપૂર રહેશે. બિઝનેસ કરી રહેલાં લોકો માટે આજનો દિવસ થોડો ચિંતાજનક રહશે. આજે તમે મનપસંદ ભોજનનો આનંદ ઉઠાવશો. ખાસ લોકોને મળશો. સાસરિયામાંથી આજે કોઈ મળવા માટે આવી શકે છે. હરવા ફરવા દરમિયાન આજે કોઈ મહત્વની માહિતી મળી શકે છે. પરિવારના કોઈ સભ્યની વાત ખરાબ લાગી શકે છે. જૂના મિત્રને લાંબા સમય બાદ મળીને સારું લાગશે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ લઈને આવશે. મિત્રો સાથે પાર્ટી વગેરે માટે જશો. કામને લઈને યોજના બનાવીને આગળ વધશો તો તમારા માટે સારું રહેશે. ભાઈ-બહેનનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે. વિદ્યાર્થીઓએ આજે અભ્યાસમાં ધ્યાન લગાવવું પડશે. માતા આજે તમારી પાસે કોઈ વસ્તુની માગણી કરી શકે છે અને તમારે એ માગણી પૂરી કરવી પડી શકે છે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સુખદ રહેશે. કામના સ્થળે આજે કંઈક નવું શીખવા મળશે. રાજકારણમાં હાથ અજમાવવાનું વિચારશો. પરિવારના સભ્યોને કોઈ જગ્યાએ ફરવા લઈ જઈ જઈ શકો છો. પ્રોપર્ટી સંબંધિત કોઈ મામલો અટકી પડ્યો હશે તો આજે એનો પણ ઉકેલ આવી શકે છે. આજે તમારે આળસ દૂર કરીને કામ કરવાનો પ્રયાસ કરવો પડશે. સરકારી નોકરીની તૈયારી કરી રહેલાં લોકોને આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.

આ પણ વાંચો: જુલાઈ મહિનામાં મહત્ત્વના ગ્રહો બદલશે ચાલ, આ રાશિના જાતકો થશે માલામાલ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button