રાશિફળ

આજનું રાશિફળ (18-06-25): વૃષભ અને મિથુન રાશિના જાતકોને આજે મળશે ભાગ્યનો સાથ, બાકીની રાશિઓ માટે કેવો હશે દિવસ?

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખર્ચાળ રહેશે. આજે તમારે તમારા કામમાં થોડી ધીરજથી આગળ વધવું પડશે. તમારા મનમાનીભર્યા વર્તનને કારણે આજે તમે થોડા પરેશાન રહેશો. સ્વાસ્થ્ય પહેલાં કરતાં સારું રહેશે. આજે તમારું કોઈ જરૂરી કામ પૂરું થવામાં જો સમસ્યા આવી રહી હતી તો તે પણ દૂર થઈ રહી છે. આજે વિપરીત પરિસ્થિતિમાં પણ તમારે ધીરજથી કામ લેવું પડશે. સંતાન આજે તમારી અપેક્ષા પર ખરા ઉતરશે.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયી રહેવાનો છે. જીવનસાથી સાથે મોજ-શોખમાં સમય પસાર કરશો. આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે તમારી મુલાકાત થઈ શકે છે. પ્રોપર્ટીને લઈને કોઈ વિવાદ હશે તો લેવડદેવડને લઈને સાવધાની રાખવી પડશે. આજે તમારા મનની કોઈ ઈચ્છા પૂરા થશે, જેને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે. આજે તમારે કોઈ વિરોધીની વાતમાં આવવાથી બચવું પડશે. હરવા ફરવા દરમિયાન આજે કોઈ મહત્ત્વની માહિતી મળશે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યની દ્રષ્ટિએ સારો રહેશે. કામમા સ્થળે ટીમ વર્કની મદદથી તમે આજે કોઈ પણ કામ સરળતાથી પૂરું કરશો.આજે તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થશે. પિતા પાસેથી કોઈ કામને લઈને આજે સલાહ લેશો. બિઝનેસ કરી રહેલાં લોકો આજે કોઈ યોજનાને લઈને પરેશાન હશો તો એ યોજના ફાઈનલ થઈ શકે છે. આજે લાંબા સમયથી અટકી પડેલું કોઈ કામ પૂરું થશે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સમસ્યાઓથી ભરપૂર રહેશે. આજે તમે મિત્રો સાથે વાતચીતમાં સમય પસાર કરશો. જો કોઈ કામમાં સમસ્યા આવી રહી હતી તો આજે એ પણ દૂર થઈ રહી છે. કોઈ નવું વાહન વગેરે ખરીદી શકો છો. બિઝનેસ કરી રહેલાં લોકો માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ સારો રહેશે. આજે તમે ભોજનનો પૂરો આનંદ ઉઠાવશો, પણ તમારે પેટ સંબંધિત બાબતોનું પણ ખાસ ધ્યાન રાખવું પડશે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશીઓથી ભરપૂર રહેશે. આજે કોઈને ઉધાર આપતા કે ઉધાર લેતા પહેલાં ખૂબ જ સમજી વિચારીને આગળ વધો. કામના સ્થળે આજે તમારા પર જવાબદારીઓ વધી શકે છે. બેંકિંગ સેક્ટર સાથે સંકળાયેલા લોકોને આજે તેમના કામને કારણે ઓળખ મળશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં સારું પ્રદર્શન કરશે. આજે તમારે કોઈ પણ કામમાં લાપરવાહી દેખાડવાથી બચવું પડશે. આસપાસમાં રહેલા શત્રુઓથી સાવધ રહો.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. આજે તમે કેટલાક નવા લોકોને મળશો, જેમનાથી ભવિષ્યમાં તમે લાભ થશે. લાંબા સમય બાદ કોઈ જૂના મિત્રને મળીને તમને ખુશી થશે. જીવનસાથીની ભાવનાઓનું સન્માન કરવું પડશે, નહીં તો લડાઈ-ઝઘડો થઈ શકે છે. આજે કોઈ કામને પૂરું કરવામાં જો મુશ્કેલી આવી રહી હતી તો એ પણ દૂર થશે. લેવડદેવડ સંબંધિત બાબતોને દૂરથી જ હેન્ડલ કરશો તો તમારા માટે સારું રહેશે.

આજનો દિવસ આ રાશિના જાતકો માટે સમસ્યાઓથી ભરપૂર રહેશે. સમાજસેવાના કામમાં આજે તમે આગળ આવીને હિસ્સો લેશો. કોઈ પણ કામમાં લાપરવાહી દેખાડવાથી બચવું પડશે. સગા-સંબંધીઓ સાથે મુલાકાત થઈ શકે છે. પારિવારિક બાબતો અંગે આજે બહારના લોકો સાથે વાતચીત કરવાનું ટાળો. બાળકોના સ્વાસ્થ્ય બાબતે આજે ખાસ ધ્યાન આપો. રાજકારણમાં આગળ વધી રહેલાં લોકોને આજે સમસ્યાઓ આવશે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સુખદ રહેશે. પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે. સંતાનને કોઈ નવા કોર્સમાં એડમિશન અપાવશો. આજે ઘરે કોઈ મહેમાનનું આગમન થશે, જેને કારણે તમારા ખર્ચમાં વધારો થશે. કોઈ નવા સાથી સાથે આજે મુલાકાત થશે, જેને કારણે દિલમાં ઉથલપાથલ રહેશે. આજે તમે મોજશોખની વસ્તુઓ પર ખર્ચ કરશો. આજે વિના કારણ ખર્ચ કરવાથી બચો, નહીં તો આર્થિક સંકટનો સામનો કરવો પડશે.

ધન રાશિના લોકો માટે આજનો દિવસ ખાસ કંઈ કરી દેખાડવાનો રહેશે. આજે તમે તમારી જરૂરિયાતો પૂરી કરવા પર ધ્યાન આપશો. બિઝને,માં આજે કોઈ સાથે પણ પાર્ટનરશિપ કરતાં પહેલાં બચો. આજે કોઈ પણ કામમાં ખૂબ જ સમજી વિચારીને આગળ વધો. આજે કોઈને કોઈ વચન આપ્યું હશે તો તે કોઈ પણ ભોગે પુરું કરવું પડશે. આજે બીજાના વાદ-વિવાદમાં બોલવાથી બચો.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ મૂંઝવણથી ભરપૂર રહેશે. આજે પ્રોપર્ટી સંબંધિત કોઈ સમસ્યા તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા કરવા પર આજે તમે ખાસ ધ્યાન આપશો. કાયદાકીય બાબતોમાં આજે તમને લાભ થઈ રહ્યો છે. વૈવાહિક જીવનમાં જીવનસાથી સાથે તાલમેલ જાળવીને આગળ વધશો તો તમારા માટે સારું રહેશે. સંતાન તરફથી આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ આવકમાં વૃદ્ધિ લઈને આવશે. આજે તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે. પ્રેમજીવન જીવી રહેલાં લોકોને આજે જીવનસાથી તરફથી કોઈ સરપ્રાઈઝ ભેટ મળી શકે છે. આજે તમારે પારિવારિક બાબતોનો ઘરમેળે જ ઉકેલ લાવવો પડશે. તમારે તમારી વાણી પર ખાસ ધ્યાન આપવું પડશે, નહીં તો તમારા બનતાં કામ બગડી શકે છે. લાંબા સમય બાદ કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે.

મીન રાશિના નોકરી કરી રહેલાં લોકો માટે આજનો દિવસ સારો રહેશે. આજે તમને તમારી કોઈ જૂની છોડી દીધેલી નોકરીમાંથી પાછો બોલાવો આવી શકે છે. હરવા ફરવા પર આજે તમે સારો એવો ખર્ચ કરશો, પણ એની સાથે સાથે તમારે તમારી આવક પર પણ ધ્યાન આપવું પડશે. આજે તમારી કોઈ જૂની સમસ્યા તમારા માટે મુશ્કેલીનું કારણ બનશે. આજે કામના સ્થળે સહયોગીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે. આજે કંઈક નવું કરવાની તમારી ઈચ્છા જાગૃત થશે.

આ પણ વાંચો: 138 દિવસ સુધી અસ્ત રહેશે શનિદેવ, આ રાશિના જાતકોને જલસા જ જલસા…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button