રાશિફળ

આજનું રાશિફળ (18-12-25): ગુરુવારનો દિવસ આજે મેષથી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે, જાણી લો એક ક્લિક પર?

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યની દ્રષ્ટિએ ખૂબ જ સારો રહેવાનો છે. લાંબા સમયથી અટકી પડેલાં કાર્યો પૂર્ણ થવાની સંભાવના છે. ધાર્મિક યાત્રાનું આયોજન થઈ શકે છે. નોકરીમાં પ્રગતિના સમાચાર મળી શકે છે. વેપારીઓ માટે મોટો સોદો થવાની શક્યતા છે. જીવનસાથી સાથે મધુરતા રહેશે. અવિવાહિતો માટે વિવાહના પ્રસ્તાવ આવી શકે છે. માનસિક શાંતિ જળવાશે, પણ શારીરિક થાક અનુભવશો. આજે તમે મનોરંજનના કાર્યક્રમમાં ભાગ લેશો. કોઈ ખાસ વ્યક્તિ સાથે આજે તમારી મુલાકાત થશે.

વૃષભ રાશિના જાતકોએ આજે વાણી પર સંયમ રાખવો જરૂરી છે. બિનજરૂરી વિવાદોથી દૂર રહેવું. નાણાકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી. ઓફિસમાં રાજકારણથી બચવું. મહેનત મુજબ ફળ મળશે, ધીરજ રાખવી. પ્રિયજન સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. મૌન ધારણ કરવું હિતમાં રહેશે. આહારમાં કાળજી રાખવી, પેટની તકલીફ થઈ શકે છે. આજે કામના બોજને કારણે તમે થોડા વધારે થાક અનુભવશો. જીવનસાથી તમારી પાસે કોઈ વસ્તુ માંગી શકે છે અને તમે એમની એ માગણી પૂરી કરવાનો પૂરો પ્રયાસ કરશો પડશે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ હસી-ખુશીથી ભરપૂર રહેશે. આજે તમને એક પછી એક સારા સમાચાર સાંભળવા મળી શકે છે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. નવા મિત્રો બનશે. વિદેશ જવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર મળી શકે છે. ભાગીદારીના ધંધામાં લાભ થશે. રચનાત્મક કાર્યોમાં રુચિ વધશે. વિવાહિત જીવનમાં નિકટતા આવશે. સાંજનો સમય આનંદમય રહેશે. ઉર્જાવાન અનુભવશો. વ્યાયામ માટે સમય ફાળવશો તો હેલ્ધી લાઈફસ્ટાઈલ વિતાવવાનું પસંદ કરશો.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ શત્રુઓથી ખાસ સાવધ રહેવાનો છે. આજે તમારે કોઈ પર પણ આંધળો વિશ્વાસ ના કરવો જોઈએ, નહીં તો તમારી મુશ્કેલીઓ વધી શકે છે. આજે તમારે શત્રુઓથી સાવધાન રહેવું પડશે. કોઈના પર અંધવિશ્વાસ ન મૂકવો. કાયદાકીય બાબતોમાં સફળતા મળી શકે છે. કાર્યક્ષેત્રમાં હરીફાઈ વધશે. ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી છે. પરિવારમાં શાંતિ જાળવવા પ્રયત્ન કરવો પડશે. બાળકોના પ્રશ્નો હલ થશે. શરદી કે તાવ જેવી નાની બીમારી થઈ શકે છે. ધનલાભ થઈ રહ્યો છે અને તમે એનો અમુક હિસ્સો દાન-પુણ્યના કામમાં વાપરશો.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયી રહેવાનો છે. આજે તમને સંતાન તરફથી ખુશી મળશે. બુદ્ધિ અને ચાતુર્યથી મુશ્કેલ પ્રશ્નો ઉકેલી શકશો. શેરબજારમાં લાભ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ. નોકરીમાં નવા અધિકારો મળી શકે છે. પ્રેમ સંબંધો મજબૂત બનશે. કોઈ ગિફ્ટ મળી શકે છે. હૃદય અને બ્લડપ્રેશરના દર્દીઓએ સાવચેત રહેવું પડશે. જીવનસાથી તમારા માટે કોઈ સરપ્રાઈઝ પ્લાન કરી શકો છો અને તેમને શોપિંગ વગેરે કરવા માટે લઈ જઈ શકો છે. ઘરે કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે.

કન્યા રાશિના જાતકો માટે જમીન-મકાન કે વાહન ખરીદીના યોગ છે. ઘરની સુખ-સુવિધાઓમાં વધારો થશે. માતાનો સહયોગ મળશે. કાર્યસ્થળે વાતાવરણ અનુકૂળ રહેશે. પ્રોપર્ટીના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને ફાયદો થશે. જીવનસાથી સાથે પ્રવાસનું આયોજન થઈ શકે છે. ઘરેલું વાતાવરણ સુખદ રહેશે. છાતીમાં દુખાવો કે શ્વાસની તકલીફ હોય તો ધ્યાન રાખવું. કામ માટે થઈને કોઈ ટૂંકી મુસાફરી પર જવાના યોગ બની રહ્યા છે. આકસ્મિક ધનલાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. ભાઈ-બહેન સાથેના સંબંધોમાં આજે મજબૂત આવી રહી છે.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ હિંમત અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. ભાઈ-બહેનોનો સાથ મળશે. ટૂંકો પ્રવાસ લાભદાયી રહેશે. મિત્ર માટે આજે તમારે થોડી ભાગદોડ કરવી પડી શકે છે. નોકરી કરી રહેલાં લોકોને આજે તેમના કામમાં જુનિયર લોકોનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. માર્કેટિંગ અને સેલ્સ સાથે જોડાયેલા લોકો માટે સારો દિવસ. નવી તકો પ્રાપ્ત થશે. નવા સંબંધોની શરૂઆત થઈ શકે છે. પાડોશીઓ સાથેના સંબંધો સુધરશે. કાન કે ગળા સંબંધિત સમસ્યા તકલીફ થઈ શકે છે. માતા-પિતાના આશિર્વાદથી કોઈ અટકી પડેલું કામ પૂરું થશે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ સારો રહેશે. આર્થિક રીતે સધ્ધર બનશો. અટકેલા નાણાં પાછા મળી શકે છે. વાણીથી લોકોને પ્રભાવિત કરશો. ધંધામાં નફાનું પ્રમાણ વધશે. બેંકિંગ ક્ષેત્રના લોકોને પ્રગતિ મળશે. પરિવારમાં માંગલિક પ્રસંગો આવી શકે છે. મધુર વાણીથી સંબંધો સુધરશે. આંખોનું ધ્યાન રાખવું. યોગથી તમને ફાયદો થઈ રહ્યો છે. આજે તમે જીવનસાથી માટે કોઈ સરપ્રાઈઝ પ્લાન કરશો. ઘર-પરિવારમાં હસી- ખુશીનો માહોલ જોવા મળશે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ ખુશ-ખુશહાલ રહેશે. આજે તમારી માનસિક પ્રસન્નતા જળવાઈ રહેશે. વ્યક્તિત્વમાં નિખાર આવશે. નવા આયોજનો સફળ થશે. બોસ તમારા કામથી ખુશ થશે. લાંબા ગાળાના રોકાણ માટે ઉત્તમ સમય. જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. મોજ-મસ્તીમાં સમય પસાર કરશો. સંતાન આજે તમારી પાસેથી કોઈ વસ્તુ માંગી શકે છે અને તમે એની એ માગણી ચોક્કસ પૂરી કરશો. કામની વ્યસ્તતા વચ્ચે પણ તમારે માતા-પિતાની સેવા માટે આજે સમય કાઢવો પડશે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ખર્ચાળ સાબિત થશે. ખર્ચમાં વધારો થતાં તમારી ચિંતામાં વધારો થઈ રહ્યો છે. આજે તમારે બિનજરૂરી દોડધામ રહેશે. મન થોડું અશાંત રહી શકે છે. વિદેશથી વેપાર કરતા લોકોને લાભ. કોર્ટ-કચેરીના કામમાં વિલંબ થઈ શકે. પાર્ટનરથી દૂર જવું પડી શકે છે (કામ અર્થે). ગેરસમજ દૂર કરવી. આંખોમાં બળતરા કે અનિદ્રાની સમસ્યા સતાવી શકે છે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે અને તમે હસી ખુશીમાં સમય પસાર કરશો.

કુંભ રાશિના જાતકો માટે માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સામાન્ય રહેશે. આજે તમને એક કરતાં વધારે સ્ત્રોતમાંથી આવક થવાની શક્યતા છે. કોઈ મહત્ત્વના કામમાં આજે તમને વડીલોના આશિર્વાદ પ્રાપ્ત થશે. તમારા માન-સન્માન અને પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે. સરકારી કામોમાં સફળતા મળશે. મિત્રો સાથે સાંજનો સમય વીતશે. પ્રેમિકા/પ્રેમી સાથે મુલાકાત યાદગાર રહેશે. તંદુરસ્તી સારી રહેશે. જો કોઈ જૂનો રોગ સતાવી રહ્યો છે તો આજે એમાંથી મુક્તિ મળી રહી છે. સંતાનની સંગત પર ખાસ ધ્યાન આપવું પડશે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કામમાં વ્યસ્ત રહેવાનો રહેશે. આજે તમને પિતા તરફથી આર્થિક લાભ થઈ રહ્યો છે. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે. રાજકીય ક્ષેત્રે સફળતા મળશે. નોકરીમાં બદલી કે બઢતીના યોગ છે. નવો બિઝનેસ શરૂ કરવા માટે શ્રેષ્ઠ દિવસ રહેશે. ઘરમાં માન-સન્માન વધશે. જીવનસાથીનો સહકાર દરેક કામમાં મળશે. ગોઠણ કે સાંધાના દુખાવાની સમસ્યા થઈ શકે છે. દૂર રહેતાં કોઈ સંબંધી પાસેથી આજે તમને સારા સમાચાર સાંભળવા મળી શકે છે. સરકારી કામમાં આજે ચૂકાદો તમારી તરફેણમાં આવશે.

આપણ વાંચો: 72 કલાક બાદ બની રહ્યો છે સમસપ્તક રાજયોગ, આ રાશિના જાતકોનું ઉઘડી જશે ભાગ્ય…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button