આજનું રાશિફળ (18-10-25): આજે ધનતેરસ પર અમુક રાશિના જાતકોને મળશે ભાગ્યનો સાથ, થશે ધનવર્ષા…
રાશિફળ

આજનું રાશિફળ (18-10-25): આજે ધનતેરસ પર અમુક રાશિના જાતકોને મળશે ભાગ્યનો સાથ, થશે ધનવર્ષા…

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ સારો રહેવાનો છે. આજે તમે વરિષ્ઠ લોકોનો વિશ્વાસ જિતવામાં પણ સફળ રહેશો. બિઝનેસ કરી રહેલાં લોકોને પોતાની યોજનામાં સફળતા મળતાં તમારી ખુશીનો પાર નહીં રહે. આજે તમારે યોગ અને કસરતને તમારે તમારા રોજબરોજના જીવનમાં સામેલ કરવા જોઈએ. ખર્ચ માટે તમે બજેટ બનાવીને ચાલશો તો સારું રહેશે. આજે કોઈ પણ મહત્ત્વની ચર્ચામાં તમારે પોતાના વિચારો સ્પષ્ટપણે રજૂ કરવા પડશે.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ રાજકીય અને સમાજિક કામમાં સફળતા લઈને આવવાનો છે. ધાર્મિક યાત્રા પર જવાના યોગ પણ બની રહ્યા છે. જો તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળે તો તે તરત જ લોકો સાથે શેર ના કરવા જોઈએ. પરિવારમાં આજે કોઈને કોઈ પુરસ્કાર વગેરે મળતાં ખુશીનો પાર નહીં રહે. કામના સ્થળે તમારે ધીરજ અને ગંભીરતાથી કામ લેવું પડશે. શત્રુઓથી આજે તમારે ખાસ સાવધ રહેવું પડશે. યોજનાઓને સમજી વિચારીને આગળ વધારો.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ જોખમી કામથી બચવાનો રહેશે. આજે ધાર્મિક કાર્યમાં તમારો રસ વધી રહ્યો છે. વિદ્યાર્થીઓ આજે કોઈ પરીક્ષાની તૈયારી કરશે અને એમાં તમને સફળતા મળશે. માતા-પિતા સાથે આજે પારિવારિક સમસ્યાઓ કે વાદ-વિવાદ પર ચર્ચા કરશો. જીવનસાથીનો આજે દરેક કામમાં સંપૂર્ણ સાથ-સહકાર મળશે. મિત્રો સાથે મુલાકાત થતાં તમારી ખુશીનો પાર નહીં રહે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કામના સ્થળે સફલતા લઈને આવશે. આજે તમારે રોજબરોજના કામને પ્રાથમિકતા અને મહત્ત્વ આપવું પડશે. આજે તમારી આસપાસના લોકો તમારી પર ભરોસો કરશો. વિદેશથી વેપાર કરી રહેલાં લોકોને આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. ધીરજથી કામ લેશો તો તમારા માટે સારું રહેશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ મહત્ત્વની સિદ્ધિઓ લઈને આવશે. આજે તમારી લીડરશિપ ક્વોલિટીમાં સુધારો થશે. આજે તમે ટીમ વર્કથી કોઈ પણ કામ ખૂબ જ સરળતાથી પૂરા કરશો. માતાને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા સતાવતાં તમે થોડા પરેશાન રહેશો. સંતાનને કોઈ વચન આપ્યું હશે તો તે પૂરું કરવું પડશે. મિત્રો સાથે મળીને આજે તમે જૂના સંસ્મરણો વાગળશો. આજે હરતાં ફરતાં તમને કોઈ મહત્ત્વની માહિતી મળશે.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ પૈસા સંબંધિત બાબતોમાં ખાસ સાવધાની રાખવાનો રહેશે. કળા-કુશળતામાં વધારો થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. નોકરી અને અભ્યાસ કરી રહેલાં લોકોએ આજે વધારે મહેનત કરવી પડશે. બિઝનેસ કરી રહેલાં લોકોને આજે કોઈ ડીલ ફાઈનલ કરતી વખતે ખૂબ જ સાવધાની રાખવી જોઈએ. આજે કામની વ્યસ્તતા વચ્ચે પણ પરિવાર માટે તમારે સમય કાઢવો પડશે.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સારો અને અનુકૂળ રહેશે. સંતાન તરફથી આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. પ્રવાસ પર જવા માટે આજનો દિવસ એકદમ અનુકૂળ છે. વિરોધીઓથી તમારે ખાસ સાવધાની રાખવાની જરૂર છે. અભ્યાસ કરી રહેલાં લોકોએ આજે સિનિયર્સની મદદ લેવી પડશે. પરિવારમાં ચાલી રહેલાં કોઈ કલહનો તમારે ઉકેલ લાવો પડશે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવાથી બચવાનો રહેશે. પારિવારિક અને ભૌતિક બાબતોમાં આજે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. આજે કોઈ પણ કામમાં ઢીલ ના આપો, નહીં તો તમારા માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. આજે તમારે સહકારની ભાવના જાળવી રાખવી પડશે. આજે પગ સંબંધિત કોઈ સમસ્યા તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. ધનલાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સામાજિક કાર્યમાં સફળતા લઈને આવશે. આજે તમે નવા નવા લોકો સાથે મુલાકાત કરશો. તમારે કોઈ પણ કામમાં આજે બિલકુલ આળસ ના દેખાડવી જોઈએ. લાંબા સમયથી અટકી પડેલાં કામને વેગ મળશે. ઉચ્ચ શિક્ષણ લેવા માટે ઉત્સુક વિદ્યાર્થીઓનો માર્ગ પણ મોકળો થઈ રહ્યો છે. માતા-પિતાની સેવા માટે સમય કાઢશો. દૂર રહેતાં કોઈ સંબંધી આજે તમારી મુલાકાત લેવા માટે આવી શકે છે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ માટે દાન-પુણ્યના કામમાં જોડાઈને નામ કમાવવાનો રહેશે. આજે તમારે તમારી ખણી-પીણીનું ખાસ ધ્યાન રાખવું પડશે. સંતાનને આજે તમારે સંસ્કાર, મૂલ્યોથી પરિચીત કરાવવાનો છે. કુંવારા લોકોના જીવનમાં ખાસ વ્યક્તિની એન્ટ્રી થશે. વૈવાહિક જીવનમાં ખુશહાલી આવશે. જૂના મિત્ર સાથે હસી-ખુશી સમય પસાર કરશો. ઘર કે પ્રોપર્ટી કરીદવાનું તમારું સપનું સાકાર થશે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ બાકીના દિવસની સરખામણીએ સારો રહેશે. આજે શુભ કે માંગલિક કાર્યમાં સહભાગી થવાનો મોકો મળશે. લાંબા સમયની યોજનાઓ સફળ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. મોસાળ પક્ષે લાભ થવાની શક્યતા છે. પરિવારનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે. વિદેશ રહેતાં કોઈ સંબંધી તરફથી આજે તમને સારા સમાચાર સાંભળવા મળી શકે છે. ભાઈ-બહેન સાથેના સંબંધોમાં મજબૂતી આવી રહી છે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ લાભ અને સફળતા લઈને આવશે. આજે પરોપકાર અને ધાર્મિક કાર્યમાં તમારો રસ વધી રહ્યો છે. પરિવારમાં કોઈ અણબનાવ ચાલી રહ્યો હશે તો આજે એ પણ દૂર થશે. રોકાણ સંબંધિત યોજનાઓ પર તમારે ખાસ ધ્યાન આપવું પડશે. ખર્ચાઓને આજે ખાસ નિયંત્રણમાં રાખવા પડશે. આજે મન મોટું રાખીને તમારે બીજાની ભૂલોને માફ કરવી પડશે. દૂર રહેલાં સંબંધી આજે તમને મળવા માટે આવી શકે છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button